ઘરનું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો! દેશમાં અમદાવાદનો આ વિસ્તાર સૌથી વધુ થયો સર્ચ, જબરદસ્ત મોકો

Property in Ahmedabad: લોકો માટે ઘરનું ઘર એ સપનું હોય છે. હાલમાં લોકો સૌથી વધુ સર્ચ રૂ. 50 લાખથી ઓછી કિંમતના મકાનો માટે કરી રહ્યાં છે. મોટાભાગના લોકોએ આ સ્થળોએ રહેણાંકની મિલકતો શોધી છે. આમાંથી 60% લોકો આ વિસ્તારોમાં રહેવા માટે ઘર ખરીદવા માંગતા હતા કે બાકીના લોકો ભાડા પર ઘર લેવા માંગતા હતા.

ઘરનું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો! દેશમાં અમદાવાદનો આ વિસ્તાર સૌથી વધુ થયો સર્ચ, જબરદસ્ત મોકો

Real Estate: જો તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ચોક્કસ વાંચો. રિયલ એસ્ટેટ પોર્ટલ હાઉસિંગ ડોટ કોમના પ્લેટફોર્મ પર, વર્ષ 2022 માટે મુંબઈનું થાણે પશ્ચિમ (Thane West) સૌથી વધુ સર્ચ થયું હતું, જ્યારે બેંગલુરુનું વ્હાઇટફિલ્ડ (Whitefield) અને દિલ્હી-એનસીઆરનું નોઈડા એક્સ્ટેંશન (Noida Extension) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યું હતું. આ ટોપ 10 ની યાદીમાં અમદાવાદના વિસ્તારો પણ સમાવેશ થયો છે. 

આ શહેર પણ સર્ચ લિસ્ટમાં છે
Housing.com એ સોમવારે કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન તેમના પ્લેટફોર્મ પર સૌથી વધુ સર્ચ કરાયેલા ઘરોની યાદી બહાર પાડી છે. આ મુજબ કોલકાતાનું ન્યુ ટાઉન અને મુંબઈનો મીરા રોડ ઈસ્ટ વિસ્તાર અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે છે.

ઓનલાઈન સર્ચમાં અમદાવાદનો ચાંદખેડા વિસ્તાર છઠ્ઠા ક્રમે છે જ્યારે પૂણેનો વાકડ વિસ્તાર સાતમા અને પુણેનો ખારઘર આઠમા ક્રમે છે. આ યાદીમાં અમદાવાદના ગોતા અને વસ્ત્રાલ વિસ્તાર અનુક્રમે 9મા અને 10મા ક્રમે છે. હાલમાં આ વિસ્તારોમાં મધ્યમ વર્ગના બજેટમાં મકાનો મળી રહ્યા છે. આ વિસ્તારોમાં રેસીન્ડેસીયલ સ્કીમો કૂદકે ને ભૂસકે વધી રહી છે. આ વિસ્તાર આસપાસ મેટ્રો, મોલ્સ અને ખાણીપીણીના માર્કેટ ડેવલોપ થતાં લોકોની પહેલી પસંદ બની રહ્યો છે. 

રેસિડેન્શીયલ પ્રોપર્ટી શોધી રહ્યાં છે ખરીદદારો
રેસિડેન્શિયલ સેક્ટરના આ પોર્ટલે કહ્યું કે જાન્યુઆરીથી ડિસેમ્બર 2022 દરમિયાન, તેમના પ્લેટફોર્મ પર લોકોએ આમાંથી મોટાભાગની જગ્યાઓ પર રહેણાંક મિલકતોની શોધ કરી છે. આમાંથી 60% લોકો આ વિસ્તારોમાં રહેવા માટે ઘર ખરીદવા માંગતા હતા જ્યારે બાકીના લોકો ભાડા પર ઘર લેવા માંગતા હતા.

નિવેદન અનુસાર, સૌથી વધુ સર્ચ રૂ. 50 લાખથી ઓછી કિંમતના મકાનો માટે કરવામાં આવી હતી. હાઉસિંગ ડોટ કોમના ગ્રુપ સીઈઓ ધ્રુવ અગ્રવાલે જણાવ્યું હતું કે છેલ્લા મહિનામાં વ્યાજદરમાં વધારો થયો હોવા છતાં ખરીદીનો દોર ચાલુ રહેવાની ધારણા છે. હાલમાં અમદાવાદમાં સૌથી વધુ વિકાસ અને એફોર્ડેબલ મકાનો ચાંદખેડા, ગોતા અને વસ્ત્રાલમાં બની રહ્યાં છે. જેને લઈને લોકો આ વિસ્તારોને સર્ચ કરી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news