નવી દિલ્હીઃ બીએલએસ ઈ-સર્વિસ (BLS E-Services IPO) નો આઈપીઓ 30 જાન્યુઆરીએ ઈન્વેસ્ટરો માટે ઓપન થશે. રોકાણકારો 1 ફેબ્રુઆરી સુધી તેમાં દાવ લગાવી શકે છે. એન્કર ઈન્વેસ્ટર્સ તેમાં 29 જાન્યુઆરીથી દાવ લગાવી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઈશ્યૂ બુક-બિલ્ડિંગ પ્રોસેસના માધ્યમથી બનાવવામાં આવી રહ્યો છે, જ્યાં ઓફરના 75%  ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (qualified institutional buyers)માટે, 10 ટકા રિટેલ ઈન્વેસ્ટર્સ માટે (retail investors)અને 15 ટકા બિન-સંસ્થાકિય ઈન્વેસ્ટરો  (non-institutional investors)માટે રિઝર્વ છે.


આ ઈસ્યુમાં BLS ઈન્ટરનેશનલ શેરધારકો દ્વારા સબસ્ક્રિપ્શન માટે 23.03 લાખ સુધીના શેરનું રિઝર્વેશન સામેલ છે. કંપનીએ BLS ઇન્ટરનેશનલ શેરધારકોના આરક્ષણ માટે શેર દીઠ રૂ. 7નું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે.


બીએલએસ ઈ-સર્વિસેઝ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ
કંપનીએ 129-135 રૂપિયાની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે અને ઈન્વેસ્ટર એક લોટમાં 108 શેર માટે બોલી લગાવી શકે છે. 


આ પણ વાંચોઃ આ છે ભારતના 10  ધનવાન ખેડૂત, કમાણી જાણીને તમે પણ વિચારમાં પડી જશો


માત્ર નવા શેર જારી થશે
BLS-E સર્વિસીસ લિમિટેડના આ ઈસ્યુ હેઠળ, માત્ર નવા સ્ટોક જ જારી કરવામાં આવશે, જેનો અર્થ છે કે કોઈ પણ વર્તમાન શેરધારક આ ઈસ્યુના વેચાણની ઓફર દ્વારા તેનું હોલ્ડિંગ ઘટાડશે નહીં. BLS ઇ-સર્વિસીસ IPOમાં લિસ્ટેડ બિઝનેસ BLS ઇન્ટરનેશનલ સર્વિસિસની પેટાકંપની દ્વારા રૂ. 2,30,30,000 કરોડના ઇક્વિટી શેરનો તાજો ઇશ્યૂ સામેલ છે. કંપનીએ શેર દીઠ રૂ. 125ના ભાવે 11 લાખ ઇક્વિટી શેરનું પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ કર્યું છે અને રૂ. 13.75 કરોડ ઊભા કર્યા છે. તેથી, ઇક્વિટી શેરના તાજા ઇશ્યુનું કદ ઘટાડીને 2,30,30,000 ઇક્વિટી શેર કરવામાં આવ્યું છે.


કંપની શું કરે છે
BLS ઈ-સર્વિસ ભારતમાં મોટી બેંકોને બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેવાઓ, સુવિધાયુક્ત ઈ-સેવાઓ અને ભારતમાં ગ્રાસરુટ ઈ-ગવર્નન્સ સેવાઓ પૂરી પાડે છે. તેના મજબૂત નેટવર્ક દ્વારા, BLS આવશ્યક જાહેર ઉપયોગિતા સેવાઓ, સામાજિક કલ્યાણ યોજનાઓ, આરોગ્યસંભાળ, નાણાકીય, શૈક્ષણિક, કૃષિ અને બેંકિંગ સેવાઓની ડિલિવરી માટે સરકારો (G2C) અને વ્યવસાયો (B2B) માટે એક્સેસ પોઇન્ટ પ્રદાન કરે છે. BLS ઇન્ટરનેશનલ સહિતના પ્રમોટર્સ BLS ઇ-સર્વિસિસમાં 92.28 ટકા હિસ્સો ધરાવે છે અને બાકીનો 7.72 ટકા હિસ્સો શેરધારકો પાસે છે. જેમાં સુનાભ કન્સલ્ટન્સીનો પણ સમાવેશ થાય છે, જે 6.1 ટકા હિસ્સો ધરાવે છે.


શું છે તેનો જીએમપી
બીએલએસ ઈ-સર્વિસ લિમિટેડના શેરની ગ્રે માર્કેટમાં ડિમાન્ડ જોવા મળી રહી છે. બુધવારે ગ્રે માર્કેટ પ્રીમિયમ 100થી 103 રૂપિયા જોવા મળી રહ્યું છે. એટલે કે કંપનીના શેર ઈન્વેસ્ટરોને 75 ટકાથી વધુનો ફાયદો કરાવી શકે છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ કોઈ શેરનું તે મૂલ્ય દર્શાવે છે જે ઈન્વેસ્ટર ઈશ્યૂ પ્રાઇઝથી ઉપર ચુકવવા ઈચ્છે છે.