આ સરકારી કંપનીની મોટી જાહેરાત, 1 શેર પર 21 રૂપિયાનું ડિવિડેન્ડ આપશે, હજુ ખરીદી શકો છો સ્ટોક
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (Bharat Petroleum Corporation Ltd)એ ઈન્વેસ્ટરોને ડિવિડેન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. કંપની તરફથી ડિવિડેન્ડ માટે રેકોર્ડ ડેટ નક્કી કરી છે તે આગામી સપ્તાહે છે.
Dividend Stock: સરકારી કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (Bharat Petroleum Corporation Ltd) ઈન્વેસ્ટરોને 1 શેર પર 21 રૂપિયાનું ડિવિડેન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. કંપની તરફથી ડિવિડેન્ટ માટે રેકોર્ડ ડેટ આગામી સપ્તાહે છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી આ સરકારી કંપનીના સ્ટોકની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. આવો વિગતવાર જાણીએ આ ડિવિડેન્ડ અને સ્ટોક વિશે...
રેકોર્ડ ડેટ આગામી સપ્તાહે
કંપનીએ શેર બજારને આપેલી જાણકારીમાં કહ્યું કે 1 શેર પર 21 રૂપિયાનું ડિવિડેન્ડ યોગ્ય ઈન્વેસ્ટરોને આપવામાં આવશે. તે માટે રેકોર્ડ ડેટ 12 ડિસેમ્બર 2023 છે. એટલે કે આ દિવસે જે કોઈનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં રહેશે તેને ડિવિડેન્ડનો લાભ મળશે. નોંધનીય છે કે આ પહેલા કંપનીએ ઓગસ્ટમાં 4 રૂપિયાના ડિવિડેન્ડ એક શેર પર આપ્યું હતું.
આ પણ વાંચોઃ 8 રૂપિયાના સ્ટોકે આપ્યું 7000% થી વધુ રિટર્ન, એક્સપર્ટે કહ્યું- ખરીદો, ₹680 સુધી જશે
શેર બજારમાં કેવું રહ્યું છે કંપનીનું પ્રદર્શન
ગુરૂવારે કંપનીના શેરનો ભાવ 474.55 રૂપિયા હતો. છેલ્લા એક વર્ષમાં આ સરકારી કંપનીના શેરમાં 40 ટકાથી વધુની તેજી જોવા મળી છે. છેલ્લા છ મહિનામાં આ સ્ટોક 28 ટકાના ઉછાળા સાથે આગળ વધ્યો છે. નોંધનીય છે કે ઈન્વેસ્ટરોની દ્રષ્ટિએ તે વાત સારી છે કે આ સ્ટોક 27 ટકાથી વધુની તેજી હાસિલ કરી ચૂક્યો છે.
Trendlyne ના ડેટા અનુસાર કંપનીમાં સરકારની કુલ ભાગીદારી 53 ટકા છે. તો પબ્લિકની પાસે 10.21 ટકા ભાગ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube