Share Market : જો શેરબજારમાં નાણાંનું યોગ્ય રીતે અને યોગ્ય શેરોમાં રોકાણ કરવામાં આવે તો, વ્યક્તિ છપ્પરફાડ રિટર્ન મેળવી શકે છે. ઘણા રોકાણકારો આ રીતે બમ્પર આવક મેળવી રહ્યા છે. તેમાં એક મહિલાનું નામ પણ છે. જેમને 90 દિવસમાં એટલે કે ત્રણ મહિનામાં કંઈપણ કર્યા વિના 224 કરોડ રૂપિયાનો નફો કમાઈ લીધો છે. અમે વાત કરી રહ્યા છીએ દિગ્ગજ રોકાણકાર અને બિગ બુલ સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાની (Rakesh Jhunjhunwala) પત્ની રેખા ઝુનઝુનવાલાની (Rekha Jhunjhunwala). જાણો તેના ખાતામાં આટલા પૈસા ક્યાં અને કેવી રીતે આવ્યા...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિવિડન્ડમાંથી અબજોની કમાણી 
રેખા ઝુનઝુનવાલાએ (Rekha Jhunjhunwala)જે કંપનીઓમાં રોકાણ કર્યું હતું તેમણે ગયા નાણાકીય વર્ષના જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં તેમને રૂ. 224 કરોડનું ડિવિડન્ડ આપ્યું હતું. ત્યારે તેમના રોકાણનું કુલ મૂલ્ય રૂ. 37,831 કરોડ હતું.


રેખા ઝુનઝુનવાલાને કઈ કંપનીમાંથી કેટલું ડિવિડન્ડ મળ્યું?
રેખા ઝુનઝુનવાલાને ટાટાની બે કંપનીઓમાંથી સૌથી વધુ ડિવિડન્ડ મળ્યું હતું. ટાઇટને રૂ. 52.23 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું અને ટાટા મોટર્સે રૂ. 12.84 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. કેનેરા બેન્કે રૂ. 42.37 કરોડનું ડિવિડન્ડ આપ્યું હતું, વેલર એસ્ટેટે રૂ. 27.50 કરોડ અને એનસીસીએ રૂ. 17.24 કરોડનું ડિવિડન્ડ આપ્યું છે. તેમને CRISIL, Escorts Kubota, Fortis Healthcare, Geojit Financial Services, Federal Bank જેવી અન્ય કંપનીઓ પાસેથી રૂ. 72.49 કરોડનું ડિવિડન્ડ (Dividend) મળ્યું છે.


અમિતાભ બચ્ચનથી થઈ ગઈ એક ભૂલ, હાથ જોડીને મરાઠીઓની માંગી માફી, વીડિયોમાં કબૂલ્યું


1987માં રાકેશ ઝુનઝુનવાલાએ મુંબઈના અંધેરીની સ્ટોક બ્રોકર રેખા (Rekha Jhunjhunwala)સાથે લગ્ન કર્યા. તેમની સલાહ પર બિગ બુલે 2003માં પોતાની સ્ટોક ટ્રેડિંગ ફર્મ રેર એન્ટરપ્રાઇઝિસ (RARE Enterprises) શરૂ કરી. રાકેશમાંથી રા અને રેખામાંથી રેને જોડીને તેનું નામ રાખવામાં આવ્યું હતું. રેખા ઝુનઝુનવાલાને રોકાણની સારી અને ઊંડી સમજ છે. પતિની જેમ તે પણ સમજે છે કે ક્યાં અને ક્યારે રોકાણ કરવું. રાકેશ ઝુનઝુનવાલાએ એક સમયે બ્રોકિંગમાં કામ કર્યું હતું પરંતુ તેમની પત્નીની સલાહ પર તેમણે ટ્રેડિંગ કંપની શરૂ કરી અને આજે ભારતના વોરન બફેટ તરીકે પ્રખ્યાત છે.


લગ્નના 3 વર્ષ સુધી ઘરમાં એસી નહોતું
લગ્નના 3 વર્ષ બાદ 1990માં રેખાએ (Rekha Jhunjhunwala) રાકેશ ઝુનઝુનવાલાને રૂમમાં એસી લગાવવા કહ્યું. તે સમયે વીપી સિંહની સરકાર હતી અને તત્કાલીન નાણામંત્રી મધુ દંડવતે બજેટ રજૂ કરવાના હતા. રાકેશ ઝૂનઝૂનવાલાએ વીપી સિંહના નિર્ણયોને ખૂબ જ નજીકથી અભ્યાસ કર્યો અને બજેટના દિવસે બજારમાં 3 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. બજેટ રજૂ થતાંની સાથે જ તેમના શેરની કિંમત વધી ગઈ અને એક જ દિવસમાં 3 કરોડથી 20 કરોડ રૂપિયા છપાઈ ગયા. કુલ રૂ. 17 કરોડનો નફો મેળવ્યા બાદ તે રાત્રે ઘરે આવ્યો અને પત્ની રેખાના એસી લગાવવાની વાતને સ્વીકારી લીધી હતી.


વાહ ટીમ ઈન્ડિયાના શેર! બાંગ્લાદેશની તોફાની ઈનિંગ સામે અશ્વિને રાખી દેશની લાજ