નવી દિલ્હી/મ્યુનીચઃ જર્મનીની લક્ઝરી કાર નિર્માતા કંપની BMW ગ્રુપ દ્વારા સમગ્ર વિશ્વમાં એન્જિનમાં આગના જોખમને પગલે 16 લાખ કાર પાછી મગાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી આધિકારીક પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે, "કેટલીક ડીઝલ કારમાં એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન(EGR) કૂલમાંથી ગ્લાકોલ લીકેજની કેટલીક ખામી રહી ગયાનું જાણમાં આવ્યું છે. સામાન્ય રીતે ઉચ્ચ તાપમાનની સ્થિતીમાં EGR મોડ્યુલમાં કેટલાક તણખા ઝરી રહ્યા છે. આ કારણે જ્વલ્લે જ બનતા કિસ્સામાં ઈન્ટેક મેનિફોલ્ડમાં પ્રવાહી પીગળી જઈ શકે છે અને તેના કારણે કોઈક કિસ્સામાં આગળ લાગી શકે છે."


આ કારણે BMW ગ્રુપ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે EGR મોડ્યુલનું ચેકિંગ કરવામાં આવે અને જે કારમાં કોઈ ફોલ્ટ રહી ગયો હોય તો તેને બદલી આપવામાં આવે. 


શરૂઆતમાં યુરોપિયન અને એશિયન દેશોમાં ઓગસ્ટ 2018થી અભિયાન શરૂ કરીને 4,80,000 BMW  ડીઝલ કારને પાછી બોલાવાશે. ત્યાર બાદ સમગ્ર વિશ્વનમાં આ ટેક્નીકલ કેમ્પેઈન ચલાવાશે અને ઓગસ્ટ-2010થી ઓગસ્ટ-2018 દરમિયાન વેચવામાં આવેલી તમામ BMW કારને પાછી બોલાવીને તેની ચકાસણી કરાશે. 


કંપની આ અભિયાન દ્વારા આ અત્યંત નગણ્ય એવા જોખમને દૂર કરવાનો પ્રયાસ કરશે. આ વ્હિકલ ચકાસણી અભિયાનમાં સેલ્સ નેટવર્ક દ્વારા કંપની ગ્રાહકોનો સંપર્ક કરશે.