25 પૈસાનો શેર 250 રૂપિયાને પાર, એક મહિનામાં પૈસા કર્યાં ડબલ, લાંબા ગાળે આપ્યું 1,00000 ટકાનું રિટર્ન

આ સ્ટોકે લાંબા સમયમાં પોતાના ઈન્વેસ્ટરોને  1,00000 ટકા રિટર્ન આપ્યું છે. તેની ગણતરી કરવામાં ગમે તે અટવાય જશે. એક સમયે આ શેરનો ભાવ 25 પૈસા હતો પરંતુ આજે તેની કિંમત 250 રૂપિયા છે. 

1/5
image

શેરબજારમાં મલ્ટીબેગર શેરની ભરમાર છે. આ સ્ટોક્સે ઈન્વેસ્ટરોની સંપત્તિ એક-બે કે 10 ગણી નહીં પરંતુ હજારો ગણી વધારી દીધી છે. અમે તમને એક એવા સ્ટોક વિશે જણાવી રહ્યાં છીએ, જેનું રિટર્ન જાણી તમને વિશ્વાસ નહીં થાય.

2/5
image

આ ખિતાબ મળ્યા બાદ કંપનીના શેરમાં તોફાની તેજી આવી છે. માત્ર 1 મહિનામાં આ સ્ટોકે ઈન્વેસ્ટરોના પૈસા ડબલ કરી દીધા છે. 25 સપ્ટેમ્બરે આ શેર 113 રૂપિયાના ભાવ પર હતો અને હવે 254 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. એટલું જનહીં આ શેર 312 રૂપિયાનો હાઈ લગાવી ચુક્યો છે.   

3/5
image

જો તેના ઐતિહાસિક રિટર્નની વાત કરીએ તો આ શેર 1997માં 25 પૈસા પર કારોબાર કરી રહ્યો હતો, પરંતુ તેની કિંમત હવે 250 રૂપિયાથી વધુ છે, એટલે કે આ સ્ટોકે 25 વર્ષના સમયગાળામાં 1,00000 ટકાનું રિટર્ન આપ્યું છે. 

4/5
image

એક વર્ષના સમયગાળામાં પણ પિકૈડિલી એગ્રો લિમિટેડના સ્ટોકે ઈન્વેસ્ટરોની મૂડી 5 ગણી વધારી છે. ઓક્ટોબર 2022માં આ કંપનીના શેર 46 રૂપિયા પર મળી રહ્યાં હતા. પિકૈલિડી એગ્રો લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલી વ્હિસ્કી ભારત સિવાય 17 દેશોમાં પણ ઉપલબ્ધ છે. આ સિવાય કંપની સુગર અને ડિસ્ટિલરી સેગમેન્ટમાં કારોબાર કરે છે. 

5/5
image

ડિસ્ક્લેમરઃ અહીં શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારના રોકાણમાં જોખમ હોય છે, એટલે તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો.