Bloomberh Billionaire List: છેલ્લા પાંચ દિવસમાં દુનિયાના ટોપ-10 ધનવાનોની સાથે-સાથે અદાણી-અંબાણીની સંપત્તિ અને રેન્કિંગ પર મોટો ફેરફાર જોવા મળ્યો છે. રિલાયન્સ અને જિયો ફાઈનાન્શિયલ સર્વિસેઝના શેરના ઘટાડાની અસર મુકેશ અંબાણીની સંપત્તિ અને રેન્ક પર પડી છે. તે બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સના 11માં સ્થાનથી ખસીને 12માં સ્થાને આવી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અદાણી ગ્રુપની કંનીઓના શેરમાં શુક્રવારે આવેલા ઘટાડાએ અદાણીની કમાણી ઘટાડી છે. અદાણીની સંપત્તિનું મૂલ્ય 1.07 અબર ડોલર ઘટી 64.1 અબજ ડોલર રહી ગયું છે. આ સમયે અદાણી 18માં સ્થાન પર છે. સંપત્તિમાં આવેલા ઘટાડા છતાં એશિયાના બીજા સૌથી ધનીકના રૂપમાં અદાણીની સ્થિતિ વધુ મજબૂત બની છે. આ સ્થાન પર ઘણા મહિના સુધી રહેલા ચીનના અબજોપતિ ઝોંગ શાનશાન હવે અદાણીથી પાંચ સ્થાન નીચે છે. ઝોંગની સંપત્તિ 59.5 અબજ ડોલર રહી ગઈ છે. એશિયાના સૌથી મોટા ધનીકના રૂપમાં મુકેશ અંબાણીનો દબદબો હજુ પણ યથાવત છે. 


31000% વધી ગયો આ નાનો શેર, 10 હજાર રૂપિયાના બનાવી દીધા 3100000 રૂપિયા


મસ્કની સંપત્તિ વધી, પુતિન 47માં સૌથી ધનીક
ધનીકોના લિસ્ટમાં ટોપ પર રહેલા ટેસ્લાના સીઈઓ એલન મસ્કની સંપત્તિ એક દિવસમાં 6.11 અબજ ડોલર વધી છે. હવે મસ્ક 211 અબજ ડોલરની સાથે પ્રથમ સ્થાન પર છે. બીજા નંબર પર ફ્રાન્સના બિઝનેસમેન બર્નાર્ડ અર્નાલ્ટ છે, જેની પાસે 182 અબજ ડોલરની નેટવર્થ છે. જેફ બેજોસ પણ ત્રીજા સ્થાને છે અને તેની પાસે 157 અબજ ડોલરની સંપત્તિ છે. ચોથા નંબરથી વર્ષોથી રાજ કરી રહેલા બિલ ગેટ્સ ખસીને પાચંમાં સ્થાને આવી ગયા છે. તેમનું સ્થાન લૈરી એલિસને લીધુ છે. લૈરી એલિસનની પાસે 129 અને બિલ ગેટ્સની પાસે 127 અબજ ડોલરની સંપત્તિ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube