તહેવારોની સીઝનામાં BSNLની Jio કરતા પણ સસ્તી ઓફર, માત્ર 9 રૂપિયામાં મળશે આ સુવિધા
BSNLએ તેના જૂના રિચાર્જ વાઉચરને નવા રૂપમાં રજૂ કર્યો છે.
નવી દિલ્હી: તહેવારીની સીઝનને ધ્યાને રાખીને ભારતીય દૂરસંચાર નિગમ લિમિટેડ(BSNL) તેના ગ્રાહકો માટે શાનદાર ઓફર લઇને આવ્યા છે. આ માટે કંપનીએ બે પ્લાન રજૂ કર્યા છે. કંપનીએ 29 રૂપિયા અને 9 રૂપિયાના પ્લાનને નવા રંગ રૂપ સાથે રજૂ કર્યા છે. તહેવારોને ધ્યાને રાખીને બધી કંપનીઓ તકફથી ગ્રાહકોને આકર્ષક ઓફરો આપીને લલચાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
BSNLનો 29 રૂપિયાનો પ્લાન
BSNLએ 29 રૂપિયાની રિચાર્જ કૂપન બહાર પાડી છે. 29 રૂપિયાનું રિચાર્જ કરવાનારા ગ્રાહકને અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગ ફ્રી મળશે. કોલિંગની સુવિધા તમામ નેટવર્કો માટે ઉપલબ્ધ રહેશે. પરંતુ, આ સુવિધા દિલ્હી અને મુંબઇ ના ગ્રાહકો માટે લાગૂ પડશે નહિ. પરંતું આ બંન્ને શહેરોને છોડી દેશના તમામ શહેરોમાં આ સુવિધાનો લાભ મળશે. BSNLની આ ઓફર નવા અને જૂના ગ્રાહકો માટે લાગૂ કરવામાં આવી છે.
વધુ વાંચો... ATM કાર્ડ આજથી થઇ જશે બેકાર, આ કાર્ડ યુઝ કરનારા યૂઝર્સને પડશ અસર
29 રૂપિયાના પ્લાનની વેલિડીટી
29 રૂપિયાના રિચાર્જની વેલિડીટી 7 દિવસ સુધીની છે. જેમાં ગ્રાહકોને આ સિવાય મફતમાં 1 જીબી ડેટા અને 300 SMSની સુવિધાઓ પણ મળશે. સાથે જ સાત દિવસ સુધી ગ્રાહક PRBT એટલે કે પર્સનલાઇઝ રિંગ બેક ટોનની સુવિધાઓને લાભ રણ ઉઠાવી શકે છે.
9 રૂપિયાનો પ્લાન
બીજુ રિચાર્જ પૈક 9 રૂપિયાનું રાખવામાં આવ્યું છે. જેની વેલિડિટી 1 દિવસ સુધીની છે. 24 કલાક સુધી ગ્રહાક લોકલ અને એસટીડી અનલિમિટેડ કોલિંગ કરી શકે છે. આ રિચાર્જ જૂના અને નવા ગ્રાહકો માટે છે. મફતમાં કોલિંગ સિવાય 24 કલાક માટે 100 એમબી ડેટા અને 100 એસએમએસ પણ મફતમાં આપવામાં આવી રહ્યા છે. આ રિચાર્જ પૈક દિલ્હી અને મુંબઇના ગ્રાહકો માટે નથી.
વધુ વાંચો...જબરદસ્ત માઈલેજ આપશે આ નવી સેન્ટ્રો કાર, માત્ર આટલા રૂપિયામાં કરાવી શકશો બુક
જીયો કરતા પણ સસ્તો પ્લાન
BSNLનો આ પ્લાન રિલાયન્સ જીયોના કોઇ પણ પ્લાન કરતા પણ સસ્તો સાબિત થાય છે. અત્યારની પરિસ્થિતિમાં રિલાયન્સ જીયોનો માર્કોટ દબદબો છે. જીયો તેના ગ્રાહકોને સૌથી સસ્તો પ્લાન ઓફર કરી રહ્યા છે. આ જ કરાણે તેમની પાસે સૌથી વધારે ગ્રાહકો છે. અને તેની સંથ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ, BSNLનો આ પ્લાન જીયો કરતા પણ સસ્તો સાબિત થઇ રહ્યો છે. BSNL જે સુવિધાઓ 29 રૂપિયામાં આપી રહી છે. તે જ સુવિધાઓ જીયોમાં લગભગ 52 રૂપિયામાં મળી રહી છે, સાથે જ 9 રૂપિયા વાળી સુવિધાઓ જીયો 19રૂપિયામાં આપી રહ્યા છે.