નવી દિલ્હીઃ ભારતીય રેલવે જલદી ટિકિટોનું ઓનલાઇન બુકિંગ શરૂ કરવા જઈ રહી છે. 22 મે (શુક્રવાર)થી આ સુવિધા દેશના લગભગ 1.7 લાખ કોમન સર્વિસ સેન્ટર (CSC) પર ઉપલબ્ધ થશે. ત્યાં જઈને લોકો ટ્રેનની ટિકિટ કપાવી શકે છે. ધ્યાનમાં રહે કે હાલ રેલવે સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પર ટિકિટ મળશે નહીં. તે માટે આગળ વ્યવસ્થા કરવામાં આવશે. રેલ મંત્રી પિયૂષ ગોયલે કહ્યુ કે, આ વિશે પ્રોટોકોલ તૈયાર કરવામા આવી રહ્યો છે. ગોયલે તે પણ કહ્યુ કે, સમય આવી ગયો છે કે ભારતને સામાન્ય સ્થિતિ તરફ લઈ જવામાં આવે. રેલવે જલદી વધુ ટ્રેન શરૂ કરી રહ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવેએ ચલાવી 200 ટ્રેનો
રેલવેએ 100 જોડી ટ્રેનોની યાદી જાહેર કરી છે જે ઓપરેશનલ થશે. તેમાં દૂરંતો, સંપર્ક ક્રાંતિ, જન શતાબ્દી અને પૂર્વા એક્સપ્રેસ જેવી જાણીતી ટ્રેનો પણ સામેલ છે. આ ટ્રેનોમાં ેસી અને નોન-એસી, બંન્ને પ્રકારના કોચ હશે. કોઈપણ કોચ અનરિઝર્વ્ડ હશે નહીં. આ ટ્રેનનું ભાડુ સામાન્ય હશે. ગુરૂવારે સવારે 10 કલાકથી આ ટ્રેનોનું બુકિંગ પણ આઈઆરસીટીસી પર શરૂ થઈ ગયું છે. પ્રથમ બે કલાકની અંદર દોઢ લાખ કરતા ટિકિટ બુક થઈ છે. 


શું હોય છે કોમન સર્વિસ સેન્ટર?
ભારત સરકાર તરફથી ગ્રામીણ અને છેવાડાના વિસ્તાર જ્યાં કમ્પ્યૂટર અને ઇન્ટરનેટની સુવિધા નહતી, ઈ સુવિધા પહોંચાડવા માટે કોમન સર્વિસ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. આ સેન્ટરો દ્વારા પબ્લિક યૂટિલિટી, સોશિયલ વેલફેર, હેલ્થકેર, નાણાકીય, શૈક્ષણિક એગ્રીકલ્ચર સ્કીમ્સની ડિલીવરી કરવામાં આવતી હતી. પ્લાન તે છે કે દેશની લગભગ દોઢ લાખ ગ્રામ પંચાયતોમાંથી દરેક એકમાં ઓછામાં ઓછું એક કોમન સર્વિસ સેન્ટર જરૂર હોય. આ સમયે દેશમાં આશરે 1.7 લાખ  CSC છે. રેલવેના આ પગલાથી તે બધા લોકોને ફાયદો થશે જે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા નથી પણ રેલવેની યાત્રા કરવા ઈચ્છે છે. 


બિઝનેસ માટે સારા સમાચાર: એકદમ ઓછા વ્યાજદર પર મળશે લોન


શું છે ટ્રેનમાં સફરના નિયમ?
રિઝર્વ્ડ જનરલ કોચ માટે સેકેન્ડ ક્લાસની બેસવાની સીટનું ભાડું લેવામાં આવશે.
અડવાન્સ રિઝર્વેશન સમયગાળો વધુમાં વધુ 30 દિવસ રહેશે તથા વર્તમાન નિયમો હેઠળ આરએસી અને વેઇટિંગ લિસ્ટ બનશે. 
ટ્રેનો માટે કોઈ અનરિઝર્વ્ડ ટિકિટ જારી કરવામાં આવશે અને ન ટ્રેનમાં સવાર થયા બાદ કોઈ ટિકિટ આપવામાં આવશે.
વેઇટિંગ ટિકિટ ધારકોને ટ્રેનમાં બેસવાની મંજૂરી હશે નહીં. 


ઓનલાઇન આ રીતે કરો બુકિંગ
IRCTCની સાઇટ (www.irctc.co.in) પર લોગિન કરો. ત્યારબાદ  'Book Your Ticket'  પેજ પર જાવ. ક્યાંથી ક્યાં સુધી, યાત્રાની તારીખ અને ક્યા ક્લાસમાં સફર કરવી છે,,, તે બધી જાણકારી ભરો. તમે આઈઆરસીટીસીની મોબાઇલ એપથી પણ ટિકિટ બુક કરી શકો છો. ટ્રેનની અવેલેબિલિટી અને ભાડુ જાણવા માટે  'check availability & Fare'  પર ક્લિક કરો.ત્યારબાદ તમે Book Now પર ક્લિક કરીને આગળ વધો. તમારી પાસે પેસેન્જરની ડિટેલ માગવામાં આવશે. ત્યારબાદ પેમેન્ટનો વારો આવશે. ટિકિટ બુક થશે એટલે મેસેજ તમારા મોબાઇલ પર આવી જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર