આ કંપની શરૂ કરી રહી છે સેલ્ફ ડ્રાઇવ સર્વિસ, ડ્રાઇવરના બદલે જાતે ચલાવો ગાડી
Trending Photos
એપ આધારિત ટેક્સી સેવા આપનાર ઓલા (Ola)ની એકમ ઓલા ફ્લીટ ટેક્નોલોજીજને 'સેલ્ફ ડ્રાઇવ' સર્વિસ લોન્ચ કરવા માટે આગામી બે વર્ષમાં 50 કરોડ ડોલરનું રોકાણ કરશે. કંપની ગ્રાહકો દ્વારા જાતે વાહન ચલાવવાની સેવા શરૂ કરવા પર ધ્યાન આપી રહી છે. સૂત્રોના અનુસાર ઓલા ફ્લીટ ટેક્નોલોજી અને ઇક્વિટી અને બોંડની ઓફર દ્વારા 50 કરોડ ડોલર મળશે. કંપનીને આ રકમ દેશમાં 'સેલ્ફ ડ્રાઇવ' સર્વિસ શરૂ કરવા માટે મળશે.
હાલમાં આ સેવા પાયલોત આધારે બેંગલુરૂમાં નાનાપાયે ચલાવવામાં આવી રહી છે. તેને આગામી થોડા અઠવાડિયામાં શરૂ કરવાની આશા છે. સૂત્રોએ કહ્યું કે બેંગલુરૂની કંપની આ સેવા માટે લગભગ 10,000 વાહનોને લગાવી શકે છે. સેલ્ફ ડ્રાઇવ સર્વિસ માટે ઓલા લગભગ 10000 ગાડીઓને ઉતારશે અને તેમાં લક્સરી સેડાનથી માંડીને SUV સુધી સામેલ હશે. સૂત્રોના અનુસાર આ સર્વિસને આગામી મહિનાથી બધા મુખ્ય શહેરોમાં શરૂ કરવામાં આવશે.
ઓલા સાથે જોડાયેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે બજારના ફીડબેકના આધારે પાયલોટ આધાર પર આ સર્વિસ શરૂ કરવામાં આવશે. તે મુજબ ગાડી ભાડે આપવામાં આવશે અને કોર્પોરેટ લીઝ પર ગાડી આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે