કોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચા
Gujarat BJP New President : ગુજરાત ભાજપના નવા સંગઠનની રચના માટે કવાયત તેજ...આવતીકાલે કમલમ ખાતે મળશે મહત્વની બેઠક....પાટીલ બાદ પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના પર સૌની નજર...
Trending Photos
Gujarat Politics : સાંસદ સી.આર પાટીલ મોદી 3.0 કેબિનેટમાં પણ જળશક્તિ મંત્રાલયની જવાબદારી સાંભળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે ગુજરાત પ્રદેશ ભાજપને નવા અધ્યક્ષ મળશે. વાવ પેટાચૂંટણીના પરિણામ બાદ હવે ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાના છે તે લગભગ ફાઈનલ છે. ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે. છેલ્લા કેટલાય સમયથી ભાજપ પ્રદેશ પ્રમુખના પદને લઈ અનેક ચર્ચાઓ થઈ રહી હતી. CR પાટીલને જળશક્તિ મંત્રાલય મળ્યા બાદ તેમના સ્થાને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પદને લઈ કોણે જવાબદારી મળશે તેને લઈને ચર્ચા જાગી હતી.
કોણ બનશે મોદી-શાહની પસંદ
હાલ ગુજરાત ભાજપમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે, ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે. મોદી-શાહ કોની પર પસંદગીનો કળશ ઢોળશે. ત્યારે રાજકીય સિરસ્તા મુજબ, આ વખતે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ઓબીસી હશે. ભાજપ હંમેશા સરપ્રાઈઝ આપવા ટેવાયેલું છે. ભૂતકાળમાં અનેકવાર એવું બન્યું છે કે, જે નામ ચર્ચામાં હોય તેવા કરતા કંઈ નવા જ નામની સરપ્રાઈઝ મળે છે. તેથી રાજકીય પંડિતો પણ કોઈ ચોક્કસ નામ પર ચર્ચા કરી શક્તા નથી.
આ નામોની ચાલી રહી છે ચર્ચા
હાલ જે નામોની ચર્ચા ચાલી રહી છે તેમાં પૂર્ણેશ મોદી, દેવુસિંહ ચૌધરી, જગદીશ પંચાલ અને મયંક નાયકના નામ ચર્ચામાં છે. હવે નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત ક્યારે થશે તે તો સમય આવ્યે જ ખબર પડશે.
ભાજપમાં મોટી બેઠક
ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની છે. કમલમ ખાતે આવતીકાલે ભાજપની મહત્વની બેઠક મળવાની છે. સંગઠન સંરચનાને લઈને પ્રદેશ કાર્યશાળા બોલાવવામાં આવી છે. મંડળ અને જિલ્લા સ્તરની સંગઠન રચનાને બેઠકમાં ચર્ચા થશે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહેશે. રાષ્ટ્રીય સંગઠન પૂર્વના ગુજરાત પ્રભારી રાજદીપ રોય પણ હાજર રહેશે. હાલ બુથ લેવલના સંગઠન સંરચનાની કામગીરી ચાલી રહી છે.
પાટીલે આપી દીધો હતો વિદાયનો સંકેત
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પદ છોડવાના સંકેત તેમણે વાવ પેટાચૂંટણીના પરિણામ બાદ આપ્યા હતા. પાટીલે જણાવ્યું હતું કે 2 દિવસમાં સંગઠન અંગે નિર્ણય લેવાનો મને સંકેત મળ્યો છે. જેને પણ તક મળશે તેને એડવાન્સમાં અભિનંદન આપું છું. મારી વિદાય વસમી નહીં પણ ખુશી ભરી આપી છે. મેં બે વાર કહ્યું કે મને મુક્ત કરો અને બીજા કોઈને જવાબદારી સોંપો. પરંતુ મને હવે સંકેત મળી ગયો છે. જેને તક મળશે તેના માટે એડવાન્સ અભિનંદન આપું છું. આ સિવાય સી આર પાટીલે પોતાના પ્રમુખ પદને લઈ કેટલીક મહત્વની વાત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે