Groundnut Oil prices Hike : 2023 ના વર્ષની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવે માઝા મૂકી હતી. સિંગતેલ, કપાસિયા તેલના ભાવનો ગ્રાફ સતત વધી રહ્યો હતો. લોકો માટે તેલ ખાવુ મોંઘુ બની રહ્યું છે. આવામાં માંડ રાહતના સમાચાર આવ્યા છે. પહેલીવાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ નીચે ઉતરી રહ્યાં છે. પહેલીવાર સિંગતેલના ભાવમાં તોતિંગ ઘટાડો થયો છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, સિંગતેલના ભાવમાં 1 દિવસમાં સીધો 60 રૂપિયાનો તોતિંગ ઘટાડો થયો છે. તો કપાસિયા તેલમાં પણ ડબ્બા દીઠ 30 રૂપિયા ઘટ્યા છે.  સિંગતેલના ડબ્બાનો ભાવ 2710 રૂપિયા સુધી પહોંચ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ ઘટી રહ્યા છે સિંગતેલના ભાવ
2023 ના શરૂઆતથી જ મોંઘવારી નાગરિકોના માથા પર મંડરાઈ રહી છે. જીવન જરૂરીયાતી તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેમાં પણ 2023 નુ વર્ષ લોકો માટે અપશુકનિયાળ સાબિત થયુ હોય તેવુ લોકો અનુભવી રહ્યા છે. તેલના ભાવનું મીટર સતત અપ જઈ રહ્યું હતું. સીંગતેલના ભાવમાં સતત ભડકો થઈ રહ્યો હતો. સિંગતેલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો હતો. પરંતુ પહેલીવાર સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. પહેલીવાર એવુ બન્યુ છે કે, સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સિંગતેલમાં 1 દિવસમાં 60 રૂપિયાનો ઘટાડો થયો છે. તો બીજ તરફ, કપાસિયા તેલમાં પણ ડબ્બા દીઠ 30 રૂપિયા ઘટ્યા છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2710 રૂપિયા સુધી પહોંચ્યો છે. વેપારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ માર્કેટમાં માંગના અભાવે ખરીદીમાં બ્રેક વાગતાં તેલના ભાવમાં ઘટાડો થયો છે. 


ચોમાસાની વધુ એક આગાહી : ગુજરાત સહિત 9 રાજ્યો માટે આનંદના સમાચાર, આગળ વધ્યો વરસાદ


  • 15 મે - 5 રૂપિયાનો ઘટાડો, 

  • 17 મે - 25 રૂપિયાનો ઘટાડો

  • 18 મે - 5 રૂપિયાનો ઘટાડો 

  • 19 મે - 15 રૂપિયાનો ઘટાડો

  • 20 મે - 5 રૂપિયાનો ઘટાડો

  • 31 મે - 60 રૂપિયાનો ઘટાડો 


વેબસાઈટ પહેલા વોટ્સએપ પર જાહેર થયું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ, આ રીતે ચેક કરો


પહેલા ભાવ વધ્યા, હવે નીચે ઉતરી રહ્યાં છે
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક છતાં સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ખેડૂતોને રૂ. 1300 થી 1650 સુધીના ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે. દરરોજ 10 થી 12 હજાર ગુણી મગફળીની આવક બેડી માર્કેટ યાર્ડમાં થઈ રહી છે. જોકે સિંગતેલ માટે મગફળી પિલાણ માટે ન આવતી હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો હતો. પરંતુ હવે ઉલટી ગંગા વહી રહી છે. માર્કેટમાં માંગ ઘટતા જ તેલના ભાવ તળિયે બેસી ગયા. મોંઘવારીને કારણે અને ઘરનું બજેટ સાચવવા ગૃહિણીઓએ તેલનો વપરાશ ઓછો કર્યો હોય તેવુ લાગી રહ્યું છે. જેથી માંગ ઘટી છે. આ કારણે તેલના ભાવ નીચે ગયા હોય તેવી શક્યતા છે. 


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના ખેડૂતો પાસેથી દક્ષિણામાં માંગ્યુ એક વચન


સતત સિંગતેલની ડિમાન્ડ વધી રહી છે તેને કારણે સિંગતેલના ભાવ પણ વધી રહ્યા છે ઓઇલ મીલ ની અંદર મગફળી પીલાણ માટે આવવી જોઈએ તે આવતી નથી તેને કારણે સીંગતેલના ભાવ વધી રહ્યા છે આગામી દિવસોમાં સિંગતેલનો 15 કિલો નો ડબ્બો 3000 ને પાર પહોંચે તેવી વેપારીઓ શક્યતા દર્શાવી રહ્યા છે.