Share Market: રિલાયન્સને થયું મોટું નુકસાન! આ રીતે લાગ્યો 12,883 કરોડ રૂપિયાનો ઝટકો
Stock Market: શેર બજારમાં શેરના ભાવ બદલાતા રહે છે. ક્યારેક કોઈ શેર ઉપર જાય છે તો ક્યારેક કોઈ શેર નીચે તરફ જાય છે. ત્યારે હવે રિલાયન્સને નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે.
Stock Market: શેર માર્કેટમાં દરેક કારોબારી દિવસે કંઇકને કંઇક હલચલ જોવા મળે છે. શેર માર્કેટ ક્યારેક નીચે જાય છે તો ક્યારેક ઉપર જાય છે. આ વચ્ચે કંપનીઓના ભાવ ઘટતા અને વધતા રહે છે. જેની ઘણી અસર તે કંપની અને શેર માર્કેટ પર પડે છે. ત્યારે ગત અઠવાડિયામાં શેર માર્કેટમાં ટોપ 10 માંથી પાંચ કંપનીઓની માર્કેટ મૂડીમાં રૂ. 30,737.51 કરોડનો ઘટાડો થયો છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ સૌથી વધારે નુકસાન થયું છે. ત્યારે LIC ના શેરમાં ફાયદો જોવા મળ્યો. ગત અઠવાડિયે સેન્સેક્સ 183.37 પોઈન્ટ અથવા 0.30 ટકા વધ્યો.
આ લોકોને થયું નુકસાન
આ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, આઇસીઆઇસીઆઇ બેંક, ભારતીય સ્ટેટ બેંક અને બજાજ ફાઈનાન્સમાં ઘટાડો થયો. બીજી તરફ એચડીએફસી બેંક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલીવર, એચડીએફસી અને ભારતીય જીવન વીમા નિગમ લાભમાં રહી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના માર્કેટ મૂડી રોકાણમાં 12,883.7 કરોડ રૂપિયા ઘટી 17,68,144.77 કરોડ રૂપિયા રહ્યા છે.
આ પણ વાંચો:- વરસાદે દેખાડ્યો તબાહીનો મંજર: બાળકોને છાતી સરખી ચાંપીને મૃત મળી માતા, દ્રશ્યો જોઈ લોકોની આંખો નમ
માર્કેટ મૂડી ઘટી
ભારતીય સ્ટેટ બેંકની માર્કેટ મૂડી 9,147.73 કરોડ રૂપિયા ઘટી 4,64,436.79 કરોડ રૂપિયા થઈ. ટાટા કન્સલ્ટન્સી સર્વિસની માર્કેટ મૂડી 5,323.92 કરોડ રૂપિયા ઘટી 12,38,680.37 કરોડ રૂપિયા થઈ અને આઇસીઆઇસીઆઇ બેંકની માર્કેટ મૂડી 2,922.03 કરોડ રૂપિયા ઘટી 6,05,807.09 કરોડ રૂપિયા થઈ છે. આ ઉપરાંત બજાજ ફાઈનાન્સની માર્કેટ મૂડી 460.13 કરોડ રૂપિયા ઘટી 4,42,035.99 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
આ પણ વાંચો:- રાજુ શ્રીવાસ્તવને લઇ મોટા સમાચાર, AIIMS ના ડોક્ટર્સે જણાવ્યું કે એક્ટર...
તેમની માર્કેટ કેપમાં વધારો
બીજી તરફ હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડી 9,128.17 કરોડ રૂપિયા વધીને 6,18,894.09 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડી 4,835.37 કરોડ રૂપિયાના વધારા સાથે 6,18,894.09 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. એલઆઇસીની માર્કેટ મૂડી 2,308.62 કરોડ રૂપિયા વધીને 4,33,768.34 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે અને એચડીએફસીની માર્કેટ મૂડી 1,916.08 કરોડ રૂપિયાના વધારા સાથે 4,47,675.98 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. (ઇનપુટ ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube