VAT વિભાગના ખાતા હેક કરી ચોપડ્યો 250 કરોડનો ચૂનો, 8,000 બિઝનેસમેન નિશાના પર
દિલ્હી સરકારના વેપાર અને ટેક્સ વિભાગ (વેટ)ને સાઇબર હેકર્સે મોટો ચૂનો ચોપડ્યો છે. હેકર્સે વેટ વિભાગના પાસવર્ડ અને ટેક્સ જમા થનાર 13 બેંક એકાઉંટ હેક કરીને 262 કરોડ રૂપિયાનો ટેક્સ ચોરી કરી લીધો છે. દિલ્હીના નાણા મંત્રી મનીષ સિસોદિયાએ આ સનસનીખેજ કર્યો છે. દિલ્હી સરકારે દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખામાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.
મનીષ સિસોદિયાએ મીડિયાને જણાવ્યું હતું કે સાઇબર એક્સપર્ટની મદદથી આ મામલે ખુલાસો થયો છે. તેમણે જણાવ્યું કે તપાસમાં આ વાત સામે આવી છે કે ટેક્સની આ ચોરી વર્ષ 2013થી ચાલી રહી હતી. તેમણે કહ્યું કે ટેક્સ ચોરીનો આ પોતાનામાં અનોખો અને ગંભીર મુદ્દો છે.
એપ્રિલથી નવેમ્બર દરમિયાન 12,000 કરોડ રૂપિયાની GST ચોરી, CBIC એ કર્યો ખુલાસો
3 મહિનાથી ચાલી રહી હતી તપાસ
દિલ્હીના ડેપ્યુટી સીએમ અને નાણામંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું કે 3 મહિના બાદ વેપાર અને ટેક્સ વિભાગને આ ચોરી વિશે ફરિયાદ મળી હતી. ટેક્સ ચોરીની સૂચના પર તેમણે બેંક સાથે મળીને તપાસ કરી તો ખબર પડી કે ટેક્સના રૂપમાં જે પૈસા ખાતામાં જમા કરવામાં આવી રહ્યા છે તે સરકારી ખાતામાં પહોંચી રહ્યા નથી, જ્યારે તેને બેંકના ખાતામાં દર્શાવવામાં આવી રહ્યા છે.
BIG NEWS: પેટ્રોલ-ડીઝલમાં મળી મોટી રાહત, પેટ્રોલ 10.76 રૂપિયા થયું સસ્તુ
8760 બિઝનેસમેન નિશાના પર
મનીષ સિસોદિયાએ જણાવ્યું કે ટેક્સ ચોરીનો આ ખેલ ગત 6 વર્ષોથી ચાલી રહ્યો છે. શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું કે અત્યાર સુધી બનાવટી લેણદેણમાં 8760 બિઝનેસમેનની ભૂમિકા સંદિગ્ધ જોવા મળી રહી છે. આ બિઝનેસમેનોએ સપ્ટેમ્બર 2013થી અત્યાર સુધી 31 હજારથી વધુ બનાવટી લેણદેણ દ્વારા 262 કરોડ રૂપિયાથી વધુની ટેક્સ ચોરી કરી છે. તેમણે જણાવ્યું કે હવે તો સમગ્ર તપાસ પછી સાચી તસવીર સામે આવશે.
બાળકોની ટ્યૂશન ફીને ના સમજો ખર્ચ, બચાવશે તમારા 3 લાખ રૂપિયા
કેવી રીતે થાય છે આ ખેલ
વેટ વિભાગે જણાવ્યું કે આરોપી ઉદ્યોગપતિઓએ વેટ વિભાગના લોગઇન પાસવર્ડ અને ટેક્સના પૈસા જમા થનાર 13 બેંક એકાઉંટ હેક કર્યા હતા. શંકાસ્પદ ઉદ્યોગપતિઓ પાસવર્ડ દ્વારા વેટ વિભાગના ખાતામાં પૈસા જમા કરાવ્યા વિના તેની એંટ્રી કરી દેતા હતા. જેથી ખાતામાં તો ટેક્સ જમા થયેલો બતાવતો હતો, પરંતુ હકિકતમાં પૈસા જમા કરાવ્યાની એંટ્રી કરી દેતા હતા. જેથી ખાતામાં તો ટેક્સ જમા બતાવતો હતો, પરંતુ હકિકતમાં પૈસા કરાવવામાં આવ્યા ન હતા. વિભાગે અધિકારીઓને જણાવ્યું કે આ આખો ખેલ દિલ્હી વેલ્યૂ એડેડ ટેક્સ ડિપાર્ટમેંટમાં રજિસ્ટર્ડ ઉદ્યોગપતિ દ્વારા કરવામાં આવતો હતો. વેટ વિભાગના વિભિન્ન 27 બેંકોમાં ખાતા છે, જેમાંથી 13 બેંક એકાઉંટમાં ગોટાળો જોવા મળ્યો છે.