કમરતોડ મોંઘવારીમાં મોટી રાહત! ખૂલતા બજારે સિંગતેલના ભાવમાં થયો ઘટાડો
Groundnut Oil prices Downn : સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 40 રૂપિયાનો થયો ઘટાડો.... સિંગતેલના ડબ્બાનો ભાવ 2, 625થી ઘટીને 2,585 થયો.... નવી મગફળી ઓઈલ મિલોમાં પિલાણ માટે આવતા ભાવ ઘટ્યા.... સિંગતેલના ભાવમાં હજુ ઘટાડો થવાની શક્યતા....
Groundnut Oil Prices : દિવાળી બાદ ગૃહિણીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. આ મહિનામાં તમારું ખાદ્ય તેલનું બજેટ થોડું ઘટી શકે છે. કારણ કે, સીંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. દિવાળી બાદ તરત જ સીંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ભાવ ઘટાડા વિશે વેપારીઓનું કહેવું છે કે, નવી મગફળી ઓઇલ મિલોમાં પિલાણ માટે આવતા ભાવમાં ઘટાડો થયો છે.
હજી ભાવ ઘટશે
નવેમ્બર મહિનાની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવમાં વધારો ઝીંકાયો હતો. જેને કારણે દિવાળીના તહેવાર પર અસર પડી હતી, અને લોકોનું બજેટ બગડ્યુ હતું. પરંતું દિવાળી બાદ રાહતના સમાચાર આવ્યા છે. દિવાળી બાદ તરત જ સીંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આજે ખૂલતા બજારે સિંગતેલના ભાવમાં ઘટાડો ગૃહિણીઓને ખુશ કરી દેશે. સિંગતેલનો ડબ્બો 2625 થી ઘટીને 2585 સુધી પહોંચ્યો છે. જોકે, વેપારીઓનું કહેવું છે કે, સીંગતેલના ભાવમાં હજુ ઘટાડો થવાનો અંદાજ છે. દિવાળી પહેલા ભાવ 2700 આસપાસ હતો. છેલ્લા 10 દિવસમાં સિંગતેલનો ડબ્બો 90 રૂપિયા જેટલો ઘટ્યો છે. તેથી આશા છે કે ઠંડીમાં તેલના ભાવ અંકુશમાં રહે.
યુવકને બાઈક પર આગળ મંગેતરને બેસાડી રોમાન્સ કરવો ભારે પડ્યો, પોલીસે લીધું એક્શન
મોંઘવારીમાં લોકોએ ચા છોડી, તેલ-શેમ્પૂ-સાબુનો વપરાશ ઘટાડ્યો
દેશમાં ભલે પ્રીમિયમ પ્રોડક્ટની માંગ વધી રહી છે, પરંતુ લોકોએ મોંઘવારી વધતા જીવન જરૂરિયાતી વસ્તુઓ પર કાપ મૂક્યો છે. લોકોએ ખાણીપીણી, સાબુ-શેમ્પૂ, સિંગતેલ, ચા વગેરેના ખર્ચ પર મોટો કાપ મૂક્યો છે. બેંક ઓફ બરોડાના એક રિપોર્ટ અનુસાર, લોકોએ આવક ઘટતા પોતાની આદતો બદલી છે. મોંઘવારી વઘતા તેની અસર વોશિંગ પાવડર, ટૂથપેસ્ટ, સાબુ, મેગી જેવી વસ્તુઓ પર પડી છે. હેર ઓઈલ, ખાદ્યતેલ, શેમ્પૂ, ચા ઉપરાંત સિગારેટ, દારૂ પર કાપ મૂકાયો છે. કારણ છે લોકોની આવકમાં ઘટાડો. આવક ઘટવાને કારણે લોકો ગૃહ ઉપયોગી સામાનમાં મોટા પેકને બદલે નાના પાઉચની માંગ કરી રહ્યાં છે. આ ઉપરાંત આઈસ્ક્રીમનો વપરાશ પણ ઘટ્યો છે.
ઠંડી શરૂ થતા જ કચ્છમાં ભૂકંપની સીઝન શરૂ થઈ, સતત બીજા દિવસે આવ્યો આંચકો