પહેલીવાર સામે આવી જેલની અંદરની તસવીરો, કેદીઓને જીવતેજીવ અપાય છે મોત જેવી સજા, જોઈને રુંવાડા ઉભા થઈ જશે
El Salvador Prison: દુનિયાની એલ સલ્વાડોરની કુખ્યાત Crecot કે ટેરરિઝમ ઈન્ફાઈટમેન્ટ સેન્ટરમાં સજા કાપી રહેલા આરોપીઓનું જીવન કોઈ યાતનાથી ઓછું નથી. અહીંની સ્થિતિ અને સજાની રીત આખી દુનિયામાં ચર્ચાનો વિષય હોય છે. ખાસ કરીને માનવાધિકારના ઉલ્લંઘન કરીને. જેલમાં આરોપીનું જીવન દોજખ બની જાય છે. તેમને 23.5 કલાક પોતાની કોઠડીમાં બંધ રહેવું પડે છે. આ કોઠડીમાં 80 લોકો હોય છે.
રાષ્ટ્રપતિ નયિબ બુકેલેની કઠોર નીતિનો ભાગ
આ જેલ રાષ્ટ્રપતિ નયિબ બુકેલેની કઠોર નીતિનો હિસ્સો છે. જે દેશમાં આરોપીઓને કડક કાર્યવાહી કરવા માટે પ્રખાય છે. તેમની સરકારે ગેંગના આરોપીઓની વિરુદ્ધ એક સખત અભિયાન ચલાવ્યું છે. જેને કારણે સલ્વાડોરમાં ગુનાના રેટમાં ઘટાડો આવ્યો છે. 2013 માં 1 લાખ લોકોની સંખ્યા સામે 107 હત્યા થતી હતી. જે વર્ષ 2023 માં ઘટીને 7.8 ટકાવારી થઈ. કેટલાક આલોચકોનું કહેવું છે કે, આ આંકડા રિયલ નથી.
જેલમાં 621 લોકો માર્યા ગયા
એલ સલ્વાડોરમાં ચલાવવામાં આવતા અભિયાનને કારણે માનવાધિકાર સંગઠન તેને લઈને ચિંતિત છે. એક માનવાધિકાર ગ્રૂપ ક્રિસ્ટોસાલે દાવો કર્યો કે, બુકેલેએ હજારો લોકોને પુરાવા વગર પકડ્યા છે. જેમાંછી 7000 લોકો મુક્ત કરાયા છે. આ સંગઠને એમ પણ કહ્યું કે, જેલમાં 261 લોકો માર્યા ગયા છે. જેનું કારણ જેલમાં આપવામાં આવતી પીડા પણ હોઈ શકે છે.
ક્રિસ્ટોસાલના અનુસાર, જેલમાં બંધ લોકોના અધિકારોની રક્ષા કરવા માટે કોઈ નીતિ નથી. આ લોકોના મોત યાતના, ભોજનની અછત, અસ્વસ્થ પરિસ્થિતિ અને અમાનવીય વ્યવહારને કારણે થઈ છે.
Trending Photos