Bonus News: કમ્પ્યુટર-સોફ્ટવેર અને કન્સલ્ટિંગ Acceleratebs India એ ઈન્વેસ્ટરોને મોટી ભેટ આપી છે. આજે કંપનીએ બોનસ શેરની જાહેરાત કરી છે. એક્સચેન્જ ફાઇલિંગપ્રમાણે આઈટી કંપની શેરધારકોને 5 શેર પર 3 ફ્રી શેર આપશે. કંપનીના બોર્ડે બોનસ શેર જારી કરવાની મંજૂરી આપી છે. નોંધનીય છે કે આઈટી કંપનીના સ્ટોકે એક વર્ષમાં 200 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Acceleratebs India Bonus Share
સ્ટોક એક્સચેન્જને આપેલી જાણકારી પ્રમાણે આઈટી કંપનીની શુક્રવાર (26જુલાઈ) એ બોર્ડ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કંપનીના બોર્ડે 3:5 ના રેશિયોમાં બોનસ શેરને મંજૂરી આપી છે. એટલે કે દરેક 5 શેર પર 3 બોનસ શેર આપશે. બોનસ શેર માટે રેકોર્ડ ડેટની જાહેરાત થઈ નથી. 


આ ઉપરાંત બોર્ડની બેઠકે નાણાકીય વર્ષ 2024-25 માટે કંપનીના કંપની સેક્રેટરી તરીકે અમિતા દેસાઈ એન્ડ કંપની, પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરી, મુંબઈની પુનઃનિયુક્તિને પણ મંજૂરી આપી હતી. તે જ સમયે, નાણાકીય વર્ષ 2024-25 માટે કંપનીના CA તરીકે અનિશ મહેતા એન્ડ એસોસિએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, મુંબઈની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી.


આ પણ વાંચોઃ 11 મહિનામાં 3800% ની તેજી, 75 રૂપિયાનો આ શેર 3000 નજીક પહોંચ્યો


Acceleratebs India Share History
આઈટી કંપનીના સ્ટોક પરફોર્મંસની વાત કરીએ તો આ સપ્તાહે સ્ટોકે 16 ટકા, 1 મહિનામાં 22 ટકા અને 6 મહિનામાં 95 ટકાનું રિટર્ન આપ્યું છે. શેરમાં વર્ષ 2024માં અત્યાર સુધી 105 ટકાની તેજી આવી છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં સ્ટોકે શેરધારકોને 200 ટકા રિટર્ન આપ્યું છે. સ્ટોકનો 52 વીક હાઈ 404.95 અને લો 114 છે.