નવી દિલ્હી: ભારતના યુવાનોમાં સ્પોર્ટ્સ બાઈકનો ક્રેઝ વધી રહ્યો છે. જેને જોતા બાઈક કંપનીઓ શાનદાર અને આધુનિક ફીચર્સ સાથે સ્પોર્ટ્સ બાઈક લોન્ચ કરી રહી છે. તેવામાં BMW પોતાની અપડેટેડ G310RR સ્પોર્ટ્સ બાઈક લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ એક મિડ-લેવલ સ્પોર્ટ્સ બાઈક હશે. નવી BMW G310RR ના સ્ટાન્ડર્ડ વેરિયન્ટની એક્સ શોરૂમ કિંમત 2.85 લાખ રૂપિયા અને સ્ટાઈલ સ્પોર્ટ વેરિયન્ટ માટે 2.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે. BMW Motorrad Indiaની નવી ફુલી ફેયર્ડ સ્પોર્ટ બાઈક TVS Apache RR 310ની એન્ટ્રી લેવલ સ્પોર્ટ બાઈક પર આધારિત છે અને તેમાં સમ્માન ડિઝાઈન. ફીચર્સ અને સ્પેસિફિકેશન મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવો હશે લુક અને ડિઝાઈન
બાઈકના લુક અને ડિઝાઈન વિશે વાત કરીએ તો, G310RR TVS જેવી જ ફેયર્ડ ડિઝાઇનથી સજ્જ છે. જો કે, તેને ડોનર મોડલથી અલગ કરવા માટે એક નવી બાહ્ય પેઇન્ટેડ લિવરી અને 'BMW' લોગો મળે છે. કંપનીએ તેના ડિઝાઇન એલિમેન્ટ્સમાં કોઈ નોંધપાત્ર ફેરફાર કર્યા નથી. બાઈકનો આગળનો ભાગ ડ્યુઅલ-બીમ LED હેડલેમ્પ્સ, સ્પ્લિટ સીટ, લોઅર હેન્ડલબાર અને LED ટેલલાઇટ્સ સાથે પોઈન્ટી ટેલ એન્ડ ડિઝાઇન સાથે આવે છે. BMW વર્ઝન પણ એ જ એલોય વ્હીલ ડિઝાઇન સાથે આવે છે, જેમાં લાલ રંગની ફ્રેમ ફેયરિંગમાંથી બહાર આવે છે.


ભારતમાં લોન્ચ થશે iQoo 9T 5G, ડિઝાઈન અને ફીચર્સ જોઈ ઉડી જશે તમારા હોશ


એન્જિન અને પાવર
આ બાઈકમાં 313cc, સિંગલ-સિલિન્ડર એન્જિન મળે છે જે 33.5 bhp પાવર અને 28 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિન સ્લિપર ક્લચ સાથે 6-સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે. G310RR અને G310GS બાઈકમાં સમ્માન એન્જિન પ્લેટફોર્મ પર આધારિત છે.


વિદેશમાં નિકાસ કરવામાં આવશે
ભારતીય બજારમાં તેના લોન્ચ પછી, G310RR સ્પોર્ટ બાઇકને વિદેશમાં પણ નિકાસ કરવામાં આવશે જ્યાં કંપની પહેલેથી જ અસ્તિત્વમાં છે તે નેકેડ અને એડવેન્ચર બાઇકનું વેચાણ કરે છે. નવી બાઇકની જાહેરાત સાથે, BMW Motorrad India નાના, એન્ટ્રી-લેવલ બાઇક સેગમેન્ટમાં તેના વેચાણની સંખ્યા વધારવાની આશા રાખે છે, જે બાઇક નિર્માતાના વેચાણનો મુખ્ય ભાગ છે.


સૌથી વધુ યૂટ્યૂબ પર શું સર્ચ કરે છે યુવતીઓ? સાંભળીને કહેશો ઓ બાપ રે સાવ આવું!


સ્પર્ધા
BMW G310RR સબ-400cc સ્પોર્ટ બાઇક સેગમેન્ટમાં KTM 390 Duke, Kawasaki Ninja 300, અને TVS Apache RR 310 જેવી મોટરસાઇકલ સાથે સીધી સ્પર્ધા કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube