નવી દિલ્હીઃ તહેવારોની સીઝન આવવાની સાથે ધીમે-ધીમે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. આજે સોની બજારમાં સાંદી સપાટ સ્તર પર બંધ થઈ તો સોનાની કિંમતમાં વધારો થયો છે. જો તમે પણ સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો તમારા શહેરમાં ચાલી રહેલા સોનાના લેટેસ્ટ રેટ વિશે જાણી લેવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલું મોંઘુ થયું સોનું?
એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે દિલ્હીમાં સોનાની કિંમતોમાં 50 રૂપિયાનો વધારો થયો છે. આજે રાજધાનીમાં સોનાની કિંમત 61700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. પાછલા કારોબારમાં સોનું 61650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 


વાયદા બજારમાં સોનું
મજબૂત હાજર માંગને કારણે વાયદા કારોબારમાં આજે સોનાની કિંમત 8 રૂપિયાના સામાન્ય વધારા સાથે 60545 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી હતી. મલ્ટીકોમોડિટી એક્સચેન્જમાં ડિસેન્બરની ડિલિવરીવાળા સોનાના કરારમાં 14486 લોટનો કારોબાર થયો હતો. 


સપાટ સ્તર પર બંધ થઈ ચાંદી
સોની બજારમાં આજે ચાંદીની કિંમત સ્થિર રહી હતી. આજે ચાંદી 74500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. વાયદા કારોબારમાં આજે ચાંદી 106 રૂપિયા ઘટી 71680 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ હતી. 


આ પણ વાંચોઃ 25 પૈસાનો શેર 250 રૂપિયાને પાર, એક મહિનામાં પૈસા કર્યાં ડબલ, હજુ પણ તેજીનો સંકેત


વિદેશી બજારોમાં સોનું ઘટાડા સાથે 1974 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી ઘટાડા સાથે 22.88 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ પર હતી. 


તમારા શહેરમાં શું છે 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત?
દિલ્હીમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનાનો ભાવ 61950 રૂપિયા છે.
મુંબઈમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનાનો ભાવ 61800 રૂપિયા છે.
કોલકત્તામાં 24 કેરેટ, 10 ગ્રામ સોનાનો ભાવ 61800 રૂપિયા છે. 
ચેન્નઈમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનાનો ભાવ 61690 રૂપિયા છે.
હૈદરાબાદમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનાનો ભાવ 61800 રૂપિયા છે.
ચંદીગઢમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનાનો ભાવ 61950 રૂપિયા છે.
જયપુરમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનાનો ભાવ  61950 રૂપિયા છે.
પટનામાં 24 કેરેટ, 10 ગ્રામ સોનાનો ભાવ 61850 રૂપિયા છે.
લખનઉમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનાનો ભાવ 61950 રૂપિયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube