નવી દિલ્હી: સોના અને ચાંદીના  (Gold Price)ના ભાવોમાં છેલ્લા કેટલાક દિવસોથી વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે. આજથી નવરાત્રી પણ શરૂ થઇ રહી છે આગામી દિવસોમાં દશેરા અને દિવાળીનો તહેવાર પણ આવશે, ત્યારે શ્રાદના દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો. ત્યારે તહેવારની સિઝનમાં સોનાના ભાવમાં વધારો આવવાની સંભાવનાઓ છે. જો તમે પણ સોનામાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો. આ સમય તમારા માટે ઉત્તમ સાબિત થઇ શકે છે. જાણકારોના જણાવ્યા અનુસાર ગ્રાહકોએ સોનાના ભાવ સસ્તા હોવાથી તેનું બુકીંગ કરાવી લેવું જોઇએ અને ડિલિવરી ધનતેરસના શુભ મુહર્તમાં લેવી જોઇએ, આવું કરવાથી અત્યારની સોનાની કિંમત પ્રમાણે તમને સોનું પણ મળી જશે અને દિવાળી અથવા ધનતેરસના દિવસે તમને ડિલિવરી પણ મળી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યાં પહોંચી કિંમત 
અમેરિકન ડોલરમાં આવેલી મજબૂતીને કારણે સોના અને ચાંદીના ચમક ફીકી પડી ગઇ છે. એક અઠવાડિયા દરમિયાન સોના ચાંદીના ભાવોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 1 અઠવાડિયામાં 1500 ડોલર પ્રતિ અઢિ તોલાનો ઘટાડો થયો છે.


ડુંગળીના વધતા ભાવને કારણે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, તમારા કામના છે આ સમાચાર


ડોલરમાં મજબૂતી 
જાણકારોના જણાવ્યા અનુસાર અમેરિકન ડોલરમાં આવેલી મજબૂતીના કરાણે ચીનમાં મોટા રોકાણકારોએ રોકાણ કરી લેતા સોના ચાંદીના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે રોકાણકારોના જાણકારઓના જણાવ્યા અનુસાર તહેવારની સિઝન શરૂ થતાની સાથે જ સોના ચાંદીના ભાવોમાં વધારો જોવા મળી શકે છે.


પાન-આધાર લિંકઃ 31 ડિસેમ્બર 2019 સુધી વધી ડેડલાઇન


1500 ડોલરના ભાવમાં થયો ઘટાડો 
આંતરરાષ્ટ્રીય વાયદા બજારમાં સોનામાં ડિસેમ્બર ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં 17.05 ડોલર એટલે કે, 1.13 ટકાના ઘટાડા સાથે 1498.15 ડોલક પ્રતિ અઢી તોલા પર ચાલી રહ્યો હતો. જ્યારે સોનામાં ટ્રેડિંગ દરમિયાન 1,493.45 ડોલર ભાવ થયો હતો.