આ એરલાઇનમાં ફ્લાઇટ ટિકિટ કરો બુક, હોટલ રૂમના બુકિંગ પર મળશે 60% ડિસ્કાઉન્ટ
આ ઓફર હેઠળ તમે 12 જાન્યુઆરી 2019 સુધી હોટલ રૂમનું બુકિંગ કરી શકશો.
નવી દિલ્હીઃ જો તમે કોઈ કામ માટે બીજા શહેરમાં જવાના છો અને ત્યાં તમારે રોકાણ પણ કરવાનું છે તો તમારા માટે એક સારી ઓફસ છે. જેમાં ફ્લાઇટની ટિકિટ બુક કરાવવા પર તમને હોટેલ રૂમ બુકિંગમાં 60 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. મહત્વનું છે કે, સ્થાનિક એરલાઇન્સ ઈન્ડિગો અને ઓયો હોટલે મળીને આ રજૂઆત કરી છે. જે મુજબ તમે ઈન્ડિગોમાં સફર કરો છો તો તમને ઓયો હોટલ્સમાં રૂમ બુક કરાવવા પર મોટી છૂટ મળશે.
12 જાન્યુઆરી સુધી બુક કરી શકશો હોટલ
ઈન્ડિગો અને ઓયો તરફથી રજૂ કરાયેલી આ ઓફર હેઠળ તમે 12 જાન્યુઆરી 2019 સુધી હોટલ રૂમનું બુકિંગ કરી શકશો. તે માટે તમારે ઈન્ડિગોની ફ્લાઇટમાં મુસાફરી કરવી પડશે. આ માટે તમારે ઓયોની વેબસાઇટ પર હોટેલ રૂમ બુકિંગ સમયે તમારે કુપન કોડ INDIGOXOYOનો ઉપયોગ કરવો પડશે. ઓયો તમને આ તારિખ સુધી 60 ટકા ડિસ્કાઉન્ટ આપશે.
આ વાતોનું રાખવું પડશે ધ્યાન
આ ઓફરનો લાભ માત્ર એક વખત મળશે.
એકવાર આ કૂપન કોડથી બુક થઈ ગયા બાદ તેમાં કોઈ ફેરફાર થશે નહીં.
તેમાં બુકિંગ રકમની ન્યૂનતમ સીમા નથી.
જો તમે તમારૂ બુકિંગ રદ્દ કરો તો તમારે ઓયોના નિયમ પ્રમાણે કેન્સલેશન ચાર્જ આપવો પડશે.
આ ઓફરમાં સામેલ થવા દરમિયાન જો ગ્રાહકને પોતાના કારણે કોઈ નુકસાન થાય તો ઈન્ડિગો તે માટે જવાબદાર નથી.
યાત્રિકોને કર્યા સતર્ક
ઈન્ડિગોએ શુક્રવાર એટલે કે 14 ડિસેમ્બરની ફ્લાઇટ માટે યાત્રિકોને સતર્ક કર્યા છે. એરલાઇને કહ્યું કે, દિલ્હી એરપોર્ટ પર ધુમ્મસને કારણે ફ્લાઇટ આવવામાં મોડુ થઈ શકે છે. જો તમારી કોઈ ફ્લાઇટ હોય તો ઘરેથી નિકળતા પહેલા ફ્લાઇટ સ્ટેટસ જરૂર ચેક કરો.