નવી દિલ્હી: Budget 2019, મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમ બજેટ પહેલાં ગુરૂવારે આર્થિક સર્વે રજૂ કરશે. આર્થિક સર્વે બાદ શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ 2019 (Budget 2019) રજૂ કરશે. દર વખતની માફક આ વખતે પણ આર્થિક સર્વે સામાન્ય બજેટના એક દિવસ પહેલાં જાહેર કરવામાં આવશે. આ સર્વેમાં દેશના વિકાસના આર્થિક લેખા જોખા હોય છે. ગત એક વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા અને સરકારી યોજનાઓમાં શું પ્રગતિ થઇ આ અંગે આ સર્વેમાં જાણકારી આપવામાં આવે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EXCLUSIVE: આ બજેટમાં રેલવે માટે થઇ શકે છે આ રોડમેપ


નાણા મંત્રાલયનો મહત્વપૂર્ણ દસ્તાવેજ હોય છે આર્થિક સર્વે
આર્થિક સર્વે દ્વારા જ દેશના આર્થિક સ્વાસ્થ્યની તસવીર સ્પષ્ટ થઇ જાય છે. આ નાણા મંત્રાલયનો મહત્વપૂર્ણ દસ્તાવેજ હોય છે. આ સર્વે ભારતીય અર્થવ્યવસ્થા માટે સૌથી પ્રમાણિક દસ્તાવેજ ગણવામાં આવે છે. આ નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તૈયાર કરે છે. આ અર્થવ્યવસ્થાના બધા પાસાઓને સમેટતાં વિસ્તૃત આંકડાના આધારે તૈયાર થાય છે. તેમાં સરકારની નીતિઓની જાણકારી થાય છે. 


બે ભાગમાં રજૂ થાય છે આર્થિક સર્વે
વર્ષ 2015 બાદ આર્થિક સર્વેને બે ભાગમાં વહેંચવામાં આવ્યો. પહેલાં ભાગમાં અર્થવ્યવસ્થાની સ્થિતિ વિશે જાણકારી આપવામાં આવે છે.છે. તેને સામાન્ય બજેટ પહેલાં રજૂ કરવામાં આવે છે. બીજા ભાગમાં મુખ્ય આંકડા અને ડેટા આપવામાં આવે છે, તેને જુલાઇ અથવા ઓગસ્ટમાં રજૂ કરવામાં આવે છે. આ બે ભાગમાં જાહેર થવાનું શરૂ થયું જ્યારે ફેબ્રુઆરી 2017માં સામાન્ય બજેટને ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં રજૂ કરવામાં આવવા લાગ્યા. 


આ વર્ષે 1 ફેબ્રુઆરીને તત્કાલીન નાણામંત્રી પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. તે સમયે તેમણે આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું ન હતું. તેનું મુખ્ય કારણ એ હતું કે દેશમાં ચૂંટણી થવાની હતી. નિયમાનુસાર જે વર્ષે લોકસભાની ચૂંટણી હોય છે, તે વર્ષે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે છે. ચૂંટણી યોજાતા નવી સરકાર પૂર્ણ બજેટ રજૂ કરે છે.