11 મહિનામાં 3800% ની તેજી, 75 રૂપિયાનો આ શેર 3000 નજીક પહોંચ્યો
બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 11 મહિનામાં 75 રૂપિયાથી વધી 2900 રૂપિયાને પાર પહોંચી ગયા છે. કંપનીના શેરમાં આ સમય દરમિયાન 3800 ટકાથી વધુની તેજી આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ બોન્ડાડા એન્જિનિયરિંગના સ્ટોકે છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. 11 મહિનામાં બોન્ડાડા એન્જિનિયરિંગના શેરમાં 3800 ટકાથી વધુની તેજી આવી છે. કંપનીના શેર શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં 2966.50 રૂપિયા પર બંધ થયા છે. આઈપીઓમાં કંપનીના શેરનો ભાવ 75 રૂપિયા હતો. બોન્ડાડા એન્જિનિયરિંગના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 3049.70 રૂપિયા છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 142.50 રૂપિયા છે.
75 રૂપિયામાં આવ્યો હતો આઈપીઓ
આઈપીઓમાં બોન્ડાડા એન્જિનિયરિંગ (Bondada Engineering)ના શેરનો ભાવ 75 રૂપિયા હતો. કંપનીનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 18 ઓગસ્ટે ઓપન થયો હતો. બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 30 ઓગસ્ટ 2023ના 142.50 રૂપિયા પર બજારમાં લિસ્ટ થયા હતા. લિસ્ટિંગ બાદથી કંપનીના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. બોન્ડાડા એન્જિનિરયિંગના શેર 26 જુલાઈ 2024ના 2966.50 રૂપિયા પર પહોંચી ગયા છે. 75 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે કંપનીના શેર 3800 ટકા વધ્યા છે. કંપનીનું માર્કેટ કેપ 6408 કરોડ રૂપિયા છે.
આ વર્ષે અત્યાર સુધી કંપનીના શેરમાં 611% નો વધારો
બોન્ડાડા એન્જિનિયરિંગના શેરમાં આ વર્ષે અત્યાર સુધી 611 ટકાનો વધારો થયો છે. કંપનીના શેર આ વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરી 2024ના 417.40 રૂપિયા હતા. બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 26 જુલાઈ 2024ના 2966.50 રૂપિયા પર બંધ થયા છે. તો લિસ્ટિંગના દિવસ બાદ કંપનીના શેરમાં 1883 ટકાની તેજી જોવા મળી છે. કંપનીના શેર આ સમયમાં 149 રૂપિયાથી વધી 2966.50 રૂપિયા પર પહોંચી ગયા છે. બોન્ડાડા એન્જિનિયરિંગના શેરમાં છેલ્લા છ મહિનામાં 343 ટકાની તેજી આવી છે.
112 ગણો સબ્સક્રાઇબ થયો હતો કંપનીનો IPO
બોન્ડાડા એન્જિનિયરિંગ (Bondada Engineering)નો આઈપીઓ ટોટલ 112.28 ગણો સબ્સક્રાઇબ થયો હતો. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટરનો કોટા 100.05 ગણો સબ્સક્રાઇબ થયો હતો. જ્યારે અન્ય કેટેગરીમાં 115.46 ગણો દાવ લાગ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે