46 વર્ષ બાદ ખુલશે પુરીનો ખજાનો, રત્ન ભંડારની રક્ષા કરતો કિંગ કોબ્રા બન્યો મોટું રહસ્ય

Jagannath Puri Mandir: 46 વર્ષ બાદ પુરીના જગન્નાથ મંદિરના અંદરના કક્ષમાં રાખવામા આવેલો ખજાનો ખૂલવા જઈ રહ્યો છે, છેલ્લે 1978 માં આ ખજાનો ખોલીને તેનુ લિસ્ટ બનાવાયું હતુ, ત્યારે 14 જુલાઈએ ફરીથી મંદિરનો ખજાનો બહાર આવશે

46 વર્ષ બાદ ખુલશે પુરીનો ખજાનો, રત્ન ભંડારની રક્ષા કરતો કિંગ કોબ્રા બન્યો મોટું રહસ્ય

Ratna Bhandar : કહેવામાં આવે છે ભારતના પ્રાચીન મંદિરોમાં આજે પણ સોના-ચાંદીનો અમૂલ્ય ખજાનો છે, જેની રક્ષા સાપ કરે છે. એવી માન્યતાઓને જોતા જગન્નાથ મંદિર ટ્રસ્ટે 14 જુલાઈના રોજ ખોલવામાં જઈ રહેલા રત્ન ભંડાર માટે કુશળ સપેરાઓને શોધવાનું કામ શરૂ કર્યું છે. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન એવી વ્યવસ્થા કરી રહ્યુ છે કે, જ્યારે 14 જુાલઈના રોજ રત્ન ભંડારનો ખજાનો ખોલવામા આવશે, ત્યારે ત્યાં મદારી હાજર હોય, જેથી લોકોની સુરક્ષા થઈ શકે. આ સાથે જ ડોક્ટરોની ટીમ પણ ત્યાં હાજર રહેશે. 

પુરીના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરનુ રત્ન ભંડાર (ખજાનો) 46 વર્ષ બાદ ખુલવા જઈ રહ્યો છે. ઓરિસ્સા સરકારે મોટો નિર્ણય લેતા 14 જુલાઈના રોજ તેને ખોલવાની જાહેરાત કરી છે. સરકાર તરફથી બનાવેલી હાઈલેવલ કમિટી મંદિરની અંદર રાખવામા આવેલા ખજાનાની તપાસ કરશે અને બહુમૂલ્ય રત્નોનું લિસ્ટ બનાવીને સરકારને સોંપશે. સમિતિના અધ્યક્ષ ન્યાયમૂર્તિ વિશ્વનાથ રથે મંગળવારે અન્ય સદસ્યોની સાથે બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે, 14 જુલાઈના રોજ આંતરિક રત્ન ભંડાર ખોલવાનો સર્વસંમતિથી નિર્ણય લેવાયો છે. અમે પૂરતી તૈયારી કરી લીધી છે. 

સદીઓથી ભક્તો અને રાજાઓ દ્વારા દાન કરવામાં આવેલ દેવતા - હિન્દુ દેવતાઓ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાના બહુમૂલ્ય આભૂષણ 12 મી શતાબ્દીના આ મંદિરના રત્ન ભંડારમાં જમા કરાયેલા છે. આ રત્ન ભંડાર અંદરની બાજુ છે, અને તેની અંદર બે રૂમ છે. આંતરિક રૂમ અને બહારનો રૂમ. જ્યારે દેવતાઓને સ્વર્ણ પોષાક પહેરાવવમા આવતા હતા, ત્યારે બહારનો કક્ષ ખોલવામાં આવતો હતો. દર વર્ષે જગન્નાથ મંદિર યાત્રા દરમિયાન એક પ્રમુખ અનુષ્ઠાન હોય છે. પ્રમુખ તહેવારો દરમિયાન તેને ખોલવામા આવે છે. આ પહેલા 1978 માં રત્ન ભંડારમા જમા કરાયેલ ખજાનાનુ લિસ્ટ બનાવવામાં આવતું હતુ. પર્તુ જ્યારે 1985 માં જ્યારે તેને ખોલવામા આવ્યો હતો, ત્યારે કોઈ લિસ્ટ બનાવાયું ન હતું. 

ખજાનામાં શુ શું છે
શ્રી જગન્નાથ મંદિરના રત્ન ભંડારની છેલ્લી એન્ટ્રી 1978 માં થઈ હતી. અંદરના કક્ષમાં મૂકાયેલા આભૂષણોનો ક્યારેય ઉપયોગ કરાયો નથી. પરંતુ બહારના કક્ષના આભૂષણોનો હંમેશા ઉપયોગ કરાયો છે. તેને તહેવારો પર બહાર કાઢવામાં આવે છે. ગત રિપોર્ટ અનુસાર, અંદરના કક્ષમાં 50 કિલો 600 ગ્રામ સોનું અને 134 કિલો 50 ગ્રામ ચાંદી છે. બહારના કક્ષમાં 95 કિલો 320 ગ્રામ સોનું અને 19 કિલો 480 ગ્રામ ચાંદી છે. તો વર્તમાન કક્ષમાં 3 કિલો 480 ગ્રામ સોનું અને 30 કિલો 350 ગ્રામ ચાંદી છે. 

કેમ ખોલવામાં આવી રહ્યો છે થજાનો
1978 બાદ 1985 માં પણ રત્ન ભંડારના અંદરના કક્ષને ખોલવામાં આવ્યુ હતું. પરંતુ તે સમયે તેનું સમારકામ કરવામાં આવ્યુ હતું, કોઈને એન્ટ્રી આપવામાં આવી ન હતી. બાદમાં મંદિર પ્રશાસને બે વાર અદરના કક્ષને ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતું શ્રદ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચાડવાના ડરથી તેને પરત ખેંચી લેવાયુ હતું. છેલ્લે 4 એપ્રિલ, 2018 ના રોજ અંદરનો કક્ષ ખોલવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ત્યારે ચાવી મળી ન હતી.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news