નવી દિલ્હીઃ અદાણી રાજસ્થાન પાવર લિમિટેડ (ARPL)ને સુપ્રીમ કોર્ટે મંગળવારે મોટી રાહત આપતા રાજસ્થાનની વીજળી વિતરણ કંપનીઓના સમૂહની તે અરજીને નકારી દીધી છે જેમાં એઆરપીએલને કંપનસેટરી ટેરિફ આપવાની વાત કહેવામાં આવી હતી. આ સાથે સુપ્રીમ કોર્ટે સાત વર્ષ જૂના આ વિવાદનો ઉકેલ લાવી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ વિનીત શરણ અને જસ્ટિમ એમ આર શાહની પીઠે રાજસ્થાન વિદ્યુત નિયામક આયોગ અને ઇલેક્ટ્રિક એપેલેટ એવોર્ડના તે નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે જેમાં એઆરપીએલને રાજસ્થાન વિતરણ કંપનીઓની સાથે થયેલા પાવર પરચેસ એગ્રીમેન્ટ હેઠળ કંપનસેટરી ટેરિફ મેળવવાની હકદાર ગણાવવામાં આવી હતી. 


Unlock 4: ફેસ્ટિવ સીઝનમાં શરૂ થશે 100 ટ્રેન, રેલવેને માત્ર આ મંજૂરીનો છે ઇન્તજાર


આરપીએલે તે કહેતા કંપનસેટરી ટેરિફનો દાવો કર્યો હતો કે, વીજળી નિર્માણ માટે તેણે કોસલાની ઉપલબ્ધતા ન હોવાને કારણે તેણે બહારથી આયાત કરવો પડતો હતો. સૂત્રો પ્રમાણે, સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી અડાણી રાજસ્થાન પાવર લિમિટેડ એ આર પી એલને આશરે 5000 કરોડ રૂપિયાનો ફાયદો થવાની આશા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર