જુદા-જુદા સ્થળે લઇ જઇ સગીરા પર ભુવાજીએ આચર્યું દુષ્કર્મ, સગીરાની કહી હચમચી જવાય એવી આપવીતી

ચાણસ્મા પોલીસ મથકે પોસ્કો અને બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધવા અંગેની ફરિયાદ નોંધાવા પામી છે. જેમાં મહેસાણા તાલુકાના ઉચરપી ગામના ભગાભાઈ ચૌધરી (ભુવાજી ) જેને એક સગીરાના ગામમાં અવાર નવાર હવન પ્રસંગે આવતો જતો હતો.

 જુદા-જુદા સ્થળે લઇ જઇ સગીરા પર ભુવાજીએ આચર્યું દુષ્કર્મ, સગીરાની કહી હચમચી જવાય એવી આપવીતી

ઝી બ્યુરો/પાટણ: ચાણસ્મા પંથકમા બની બેઠેલા લંપટ ભુવાનો એક સગીર વયની દીકરી શિકાર બની છે. લંપટ ભુવાએ એક સગીર વયની દીકરી પર નજર બગાડી તેનો પીછો કરી તેને ઉઠાવી ગાડીમાં લઇ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું છે. એટલું જ નહીં, તેના કેટલાક ફોટા અને વીડિયો ઉતારી વાયરલ કરી ફરાર થઇ જતા પરિવાર જનોએ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી દુષ્ટ ભુવાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Add Zee News as a Preferred Source

ચાણસ્મા પોલીસ મથકે પોસ્કો અને બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધવા અંગેની ફરિયાદ નોંધાવા પામી છે. જેમાં મહેસાણા તાલુકાના ઉચરપી ગામના ભગાભાઈ ચૌધરી (ભુવાજી ) જેને એક સગીરાના ગામમાં અવાર નવાર હવન પ્રસંગે આવતો જતો હતો. જેણે આ સગીરા પર નજર બગાડીને તેનો પીછો કરતો હતો, અને આ સગીરાને તેના મા-બાપને જાન થી મારી નાખીશ તેવી ધમકી આપી સગીરાને તેની ગાડીમાં બળજબરી પૂર્વક બેસાડીને અપહરણ કરીને લઈ ગયો હતો.

ત્યારબાદ હવસખોર ભૂવાએ સગીરાના મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી તેના ફોટા અને વિડિઓ વાયરલ કર્યા. જે અંગેની ફરિયાદ ચાણસ્મા પોલીસ મથકે નોંધાવા પામી છે. આ પ્રકારની ગંભીર ફરિયાદને લઈને પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી બની બેઠેલા દુષ્ટ ભુવાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news