Reliance Jio IPO date : દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને લઈને મોટી ખબર સામે આવી છે. વિદેશની બ્રોકરેજ ફર્મ જેફરીઝે (Jefferies) ગુરુવારે 11 જુલાઈના રોજ એક રિપોર્ટમાં મુકેશ અંબાણીની જિયોને લઈને મોટો ખુલાસો કર્યો છે. 


  • કેલેન્ડર યર 2025 માં થઈ શકે છે રિલાયન્સ જિયોનું લિસ્ટીંગ

  • મુકેશ અંબાણીની પાસે આઈપીઓ કે સ્પિન ઓફનો વિકલ્પ છે

  • આગામી મહિને રિલાયન્સની એજીએમમાં સ્પષ્ટતા થઈ શકે છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેફરીઝના જણાવ્યા અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ (Reliance Jio IPO) નો આઈપીઓ આગામી વર્ષે આવી શકે છે. આ એક મેગા IPO હશે. તેમાં કંપનીની વેલ્યુએશન 9.35 લાખ કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. આ આંકલન આજના ડોલરના ભાવ ( એક ડોલર- 83.49 રૂપિયા) ના આધાર પર કરવામાં આવ્યું છે. 


ક્યારે આવશે Reliance Jio નો IPO
રિપોર્ટના જણાવ્યા અનુસાર, વર્ષ 2025 માં રિલાયન્સ જિયો 112 અરબ ડોલરના વેલ્યુએશન પર લિસ્ટીંગ થઈ શકે છે અને તેનાથી રિલાયન્સના શેરમા 7 થી 15 ટકા સુધીનો ઉછાળો આવી શકે છે. આ ઉપરાંત જેફરીઝે કહ્યું કે, સમગ્ર રિલાયન્સ જિયોની IPO ઓફર ફોર સેલ OFS) હોઈ શકે છે. જેના દ્વારા માઈનોરિટી શેરધારક કંપનીના શેરોમાં પોતાની હિસ્સેદારી વેચી શકે છે.


46 વર્ષ બાદ ખુલશે પુરીનો ખજાનો, રત્ન ભંડારની રક્ષા કરતો કોબ્રા બન્યો મોટું રહસ્ય 


રિપોર્ટ અનુસાર, જિયોના આઈપીઓનું ધમાકેદાર લિસ્ટીંગ થઈ શકે છે. આ વચ્ચે કંપનીએ મોબાઈલ ટેરિફમાં વધારાની સાથે જ પોતાના 5G વેપારને આગળ વધારાની દિશામાં પહેલ કરી છે. જાણકારોના અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગામી મહિનામાં સંભવિત AGM માં જિયોના આઈપીઓ વિશે સ્પષ્ટતા કરવામાં આવી શકે છે. 


આ પ્લાન હોઈ શકે છે 
લિસ્ટીંગ બાદ જિયો ટેલિકોમમાં રિલાયન્સની હિસ્સેદારી ઘટીને 33.3% રહી જશે. જ્યારે કે જિયો ફાઈનાન્શિયલના મામલામાં રિલાયન્સની હિસ્સેદારી લિસ્ટીંગ પર 45.8% હતી. જિયોમાં 33.7% માઈનોરિટી સ્ટેકની સાથે રિલાયન્સ તેમાં 10 ટકા લિસ્ટ કરીને આઈપીઓની જરૂરિયાતને પૂરી કરી શકે છે. 


RIL ના શેરોમાં તેજી આવશે
આ વચ્ચે બ્રોકરેજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ના શેરો પર 'Buy' ના રેટિંગને યથાવત રાખ્યું છે, તેનો ટાર્ગેટ પ્રાઈઝ 3580 રૂપિયા પ્રતિ શેર સુધી નક્કી કરાયું છે. આ બુધવારે બંધ ભાવથી અંદાજે 13 ટકાથી વધુ રહ્યું છે, તો આ વર્ષે અત્યાર સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં અંદાજે 22 ટકા સુધીની તેજી આવી ચૂકી છે. 


બ્રોકરેજે કહ્યું કે, આ વાતની શક્યતા છે કે, રિલાયન્સ પહેલા સ્પિન ઓફ પ્રક્રિયાના દ્વારા જિયોને અલગ કરે અને પછી પ્રાઈઝ ડિસ્કવરી સિસ્ટમના માધ્યમથી તેને શેર બજારમાં લિસ્ટ કરાવે. ઘરેલુ અને વિદેશી બંને ઈન્વેસ્ટર્સ સ્પિન ઓફના માધ્યમથી જિયોના લિસ્ટીંગના પક્ષમાં છે. 


નોકરીઓ આપવામાં મોટા શહેરો કરતા નાના શહેરો આગળ નીકળ્યા, ગુજરાતના 3 શહેરો ટોચમાં