કોણ છે ગુજરાતી કોરિયોગ્રાફર ઉર્વશી ચૌહાણ? ફિલ્મ 'પુષ્પા'માં અલ્લૂ અર્જુનને શીખવાડ્યા છે 'લટકા મટકા'

ફિલ્મ પુષ્પા 1 અને 2માં સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનને ડાન્સ શીખવાડનાર આસિસટન્ટ કોરિયોગ્રાફર ઉર્વશી ચૌહાણ મૂળ ભાવનગરના મહુવાની છે. તેણે અલગ અલગ ફિલ્મો, એડ્સ, આલ્બમોના નિર્દેશન તેમજ કોરિયોગ્રાફી કરી છે. ઉર્વશીએ ટેકનિકલી કેમેરા પાછળ કામ કર્યુ છે અને અર્જુને પણ ઉર્વશીના ટેલેન્ટની પ્રશંશા કરી હતી.

1/20
image

અલ્લૂ અર્જુન અને રશ્મિકા મંદાનાની 'ફિલ્મ પુષ્પા 2; ધ રૂલ' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પરંતુ શું તમને ખબર છે કે પુષ્પા 1 અને પુષ્પા 2 ફિલ્મમાં અલ્લુ અર્જુનને ડાન્સ શીખવાડનાર યુવતી મૂળ ગુજરાતની છે. 

2/20
image

જી હા... સાંભળીને તમારી છાતી ફૂલાઈ ગઈ ને... પરંતુ આ હકીકત છે. અલ્લુ અર્જુનને ડાંસ શીખવાડનાર છોકરી મૂળ ગુજરાતી છે અને તે ભાવનગરની વતની છે. જેનું નામ ઉર્વશી ચૌહાણ છે, પરંતુ તે સોશિયલ મીડિયામાં 'ઉર્વશી અપસરા'થી ઓળખાય છે

ઉર્વશી ચૌહાણે ગુજરાતનું વધારી દીધું ગૌરવ

3/20
image

અલ્લુ અર્જુનને ડાંસ શીખવાડનાર ઉર્વશી ચૌહાણ મૂળ ભાવનગરના મહુવાની છે. જેણે ગુજરાતનું ગૌરવ વધારી દીધું છે. ઉર્વશી ચૌહાણ પુષ્પા સીરિઝની ફિલ્મના સોન્ગ ‘ઉ અંટવા’ અને ‘કિસિક’ ગીતની આસિસટન્ટ કોરિયોગ્રાફર છે, જેમાં તેણે અલ્લૂ અર્જુનને ડાન્સ શીખવાડ્યો છે.  

ઉર્વશી છેલ્લા 7 વર્ષથી આ ઈન્ડરસ્ટ્રીમાં કરે છે કામ

4/20
image

ઉર્વશી ચૌહાણ મૂળ ભાવનગરના મહુવાની છે, પરંતુ તેણે ફિલ્મ ઈન્ડરસ્ટ્રીમાં કામ કરતી હોવાથી તે હાલ મુંબઈમાં રહે છે. ઉર્વશી છેલ્લા 7 વર્ષથી આ ઈન્ડરસ્ટ્રીમાં કામ કરે છે.

અર્જુને પણ ઉર્વશીના ટેલેન્ટની પ્રશંશા કરી

5/20
image

અલ્લુ અર્જુનને ડાંસ શીખવાડનાર ઉર્વશી ચૌહાણે અનેક ફિલ્મોમાં કોરિયાગ્રાફ કર્યું છે. તેના કરિયરની વાત કરીએ તો ઉર્વશી ચૌહાણે અલગ અલગ ફિલ્મો, એડ્સ, આલ્બમોના નિર્દેશન તેમજ કોરિયોગ્રાફી કરી છે. ઉર્વશી હંમેશાં ટેકનિકલી કેમેરા પાછળ કામ કર્યુ છે. અલ્લૂ અર્જુને પણ ઉર્વશીના ટેલેન્ટની પ્રશંશા કરી હતી.

પિતા જીતુભાઈને છે ઓટોમોબાઈલ બિઝનેસ

6/20
image

ઉર્વશી ચૌહાણ ત્રણ પેઢીથી મુંબઈમાં રહે છે. તેના પિતા જીતુભાઈ ચૌહાણ  મુંબઈમાં ઓટોમોબાઈલ બિઝનેસ સાથે સંકળાયેલા છે.

ઉર્વશીને હવે અભિનેત્રી તરીકે વધવું છે આગળ!

7/20
image

ઉર્વશીએ પોતાના ઈન્ટરવ્યૂમાં જણાવે છે કે હવે તેણે એક્ટર તરીકે આ ઈન્ડરસ્ટ્રીમાં આગળ વધવું છે અને તેના માટે તે કોશિશ કરી રહી છે. 

8/20
image

તે જણાવે છે કે ફિલ્મ ઈન્ડરસ્ટ્રીઝમાં રોજ નવા નવા કલાકારો, મોટા વ્યક્તિઓને મળીને ઘણું શીખી છે. તેણે ઉમેર્યું હતું કે ગુજરાતી સંસ્કૃતિમાં એક દીકરી તરીકે ડાન્સમાં જવું ખુબ પડકારરૂપ હોય છે, પરંતુ મારા પરિવારમાંથી મને સંપૂર્ણ સહયોગ મળ્યો છે.

9/20
image

ફિલ્મના ટ્રેલરથી લઈને ફિલ્મના ગીતોએ ભારે ધૂમ મચાવી છે. હવે સવાલ એ છે કે શું 'પુષ્પાઃ ધ રૂલ' વર્ષ 2021માં રિલીઝ થયેલી 'પુષ્પાઃ ધ રાઇઝ'ને ટક્કર આપી શકશે? જો તમારા મનમાં પણ આ સવાલ છે કે ફિલ્મ કેવી છે, તો અમે તમારા માટે ફિલ્મનો પહેલો રિવ્યૂ લઈને આવ્યા છીએ.

10/20
image

ઉલ્લેખનીય છે કે, અલ્લુ અર્જુન, રશ્મિકા મન્દાનાની ફિલ્મ પુષ્પા ટુ ધ રુલ ભારતમાં જ નહીં દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. 

11/20
image

5 ડિસેમ્બરે સિનેમા ઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ કમાણીના રેકોર્ડ તોડી રહી છે. બોક્સ ઓફિસ પર રિલીઝ થયા ના બે અઠવાડિયામાં જ ફિલ્મની કમાણી ભારતમાં 1000 કરોડથી વધારે અને દુનિયાભરમાં 1500 કરોડથી વધારે થઈ ચૂકી છે. 

12/20
image

મોટી સંખ્યામાં ચાહકો સિનેમા ઘરમાં આ ફિલ્મ જોવા ઉમટી રહ્યા છે. જોકે તેમ છતાં કેટલાક લોકો એવા છે જે આ ફિલ્મમાં ઘરમાં જોઈ શક્યા નથી. આવા લોકોમાં સૌથી વધુ લોકો એ હોય છે કે ફિલ્મ સિનેમા ઘરને બદલે ઓટીટી પ્લેટફોર્મ પર જોવાનું પસંદ કરે છે. 

13/20
image

મોટાભાગે ફિલ્મ રિલીઝ થયાના થોડા જ દિવસોમાં ઓટીટી પ્લેટફોર્મ પર તે રિલીઝ થઈ જતી હોય છે. તેથી પુષ્પા 2 ને લઈને પણ લોકોમાં આતુરતા છે કે આ ફિલ્મ ઓટીટી પર ક્યારે રિલીઝ થશે ? ફિલ્મની ઓટીટી રિલીઝને લઈને અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી હતી જેના પર ફિલ્મ  મેકર્સે પૂર્ણવિરામ મૂકી દીધું છે. 

14/20
image

ફિલ્મ મેકર્સ તરફથી પુષ્પા 2 ના ઓટીટી રીલીઝને લઈને મોટો ખુલાસો કરી દેવામાં આવ્યો છે. ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી કે 9 જાન્યુઆરી 2025 ના રોજ પુષ્પા ફિલ્મ ઓટીટી પર સ્ટ્રીમ થઈ જશે. પરંતુ ફિલ્મ મેકર્સે આ વાતને નકારી છે અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. 

15/20
image

પુષ્પા 2 ફિલ્મના પ્રોડક્શન હાઉસ તરફથી આધિકારીક એક્સ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ફિલ્મ 56 દિવસ સુધી કોઈ જ ઓટીટી પર ઉપલબ્ધ નહીં હોય. પુષ્પા 2 ફિલ્મ હાલ સિનેમા ઘરોમાં જ જોઈ શકાશે. 56 દિવસ સુધી ફિલ્મ કોઈપણ ઓટીટી પ્લેટફોર્મ પર જોવા નહીં મળે. 

16/20
image

સુકુમારના ડાયરેક્શનમાં બનેલી પુષ્પા 2 ફિલ્મ 2021 માં આવેલી પુષ્પા ધ રાઇઝ ફિલ્મની સિક્વલ છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન ફરી એક વખત પુષ્પ રાજ અને રશ્મિકા શ્રીવલ્લીના પાત્રમાં જોવા મળે છે. 

17/20
image

પુષ્પા 2 ફિલ્મ અલગ અલગ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે જેમાં સૌથી વધુ કમાણી હિન્દી વર્ઝનમાં થઈ રહી છે. પુષ્પા 2  ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણી 1500 કરોડથી વધારેની હોવાનું સામે આવ્યું છે.

18/20
image

19/20
image

20/20
image