સૌથી વધુ યૂટ્યૂબ પર શું સર્ચ કરે છે યુવતીઓ? સાંભળીને કહેશો ઓ બાપ રે સાવ આવું!

ભારતમાં કુલ15 કરોડ ઈન્ટરનેટ યૂઝર્સમાંથી લગભગ 6 કરોડ મહિલાઓ ઓનલાઈન છે અને જીવનને સારું બનાવવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ મહિલાઓમાંથી લગભગ 75 ટકા મહિલાઓ 15થી 34 વર્ષના વર્ગની છે. પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે કે, છોકરીઓ યૂટ્યૂબમાં શું સર્ચ કરે છે. 

સૌથી વધુ યૂટ્યૂબ પર શું સર્ચ કરે છે યુવતીઓ? સાંભળીને કહેશો ઓ બાપ રે સાવ આવું!

નવી દિલ્હી: આજકાલ યૂટ્યૂબનો ક્રેઝ ખુબ જ વધી ગયો છે. કરોડો યૂટ્યૂબ ચેનલ બની ગઈ છે. જે લોકોને તમામ પ્રકારની જાણકારી આપે છે. શિક્ષણથી લઈને મનોરંજન જેવા તમામ વીડિયોઝ યૂટ્યૂબ ચેનલ પર જોઈ શકાય છે. આજકાલ મહિલાઓ પણ યૂટ્યૂબનો ખુબ જ ઉપયોગ કરે છે. હાલમાં જ એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ભારતમાં કુલ15 કરોડ ઈન્ટરનેટ યૂઝર્સમાંથી લગભગ 6 કરોડ મહિલાઓ ઓનલાઈન છે અને જીવનને સારું બનાવવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ મહિલાઓમાંથી લગભગ 75 ટકા મહિલાઓ 15થી 34 વર્ષના વર્ગની છે. પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે કે, છોકરીઓ યૂટ્યૂબમાં શું સર્ચ કરે છે. 

શોર્ટ વીડિયોઝઃ
છોકરીઓ યૂટ્યૂબ પર શોર્ટ વીડિયોઝ જોવાનું પસંદ કરતી હોય છે.હવે યૂટ્યૂબે પણ શોર્ટ્સ શરૂ કરી દીધા છે. યૂટ્યૂબ શોર્ટ્સ સિવાય અલગથી યૂટ્યૂબ પર ઈન્સ્ટાગ્રામ અને ટિકટોકના વીડિયો સર્ચ કરે છે.

ડેસ્ટિનેશન વેડિંગઃ
છોકરીઓ ગૂગલની સાથે સાથે યૂટ્યૂબ પર પણ ડેસ્ટિનેશન વેડિંગ સર્ચ કરે છે. આ સિવાય પ્રિ વેડિંગ ફોટો અને વીડિયોઝ જોવાનું પસંદ કરે છે.  યૂટ્યૂબ પર આ પ્રકારની અનેક ચેનલ બનેલી છે. જ્યાં તેમને આ પ્રકારના વીડિયો સરળતાથી મળી જાય છે.

મ્યૂઝિક વીડિયોઝઃ
Youtube Search રિપોર્ટ મુજબ, મ્યૂઝિક ટોપ ટ્રેંડંમાં રહે છે. ખાસ કરીને છોકરીઓ યૂટ્યૂબ પર મ્યૂઝિક વીડિયોઝ જોવાનું પસંદ કરે છે. છોકરીઓની સાથે સાથે છોકરાઓ પણ મ્યૂઝિક સાંભળે છે અને જુએ છે.

ક્રાફ્ટ આઈડિયાઃ
છોકરીઓને ક્રાફ્ટિંગનો શોખ હોય છે. એટલા માટે છોકરીઓ યૂટ્યૂબ પર ક્રાફ્ટ આઈડિયા સર્ચ કરે છે જે આઈડિયા તેમને પસંદ આવે તેને ઘરે તૈયાર કરે છે.

મેકઅપ અને ફેશન ટ્રેન્ડઃ
છોકરીઓને સુંદર અને બધાથી અલગ દેખાવાનો ખુબ જ શોખ હોય છે. એટલા માટે તેઓ યૂટ્યૂબ પર સૌથી વધારે ફેશન, ટ્રેંડ્સ, બ્યૂટી ટ્રીટમેન્ટ અને ઘરેલું નુસ્ખાઓ વિશે સર્ચ કરવાનું પસંદ કરે છે. છોકરીઓ યૂટ્યૂબ પર ફેશન અને મેકઅપ ટ્રેંડ્સ સર્ચ કરે છે. દેશ દુનિયામાં ફેશનને લઈને કયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે પ્રકારના વીડિયો જોવાનું છોકરીઓ પસંદ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news