1 રૂપિયાના સિક્કા લઈને શખ્સ પોતાનું ડ્રીમ બાઈક ખરીદવા પહોંચ્યો, ચિલ્લર ગણવામાં શો-રૂમને આંખે અંધારા આવી ગયા!
બુબાથી બીસીએમાં ગ્રેજ્યુએટ કર્યું છે અને 4 વર્ષ પહેલા તેની યુટ્યુબ ચેનલ શરૂ કરતા પહેલા તે એક ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો હતો. ત્રણ વર્ષ પહેલા તેણે બજાજ ડોમિનાર 400 ખરીદવાનું સપનું જોયું હતું...
નવી દિલ્હીઃ ટીપે ટીપે સરોવર ભરાય અને ટીપે ટીપે ઘડો ભરાય એવી અનેક કહેવત તો તમે સાંભળી જ હશે, પરંતુ આજે અમે તેમને આ કહેવતને સાર્થક કરતો એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. આવો જ એક કિસ્સો તામિલનાડુના સાલેમમાં પ્રકાશમાં આવ્યો છે જ્યાંના રહેવાસી વી બૂબાથીએ પાઈ-પાઈ ભેગી કરીને તેમની મનપસંદ બાઇક બજાજ ડોમિનાર 400 ખરીદી છે. અહીં પાઇ પાઈનો અમારો મતલબ બીજો કંઈ છે.
વાસ્તવમાં બૂબાથીએ 3 વર્ષ સુધી દરરોજ 1 રૂપિયાનો સિક્કો ભેગો કર્યો અને આ બાઇક ખરીદી, મજાની વાત ત્યારે શરૂ થઈ જ્યારે ડીલરશિપે તેના સિક્કા ગણવાનું શરૂ કર્યું. 1 રૂપિયાના એટલા બધા સિક્કા હતા કે ડીલરશિપને તેની ગણતરી કરવામાં 10 કલાકનો સમય લાગ્યો હતો. આ જાણકારી ઈન્ડિયા એજન્સીના મેનેજર મહાવિક્રાંતે આપી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube