Zeel-Sony Merger: ZEE Entertainment Enterprises Limited (ZEEL) ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે સોની પિક્ચર્સ નેટવર્ક ઈન્ડિયા (SPNI) અને ZEEL વચ્ચેના મર્જરને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સોની મર્જર બાદ બનનારી કંપનીમાં 11,605.94 કરોડનું રોકાણ કરશે. વિલય બાદ બનનારી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર (MD) અને CEO પદે યથાવત રહેશે. મર્જર બાદ ઝી એન્ટરટેઈન્મેન્ટ પાસે 47.07 ટકા ભાગીદારી રહેશે. સોની પિક્ચર્સ પાસે 52.93 ટકા ભાગીદારી રહેશે. મર્જર કંપનીને પણ શેર બજારમાં લિસ્ટ કરાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોર્ડ ડાયરેક્ટરને નોમિનેટ કરશે સોની ગ્રુપ
બંને કંપનીના ટીવી કારોબાર, ડિજિટલ એસેટ્સ, પ્રોડક્શન ઓપરેશન્સ અને પ્રોગ્રામ લાઈબ્રેરીને પણ મર્જ કરવામાં આવશે. ZEEL અને SPNI વચ્ચે એક્સક્લુઝિવ નોન બાઈન્ડિંગ ટર્મ શીટનો કરાર થયો છે. ડીલનો ડ્યૂ ડિલિજેન્સ આગામી 90 દિવસમાં પૂરો થશે. હાલના પ્રોમોટર ફેમિલી ઝી પાસે પોતાના શેરહોલ્ડિંગને 4 ટકાથી વધારીને 20 ટકા કરવાનો વિકલ્પ રહેશે. બોર્ડમાં મોટાભાગના ડાયરેક્ટરને નોમિનેટ કરવાનો અધિકાર સોની ગ્રુપ પાસે રહેશે. 


બોર્ડે કંપનાના નાણાકીય મામલાઓ ઉપરાંત ભવિષ્યમાં થનારા વિસ્તાર યોજના ઉપર પણ વાત કરી છે. બોર્ડે કહ્યું કે મર્જરથી શેર હોલ્ડર અને ભાગીદારોના હિતોને કોઈ નુકસાન થશે નહીં. 


મર્જરની મોટી વાતો...
- ઝી એન્ટરટેઈનમેન્ટ- સોની પિક્ચર્સ નેવર્કર્સ ઈન્ડિયા વચ્ચે વિલયની જાહેરાત
- ઝી એન્ટરટેઈનમેન્ટના બોર્ડે વિલયને આપી સૈદ્ધાંતિક મંજૂરી
- વિલય બાદ પણ પુનિત ગોયંકા MD&CEO પદે યથાવત રહેશે
- સોની પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટ વિલય બાદ $157.5 Cr નું રોકાણ કરશે
- રોકાણની રકમનો ઉપયોગ વિકાસ માટે કરવામાં આવશે
- વિલય બાદ સોની એન્ટરટેઈનમેન્ટ મેજોરિટી શેર હોલ્ડર રહેશે
- બંને પક્ષો વચ્ચે નોન બાઈન્ડિંગ ટર્મશીટ સાઈન કરવામાં આવી.
- 90 દિવસની અંદર બંને પક્ષ ડ્યૂ ડિલિજેન્સનું કામ કરશે
- વિલય બાદ પણ કંપની ભારતીય શેર બજારમાં લિસ્ટેડ રહેશે
- બંને પક્ષો વચ્ચે નોન કમ્પિટ એગ્રીમેન્ટ પણ સાઈન કરવામાં આવશે


વિલય અને રોકાણ બાદ કેવી રીતે બદલાશે ભાગીદારી
- હાલની સ્થિતિમાં ZEEL ના શેર હોલ્ડર્સનો ભાગ 61.25% રહેશે
- $157.5 Cr રોકાણ બાદ ભાગીદારીમાં ફેરફાર થશે
- રોકાણ બાદ ZEEL ના રોકાણકારોન ભાગ લગભગ 47.07% રહેશે
- સોની પિક્ચર્સના શેર હોલ્ડર્સનો ભાગ 52.93% રહેવાનો અંદાજ


કેટલી મોટી છે  ZEEL-સોનીની ડીલ?
- ZEEL ને મળશે ગ્રોથ કેપિટલ
- એક બીજાના કન્ટેન્ટ, ડિજિટલ પ્લેટફોર્મને એક્સેસ
- સોનીને ભારતમાં ઉપસ્થિતિ વધારવાની તક મળશે
- સોનીને 130 કરોડ લોકોની વ્યૂઅરશીપ મળશે


ZEEL નો કારોબાર
- 190 દેશોમાં પહોંચ, 10 ભાષા, 100થી વધુ ચેનલ
- દર્શકોમાં 19 ટકાનું માર્કેટ શેર
- 2.6 લાખ કલાકથી વધુનું ટીવી કન્ટેન્ટ
- 4800 થી વધુ ફિલ્મોના ટાઈટલ
- ડિજિટલ સ્પેસમાં ZEE5 દ્વારા મોટી પકડ
- દેશમાં 25 ટકા ફિલ્મો ઝી નેટવર્ક પર જોવાય છે


સોનીનો કારોબાર
- ભારતમાં 31 ચેનલ, 167 દેશોમાં પહોંચ
- સોની પાસે દેશમાં 70 કરોડ દર્શકો
- દર્શકોમાં 9 ટકાનો માર્કેટ શેર


Disclaimer: ઝી એન્ટરટેઈનમેન્ટ અમારી Sister Concern / Group Company નથી. અમારા નામ એક જેવા દેખાય છે પરંતુ અમારું સ્વામિત્વ અને મેનેજમેન્ટ અલગ ગ્રુપની કંપની Zee Media Corporation ના હાથમાં છે. 


Disclaimer: Zeel is not our sister concern though our name sound similar, our owning company is Zee Media Corporation.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube