નવી દિલ્હી: સોમવારે થયેલી GST કાઉન્સિલની બેઠકમાં વેપારીઓને રાહત આપવા માટે અનેક મહત્વના નિર્ણય લીધા. કાઉન્સિલે નાના વેપારીઓને ટેક્સ રિટર્ન ભરવામાં મોટી રાહતની જાહેરાત કરી છે. હવે કરદાતાઓએ વારષિક 24 રિટર્નની જગ્યાએ માત્ર 8 રિટર્ન જ ભરવાના રહેશે. રિટર્ન ફાઈલિંગ (GST return filing)માં આધારને જરૂરી કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માસિક રિટર્નમાંથી છૂટકારો
GST કાઉન્સિલની બેઠકમાં નાના વેપારીઓને માસિક રિટર્ન ભરવામાંથી રાહત આપવાનો નિર્ણય લેવાયો છે.નાણા સચિવ અજય ભૂષણ પાંડેએ કહ્યું કે 1 જાન્યુઆરી 2021થી જે કરદાતાઓનું ટર્નઓવર 5 કરોડ રૂપિયાથી ઓછું છે, તેમને માસિક રિટર્ન ફાઈલ (GST return filing) કરવાની જરૂર રહેશે નહીં. માત્ર ત્રિમાસિક આધાર પર રિટર્ન ભરવાનું રહેશે.


GSTની બેઠક બાદ નાણામંત્રીની જાહેરાત- રાજ્યોને મળશે 20 હજાર કરોડ રૂપિયા


દર મહિને જમા કરવું પડશે ચલણ
જો કે આ લોકોએ ચલણની ચૂકવણી દર મહિને કરવી પડશે. આ ચલણમાં વધુ પડતી વિગતો આપવાની જરૂર નથી. કોઈ પણ એક્સપર્ટ અને ખાતાની ડિટેલ વગર જ આ ચલણોના પૈસા જમા કરાવી શકાય છે. 


Corona virus અને Currency પર RBI તરફથી આવ્યા અત્યંત ચિંતાજનક સમાચાર, સાવધાની નહીં રાખો તો પસ્તાશો


રિટર્ન ફાઈલ કરવામાં આધાર જરૂરી
જીએસટી રિફંડના મામલાઓમાં પહેલી જાન્યુઆરી 2020થી ફક્ત તે જ કંપનીઓને રિફંડ અપાશે જેમના બેંક ખાતા પાન અને આધાર નંબર સાથે લિંક હશે. જીએસટી કાઉન્સિલે રિફંડ એપ્લિકેશનને આધાર સાથે લિંક કરવાનો નિર્ણય કર્યો છે. કોઈ કરદાતા જેવું જીએસટી રિટર્ન ફાઈલમાં આધાર નંબરનો ઉલ્લેખ કરશે, એક ઓટીપી તેના રજિસ્ટર્ડ નંબર પર આવશે. આ ઓટીપી નંબરને નોંધ્યા  બાદ રિટર્ન ફાઈલ સાઈન થઈ જશે. 


HSN કોડ લખવો જરૂરી
જે કરદાતાઓનું ટર્નઓવર વાર્ષિક 5 કરોડ રૂપિયાથી વધુ છે, તેમને એપ્રિલ 2021થી 6 અંકવાળો એચએસએન  (Harmonized System of Nomenclature) કોડનો ઉલ્લેખ કરવો જરૂરી રહેશે. જે લોકોનું ટર્નઓવર વાર્ષિક 5 કરોડ રૂપિયાથી ઓછું હશે તેમણે HSN કોડના 4 આંકનો ઉલ્લેખ કરવાનો રહેશે.  


હાથરસ કેસ પર તમામ સમાચારો વિગતવાર જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube