Ayushman Bharat 2.0: મોદી સરકાર ગરીબો અને ખેડૂતો માટે રાશન કાર્ડ, પીએમ કિસાન અને આયુષ્માન ભારત સહિતની ઘણી યોજનાઓ ચલાવી રહી છે. હવે સરકાર દ્વારા મધ્યમ વર્ગના પરિવારો માટે એક નવી ભેટ લાવવા જઈ રહી છે. તે આયુષ્માન ભારત 2.0 તરીકે ઓળખાશે. આમાં મધ્યમ વર્ગના પરિવારોના સભ્યોને આવરી લેવામાં આવશે. જેના કારણે દેશના લગભગ 40 કરોડ લોકોને રાહત મળવાની આશા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિવિધ વિકલ્પો પર કરવામાં આવી રહ્યો છે વિચાર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં અમલી આયુષ્માન ભારત યોજનાની તર્જ પર 'આયુષ્યમાન ભારત 2.0'ના અમલીકરણમાં સામેલ ખર્ચ અને પડકારોને ધ્યાનમાં રાખીને વિવિધ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો આ નિયમ લાગુ થશે તો સરકાર દ્વારા આવકવેરામાં આપવામાં આવેલી રાહત બાદ મોટા વર્ગને સરકારની બીજી મોટી ભેટ હશે. આ શ્રેણીમાં સૌથી મોટો ફાયદો પગારદાર કરદાતાઓને થવાની અપેક્ષા છે.


આ પણ વાંચો: ઘરનું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો! દેશમાં અમદાવાદનો આ વિસ્તાર સૌથી વધુ થયો સર્ચ
આ પણ વાંચો: માત્ર 5 દિવસ બાકી, ત્યારબાદ આ સરકારી નિર્ણયથી જે થશે તે તમારી વિચારી પણ નહીં શકો
આ પણ વાંચો: Gold Price Today: સોનાના ભાવમાં થયા ફેરફાર, જાણી લો તમારા શહેરમાં શું છે આજનો ભાવ


વર્ષ 2018 માં સરકારે શરૂ કરી યોજના 
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે નવી 'આયુષ્માન ભારત 2.0' સ્કીમમાં 5 લાખ રૂપિયાનું કવર આપવા માટે વાતચીત ચાલી રહી છે. વ્યક્તિગત ટોપ-અપના આધારે આ સ્કીમ લાવવાની વાત ચાલી રહી છે. બીજો વિકલ્પ એ પણ છે કે આરોગ્ય વીમા કંપની દ્વારા મધ્યમ વર્ગના પરિવારોને પોષણક્ષમ ભાવે મૂળભૂત આરોગ્ય કવરેજ આપવામાં આવે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018 ના બજેટમાં આયુષ્માન ભારત યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં દેશના 10 કરોડ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે.


અત્યારે કોને મળે છે ફાયદો
મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મહત્વકાંક્ષી યોજના આયુષ્માન ભારતમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને મળે છે. આ યોજના શરૂ કરવા પાછળનો સરકારનો ઉદ્દેશ્ય ગરીબ અને નિઃસહાય પરિવારમાં વ્યક્તિ બીમાર પડે ત્યારે થતા ખર્ચમાં મદદ કરવાનો અને ગુણવત્તાયુક્ત સારવાર આપવાનો છે. આ યોજના હેઠળ એક પરિવારને 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક સારવારની સુવિધા મળે છે.


આ પણ વાંચો: વાળ ધોયા પછી માથા પર ટુવાલ બાંધવો છે ખતરનાક! ભૂલથી પણ ન કરો આ ભૂલ
આ પણ વાંચો: તમારા હાથની હથેળીમાં આવી હશે રેખાઓ તો લગ્ન પછી સાસરીમાં આવશે મુશ્કેલીઓ
આ પણ વાંચો: ભારતની પુત્રીએ બનાવી જોરદાર મોબાઇલ એપ, કેમેરા સામે આંખ બતાવતાં જ જણાવી દેશે બિમારી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube