Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ

Guru Gochar 2025: નવ ગ્રહોમાંથી એક ગુરુ ગ્રહે નક્ષત્ર પરિવર્તન કરી લીધું છે. આવી સ્થિતિમાં 10 એપ્રિલ 2025 સુધી 5 રાશિઓની મોજ થવાની છે. ચાલો જાણીએ કઈ-કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ?

Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ

Guru Gochar 2025: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવ ગ્રહો અને 12 રાશિઓ વચ્ચે ખાસ સંબંધ હોય છે. જ્યારે પણ કોઈ પણ ગ્રહ પોતાની રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની તમામ રાશિઓ પર શુભ અને અશુભ અસર પડે છે. વર્ષ 2024 પૂરુ થવા જઈ રહ્યું છે અને પછી નવું વર્ષ 2025 શરૂ થશે. આ વર્ષે નવ ગ્રહો ગોચર કરશે. જ્યારે 2024ના છેલ્લા મહિનામાં કેટલાક ગ્રહો તેમના ગોચરને કારણે 2025 સુધી કેટલીક રાશિઓ માટે ફાયદાકારક રહેશે. તેમાંથી એક ગ્રહ છે ગુરુ.

દેવગુરુ બૃહસ્પતિએ 28 નવેમ્બર ગુરુવારે બપોરે 1:10 વાગ્યે નક્ષત્ર પરિવર્તન કરી લીધું છે. ગુરુ ગ્રહે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે અને આ નક્ષત્રમાં 10 એપ્રિલ 2025 સુધી રહેશે. આવી સ્થિતિમાં ગુરુ 10 એપ્રિલ સુધી 5 રાશિઓ પર કૃપા કરશે. ચાલો જાણીએ કઈ-કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ?

Add Zee News as a Preferred Source

મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે ગુરુ નક્ષત્ર પરિવર્તન લાભદાયક છે. વેપારમાં પ્રગતિ થઈ શકે છે. નોકરીયાત લોકોને પ્રમોશનની તક મળી શકે છે. અટવાયેલા પૈસા પાછા મળવાની પણ સંભાવના છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. જો તમે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખશો અને તમારા પરિવારના સભ્યો સાથે સારી વાતચીત કરશો તો તમને દરેક પગલા પર તેમનો સાથ મળશે. તમારા જીવનમાં કંઈક નવું થવા માટે તૈયાર છે. જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે અને પરસ્પર પ્રેમ વધશે.

વૃષભ રાશિ
વૃષભ રાશિ માટે ગુરુ નક્ષત્રમાં પરિવર્તન સારું રહેશે. સામાજિક કાર્યોમાં રુચી વધશે. પૈસા સંબંધિત લાભ થઈ શકે છે. કાર્યસ્થળ પર તમને સહકર્મીઓનો સહયોગ મળી શકે છે. પ્રમોશનની વાત થઈ શકે છે. તમે પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો અને સંબંધો સુધરશે. સમાજમાં તમારું માન-સન્માન વધશે.

સિંહ રાશિ
તમારા માટે એપ્રિલ 2025 સુધીનો સમય સારો રહેશે. સફળતા તરફ આગળ વધતા રહેશો. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. ઘનમાં વૃદ્ધિ અને ઉચ્ચ સ્તરે સફળતાની પણ સંભાવના છે. તમે વાદ-વિવાદથી દૂર રહેશો અને સંબંધો પહેલા કરતા સારા થશે.

ધનુ રાશિ
ધનુ રાશિ માટે ગુરુનું નક્ષત્ર પરિવર્તન ફાયદાકારક રહેશે. તમે બિનજરૂરી તણાવથી દૂર રહેશો. સમાજમાં ઓળખ બનશે. બગડેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. ઘન હાનિ થઈ ચૂકી છે તોચિંતા કરશો નહીં, હવે તમે નફો કરવાના છો. કામકાજમાં પ્રગતિ થઈ શકે છે અને નોકરીયાત લોકોની પ્રગતિ થઈ શકે છે.

મકર રાશિ
મકર રાશિના લોકો માટે ગુરુ નક્ષત્ર પરિવર્તન ફળદાયી રહેશે. સમાજમાં ઓળખ ઉભી થશે. સંબંધો સુધરશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગ થઈ શકે છે. જેમના લગ્ન નથી થયા તેમને ગુરુની કૃપાથી લગ્નના યોગ બની શકે છે. નાણાકીય સ્થિતિ પહેલા કરતા સારી થઈ શકે છે અને આવક વધી શકે છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news