બજેટ 2019: ખુશીના સમાચાર, ઈન્કમ ટેક્સ છૂટની મર્યાદા થઇ શકે છે 5 લાખ!
કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ)એ સરકાર સરકારને આગામી બજેટમાં ઈન્કમ ટેક્સ છૂટની મર્યાદાને બેગણી કરીને પાંચ લાખ રૂપિયા કરવાનો આગ્રહ કર્યો છે. સાથે જ ઉદ્યોગ મંડળે બચતને પ્રોત્સાહન આપવા માટે કલમ 80સી હેઠળ કપાતની સીમાને વધારીને 2.50 લાખ રૂપિયા કરવાની માંગ પણ કરી છે. સામાન્ય બજેટ એક ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે.
નવી દિલ્હી: કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ)એ સરકાર સરકારને આગામી બજેટમાં ઈન્કમ ટેક્સ છૂટની મર્યાદાને બેગણી કરીને પાંચ લાખ રૂપિયા કરવાનો આગ્રહ કર્યો છે. સાથે જ ઉદ્યોગ મંડળે બચતને પ્રોત્સાહન આપવા માટે કલમ 80સી હેઠળ કપાતની સીમાને વધારીને 2.50 લાખ રૂપિયા કરવાની માંગ પણ કરી છે. સામાન્ય બજેટ એક ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે.
સીઆઈઆઈએ નાણા મંત્રાલયને સોંપી પોતાની બજેટ પૂર્વ ભલામણોમાં મંતવ્યો રજૂ કર્યા છે કે વ્યક્તિગત ઈન્કમ ટેક્સના સૌથી ઉંચા સ્લેબને પણ 30 થી ઘટાડીને 25 ટકા કરી દેવો જોઇએ. આ ઉપરાંત મેડિકલ ખર્ચ અને પરિવહન ભથ્થાં પર ઈન્કમ ટેક્સ મળવી જોઇએ.
આજે GST કાઉંસિલની બેઠક, ઘર ખરીદનારાઓને મળી શકે છે મોટી રાહત
સીઆઈઆઈએ સૂચન કર્યું છે કે પાંચ લાખ રૂપિયા સુધી ઈન્કમ ટેક્સને કરમુક્ત કરવામાં આવે. આ ઉપરાંત 5-10 લાખ રૂપિયાની આવક પર ટેક્સના દર ઘટાડીને 10 ટકા અને 10 થી 20 લાખ રૂપિયાની આવક પર 20 ટકા તથા 20 લાખથી વધુની આવક પર 25 ટકા ઈન્કમ ટેક્સ લગાવવો જોઇએ.
સીઆઈઆઈએ એ પણ ભલામણ કરી છે કે બધી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સના દર ઘટાડીને 25 ટકા કરી દેવા જોઇએ. પછી તેને તબક્કાવાર ઘટાડીને 18 ટકા પર લાવી દેવા જોઇએ. ઉદ્યોગ મંડળે એમ પણ કહ્યું કે ઈન્કમ ટેક્સ કાનૂનની કલમ 80સી હેઠળ કપાતની સીમાને 1.50 લાખથી વધારીને 2.50 લાખ રૂપિયા કરી દેવી જોઇએ.
Budget 2019: મિડલ ક્લાસને મળી શકે છે મોટી ભેટ, PM મોદી પણ કરી ચૂક્યા છે ઈશારો
સીઆઈઆઈએ કહ્યું કે મેડિકલ ખર્ચ અને પરિવહન ભથ્થાંની વળતરની ચુકવણી ફરીથી લાવવી જોઇએ અને આ સાથે જ 40,000 રૂપિયાના ધોરણ કપાતને પણ લાગૂ રાખવો જોઇએ. ઉદ્યોગ સંગઠને કહ્યું કે લાંબાગાળાના પૂંજીગત નુકસાનને અલ્પકાલિક પૂંજી લાભની સાથે ગોઠવણની પર પરવાનગી આપવી જોઇએ.
હાલનો સ્લેબ આ પ્રકારે છે
હાલમાં વ્યક્તિગત ઈન્કમ ટેક્સ છૂટની સીમા 2.5 લાખ રૂપિયા છે. અઢી લાખ રૂપિયાથી પાંચ લાખ રૂપિયાની ઈન્કમ પર પાંચ ટકા ટેક્સ છે. તો બીજી તરફ 5 થી 10 લાખ રૂપિયાની આવક પર 20 ટકા તથા 10 લાખ રૂપિયાથી વધુ આવક પર 30 ટકા ઈન્કમ ટેક્સ લાગે છે.
બજેટ 2019: વધી શકે છે Income tax છૂટની મર્યાદા, સરકાર વધારી શકે છે ખર્ચ કરવાની ક્ષમતા
1 ફેબ્રુઆરીને રજૂ કરવામાં આવશે બચગાળાનું બજેટ
આગામી આમ ચૂંટણીને ધ્યાનમાં રાખતાં નાણા મંત્રી અરૂણ જેટલી એક ફેબ્રુઆરીના રોજ 2019-20 માટે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ ચૂંટાઇને આવનાર નવી સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે.