સાંઈબાબાના દરબારમાં ધરાયા એટલા સિક્કા કે બેન્કો પાસે નથી રુપિયા રાખવાની જગ્યા

Shirdi Sai Mandir Daan: શિરડીમાં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. અહીંની દાનપેટીમાં તેઓ યથાશક્તિ રકમ દાન કરે છે જે સિક્કા તરીકે હોય છે. દાનની રકમ અઠવાડિયામાં સાત લાખ રૂપિયા અને વર્ષમાં 3.30 થી 4 કરોડ રૂપિયા જેટલી થઈ જાય છે.

સાંઈબાબાના દરબારમાં ધરાયા એટલા સિક્કા કે બેન્કો પાસે નથી રુપિયા રાખવાની જગ્યા

Shirdi Sai Mandir Daan: સાઈબાબાના ભક્તો દુનિયાભરમાં કરોડોની સંખ્યામાં છે. મહારાષ્ટ્રમાં આવેલા શિરડીના સાઈ મંદિરમાં દેશ-વિદેશથી રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. અહીં આવતા ભક્તો સાંઈબાબા ના ચરણોમાં દાન પણ કરતા હોય છે. પરંતુ મોટાભાગના ભક્તો એક રૂપિયા બે રૂપિયા પાંચ રૂપિયા અને દસ રૂપિયાના સિક્કા દાન પેટીમાં ધરતા હોય છે. હવે આ સિક્કાની સંખ્યા એટલી વધી ગઈ છે કે શિરડી સાંઈ સંસ્થાને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નો સંપર્ક કરવો પડે તેમ છે. કારણ કે સ્થાનિક બેંકોએ સંસ્થાને કહી દીધું છે કે હવે સિક્કા તેમની પાસે જમા કરાવવા માટે ન લાવવા. 

આ પણ વાંચો:

બેંકોનું કહેવું છે કે શિરડી મંદિરમાંથી મોટી સંખ્યામાં સિક્કા આવે છે જેને ગણવાથી લઈને જમા કરવાની પ્રક્રિયા વ્યવહારિક નથી. તેમાં સમય પણ જાય છે અને હવે સિક્કા એટલા હોય છે કે તેને સાચવવા પણ સમસ્યા બની જાય છે. શિરડી મંદિરમાં જે મોટું દાન જમા થાય છે તેમાંથી મોટાભાગની રકમ આ રીતે નાના નાના સિક્કા તરીકે જમા થાય છે. પરંતુ હવે સ્થિતિ એવી છે કે શેરડીની બેંકો પાસે આટલા સિક્કા રાખવા માટેની જગ્યા પણ નથી.

અત્યાર સુધીમાં સંસ્થાને ચાર બેંકોએ સિક્કા ગણીને જમા કરવા માટે ના કહી દીધી છે. સાઈ સંસ્થાન સાડા ત્રણ કરોડ રૂપિયાથી વધારે ના સિક્કા બેંકમાં જમા કરાવવા માટે પરેશાન થઈ રહ્યું છે. પરંતુ આટલી મોટી સંખ્યામાં સિક્કા ગણી અને જમા કરવા માટે બેંક તૈયાર નથી. શેરડીની બેંકો જ નહીં પરંતુ આસપાસના જિલ્લાની બેંકોનો પણ સંપર્ક કરવામાં આવ્યો પરંતુ ત્યાંથી પણ જવાબ ના માં મળ્યો છે. તેવામાં હવે શિરડી સાંઈ સંસ્થાન રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો સંપર્ક કરવાના પ્રયત્નો કરી રહી છે. 

શિરડીમાં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. અહીંની દાનપેટીમાં તેઓ યથાશક્તિ રકમ દાન કરે છે જે સિક્કા તરીકે હોય છે. દાનની રકમ અઠવાડિયામાં સાત લાખ રૂપિયા અને વર્ષમાં 3.30 થી 4 કરોડ રૂપિયા જેટલી થઈ જાય છે. પરંતુ હવે આ સિક્કાને જમા કરવા માટે ચાર બેંકો ના કરી ચૂકી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news