પાન-આધાર લિંકઃ 31 ડિસેમ્બર 2019 સુધી વધી ડેડલાઇન

આવકવેદા વિભાગ પ્રમાણે, 8.47 કરોડ રજીસ્ટર્ડ યૂઝરમાંથી 6.77 કરોડે પાનને આધાર સાથે લિંક કરી દીધું છે. 1 એપ્રિલ 2019થી આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે પણ આધાર-પાન લિંક કરવું ફરજીયાત છે. 
 

પાન-આધાર લિંકઃ 31 ડિસેમ્બર 2019 સુધી વધી ડેડલાઇન

નવી દિલ્હીઃ નાણા મંત્રાલયે પર્મિનેન્ટ એકાઉન્ટ નંબર (PAN)ને આધાર સાથે લિંક કરવાની સમયસીમા 31 ડિસેમ્બર 2019 સુધી વધારી દીધી છે. આ સમયસીમા 30 સપ્ટેમ્બર 2019ના પૂરી થવાની હતી. શનિવારે CBDT તરફથી જારી સર્કુલરમાં આ જાણકારી આપવામાં આવી છે. સરકારના આ પગલાથી તે લોકોને રાહત મળશે જેણે હજુ સુધી પોતાના પાનને આધાર સાથે જોડ્યું નથી. 31 ડિસેમ્બર સુધી આનને આધાર સાથે ન જોડવા પર તે ઇન-ઓપરેટિવ થઈ જશે, એટલે કે તમે તેની મદદથી નાણાકિય લેણદેણ કરી શકશો નહીં. 

PAN 10 કેરેક્ટર (આલ્ફા-ન્યૂમેરિક) વાળી ઓળખ સંખ્યા છે, જે આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. આધાર 12 આંકડા વાળો યૂનીક આઇડેન્ટિફિકેશન સંખ્યા છે જેને ભારતની અનોખી ઓળખ સત્તામંડળ (UIDAI) દ્વારા જારી કરવામાં આવે છે. 

તમે તેને I-T વેબસાઇટ કે SMSના માધ્યમથી લિંક કરી શકો છો. પાનને આધાર સાથે જોડતા સમયે તે ખાતરી કરી લેવી કે નામ, જન્મતારીખ અને જાતિમાં કોઈ ફેરફાર ન હોય. 

NBT

જો કોઈ ફેરફાર હશે તો યૂઝરે પહેલા તેને યોગ્ય કરવું પડશે. આધારમાં ભૂલ થવા પર UIDAI સાથે અને પાનમાં ફેરફાર આવકવેરા વિભાગમાંથી કરાવવો પડશે. જો તમારૂ પાન આધાર સાથે લિંક નહીં થાય તો ત્યાં સુધી તમે કોઈ નાણાકિય લેણદેણ માટે ઉપયોગ કરી શકશો નગીં જ્યાં સુધી તેને આધાર સાથે જોડી લો. 

આવકવેદા વિભાગ પ્રમાણે, 8.47 કરોડ રજીસ્ટર્ડ યૂઝરમાંથી 6.77 કરોડે પાનને આધાર સાથે લિંક કરી દીધું છે. 1 એપ્રિલ 2019થી આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે પણ આધાર-પાન લિંક કરવું ફરજીયાત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news