HDFC યુઝર્સ માટે ખુશખબર, ગ્રાહકોએ વાત સાંભળીને કહ્યું- `આનાથી મોટું કંઈ નથી`
એચડીએફસી બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શશિધર જગદીશનને 2021-22ના વર્ષના રિપોર્ટમાં શેરધારકોને જણાવ્યું હતું કે, એચડીએફસી લિમિટેડ અને એચડીએફસી બેંકનું સૂચિત મર્જર આગામી સમયમાં અલગ સ્વરૂપ તૈયાર કરશે.
HDFC Bank Latest News: જો તમારું એકાઉન્ટ પણ એડીએફસી બેંકમાં છે તો આ અહેવાલ તમારે વાંચવા જરૂરી છે. પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકે દેશભરમાં હાલની પોતાની શાખાઓને બે ગણી કરવાની યોજના બનાવી છે. તેના માટે બેંક દર વર્ષે લગભગ 1500થી 2000 બ્રાંચ ખોલશે. જેના કારણે આગામી ત્રણથી પાંચ વર્ષ દરમિયાન પોતાના નેટવર્કને બે ગણું બનાવવાની યોજના બનાવી છે.
રસ્તો મોટો છે: CEO
એચડીએફસી બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શશિધર જગદીશનને 2021-22ના વર્ષના રિપોર્ટમાં શેરધારકોને જણાવ્યું હતું કે, એચડીએફસી લિમિટેડ અને એચડીએફસી બેંકનું સૂચિત મર્જર આગામી સમયમાં અલગ સ્વરૂપ તૈયાર કરશે. તેમણે જણાવ્યું કે રસ્તો લાંબો છે અને સંભવિતપણે અમે દર પાંચ વર્ષે એક HDFC બેંકની સ્થાપના કરી શકીએ છીએ.
Demat Account KYC: 1 જુલાઈથી શેરબજારમાં નહીં કરી શકો ટ્રેડિંગ, જો તમે આજે આ કામ ન કર્યું તો....
દેશમાં બેંકની 6,000થી વધારે બ્રાંચ
જગદીશને એમ પણ જણાવ્યું છે કે દર વર્ષે 1,500 થી 2,000 શાખાઓ ખોલીને આગામી ત્રણથી પાંચ વર્ષમાં બ્રાન્ચ નેટવર્કને બમણું કરવાનો પ્રસ્તાવ છે. હાલમાં બેંકની દેશમાં 6,000 થી વધુ શાખાઓ છે. તેમણે જણાવ્યું હતું કે દેશની વસ્તી અનુસાર બેંકની શાખાઓની સંખ્યા આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન (OECD) દેશો કરતા ઓછી છે.
Gold Price Today 22 June 2022: આજે સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો શું છે આજનો ભાવ
નવી બ્રાન્ચ શરૂ થવાથી આવનારા સમયમાં માત્ર ગ્રાહકોને જ આ લાભ મળશે. બેંકની શાખામાં વધારો થવાના સમાચારથી ગ્રાહકો પણ ખૂબ જ ખુશ છે. તમને જણાવી દઈએ કે આ વર્ષના એપ્રિલની શરૂઆતમાં હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC લિમિટેડ) અને તેની સબસિડિયરી HDFC બેન્ક (HDFC બેન્ક) એ મર્જરની જાહેરાત કરી હતી. તે એકથી દોઢ વર્ષમાં પૂર્ણ થવાની ધારણા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube