Edible Oil Price: દેશમાં સતત વધતી મોંઘવારીના કારણે સામાન્ય માણસ સામે રોજ નવી સમસ્યા ઉભી હોય છે. રોજની જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ દિવસે અને દિવસે બધી રહ્યા છે. વધતી મોંઘવારીના આ સમય વચ્ચે સામાન્ય લોકો માટે એક રાહત ભર્યા સમાચાર સામે આવ્યા છે. ખાદ્ય તેલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. આયાતીત સસ્તા ખાદ્યતેલોના કારણે સ્થાનીય બજારોમાં તેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. શનિવારે પણ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો યથાવત રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર મલેશિયા એક્સચેન્જ સોમવાર સુધી બંધ રહેશે જેના કારણે પામ અને પામોલીન તેલના ભાવમાં અપેક્ષા કરતાં વધારે ઘટાડો નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Mukesh Ambani ને થયો અત્યાર સુધીનો સૌથી વધુ ફાયદો, નફાનો આંકડો જાણી રહી જશો દંગ


ઈશા અંબાણીએ એકવાર નહીં વારંવાર પહેર્યો છે નીતા અંબાણીનો આ ડાયમંડ નેકલેસ


સાંઈબાબાના દરબારમાં ધરાયા એટલા સિક્કા કે બેન્કો પાસે નથી રુપિયા રાખવાની જગ્યા


દિલ્હીની બજારોમાં પણ સરસવના તેલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. બજાર સૂત્રોનું કહેવું છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં આ સ્થિતિ છે તો અન્ય રાજ્યોમાં હાલત વધારે ખરાબ થઈ શકે છે. જોકે સરકાર ખેડૂતો પાસેથી સમર્થન મૂલ્યમાં સરસવ ખરીદી રહી છે. પરંતુ તેમ છતાં ખેડૂતોનું કહેવું છે કે તેનાથી તેમને અને તેલ ઉદ્યોગને ભારે નુકસાન થઈ રહ્યું છે. આવનારા સમયમાં સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે કારણ કે દેશ આયાત પર 60 ટકા નિર્ભર હોવાથી પણ સ્થાનિક તેલીબિયાનો વપરાશ થતો નથી.


શનિવારે તેલના ભાવ


સરસવ -  5,000-5,100 પ્રતિ ક્વિન્ટલ


મગફળી - 6,805-6,865 પ્રતિ ક્વિન્ટલ


મગફળીની તેલ મિલ ડિલિવરી (ગુજરાત) - 16,710 પ્રતિ ક્વિન્ટલ.


મગફળી રિફાઇન્ડ તેલ - 2,540-2,805 પ્રતિ ટીન


સરસવનું તેલ દાદરી -  9,600 પ્રતિ ક્વિન્ટલ


મસ્ટર્ડ પાકી ઘની - 1,570 -1,640 પ્રતિ ટીન


મસ્ટર્ડ કાચી ઘની - 1,570 - 1,680 પ્રતિ ટીન


તલનું તેલ મિલ ડિલિવરી - 18,900 - 21,000 પ્રતિ ક્વિન્ટલ


સોયાબીન તેલ ડીગમ (કંડલા) – 9000 પ્રતિ ક્વિન્ટલ


પામોલિન એક્સ (કંડલા) - 9400 પ્રતિ ક્વિન્ટલ