વેબસાઈટ પહેલા વોટ્સએપ પર જાહેર થયું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ, આ રીતે ચેક કરો

12th commerce result : ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે...  વોટ્સએપ નંબર 6357300971 પર પરિણામ જોઈ શકાશે

વેબસાઈટ પહેલા વોટ્સએપ પર જાહેર થયું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ, આ રીતે ચેક કરો

Breaking News : ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. સવારે 8 વાગતા પહેલા જ વોટ્સએપ પર વિદ્યાર્થીઓને પરિણામ મળી રહ્યું છે. હવે થોડી વારમાં પરિણામ વેબસાઈટ પર મૂકાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને whatsapp ઉપર રિઝલ્ટ મેળવી શકશે. તો શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 7-30એ વાગ્યે પરિણામ જાહેર કરાયું છે. ત્યારે રિઝલ્ટને લઇ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. અનેક શાળાઓએ પરિણામને ઉજવવાની તૈયારીઓ પહેલાથી જ કરી હતી. શાળામાં આજના દિવસને તહેવારની જેમ વધાવવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રિઝલ્ટ જાણવા અનેક વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા. 

પરીક્ષાના જોઈન્ટ ડાયરેક્ટર એનકે રાવલે પરીક્ષાના પરિણામ પર માહિતી આપતા જણાવ્યું કે, પરીક્ષાઓ સારી રીતે લેવાઈ હતી. અગાઉ ધોરણ 10 અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કારયુ હતું. આજે ધોરણ-12 નું સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ગયું છે. કુલ રાજ્યભરમાં 482 કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી. ચાલુ વર્ષે સામાન્ય પ્રવહ 73.27 ટકા જાહેર કરાયુ છે. જે ગત વર્ષ કરતા 13 ટકા ઓછું પરિણામ છે. આ પરિણામ માસ પ્રમોશનના આધારે જોઈ શકાય છે. 58 હજાર જેટલા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવાથીપ રિણમ પર આસર જોવી મળી છે. આ વખતે કન્યાઓએ બાજી મારી છે.  

  • કુલ પરિણામ - 73.27 ટકા
  • કન્યાઓનું પરિણામ - 80.39 ટકા
  • કુમારોનું પરિણામ - 67.03 ટકા
  • ગુજરાતી માધ્યમનું પરિણામ - 72.83 ટકા
  • અંગ્રેજી માધ્યમનું પરિણામ - 79 ટકા ટકા
  • સૌથી વધુ પરીણામવાળો જીલ્લો કચ્છ 84.59%
  • સૌથી ઓછું પરિણામવાળો જીલ્લો દાહોદ 54.67%
  • સૌથી વધુ પરીણામ વાંગધ્રા કેન્દ્રનું 95.85% પરીણામ
  • સૌથી ઓછું પરીણામ દેવગઢ બારીયા 36.28% પરીણામ
  • ચાલુ વર્ષે ગેરરીતિના કેસમાં ઘટાડો થયો, 367 કેસ હતા. ગત વર્ષે 2544 કેસ હતા
  • 100% પરીણામ વાળી 311 શાળાઓ જે ગયા વર્ષે 1064 શાળાઓ હતી
  • 10% કરતા ઓછા પરીણામ વાળી 44 શાળા જે ગયા વર્ષે 1 શાળા હતી

www.gseb.org પર સવારે 8 વાગ્યાથી પરિણામ જોઈ શકશે. વોટ્સએપ નંબર 6357300971 પર પરિણામ જોઈ શકાશે. વોટ્સએપ નંબર પર બેઠક ક્રમાંક નંબર મોકલવાનો રહેશે. રાજ્યભરના 4.50 લાખ જેટલા અંદાજિત વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી.2022માં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રેકોર્ડબ્રેક 86.91 ટકા પરિણામ આવ્યું હતું. ત્યારે આજે જાહેર થનારા પરિણામ પર સૌની નજર છે. 

ધોરણ 12 કોમર્સનું આવતીકાલે પરિણામ આવી ગયું છે. વિદ્યાર્થીઓ આતુરતાથી આ પરિણામની રાહ જોઈને બેસ્યા હતા. આ પરિણામ બાદ તેઓ વિવિધ સ્ટ્રીમમાં ડિગ્રી માટે એપ્લિકેશન કરી શકશે. ધોરણ-10 અને ધોરણ-12 સાયન્સની જેમ આ પરિણામ પણ વોટ્સએપ નંબર પર મળી રહ્યું છે. વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પોતાનું પરિણામ મેળવી શકશે.

સુરતમાં પરિણામમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. આશાદીપ ગ્રૂપ ઓફ સ્કૂલના રત્નકલાકારના પુત્ર ચિત્રોડા મિતના 90.42 ટકા આવ્યા છે. આ માટે મિત રોજેરોજ 5 કલાકની મહેનત કરતો હતો. તેણે પિતાનું નામ રોશન કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news