બજેટ 2019: બજેટ રજૂ કરતાં પીયૂષ ગોયલે કહ્યું- અમે મોંઘવારીની જ કમર તોડી
બજેટ 2019 રજૂ કરતાં નાણામંત્રીનો વધારાનો હવાલો સંભાળનાર રેલવે મંત્રી પીયૂષ ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, દેશના મધ્યમ અને ગરીબ વર્ગને પરેશાન કરનાર ફુગાવાને અમે કંટ્રોલમાં રાખ્યો છે અને મોંઘવારીની જ કમર તોડી નાંખી છે. સાથોસાથ દેશની આર્થિક સ્થિતિ સધ્ધર કરી રહ્યા છે જેને પગલે વિશ્વમાં દેશનું સ્થાન ઉંચકાયું છે.
નવી દિલ્હી : બજેટ 2019 રજૂ કરતાં નાણામંત્રીનો વધારાનો હવાલો સંભાળનાર રેલવે મંત્રી પીયૂષ ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, દેશના મધ્યમ અને ગરીબ વર્ગને પરેશાન કરનાર ફુગાવાને અમે કંટ્રોલમાં રાખ્યો છે અને મોંઘવારીની જ કમર તોડી નાંખી છે. સાથોસાથ દેશની આર્થિક સ્થિતિ સધ્ધર કરી રહ્યા છે જેને પગલે વિશ્વમાં દેશનું સ્થાન ઉંચકાયું છે.
બજેટ રજુ કરતાં પીયૂષ ગોયલે કહ્યું કે, દરેક પરિવારને એક ઘર હોય, વીજળી હોય, શૌચાલય હોય એ દિશામાં અમારી સરકાર આગળ વધી રહી છે. આ સાથે દેશમાં ત્રાસવાદ, જાતિવાદ હટાવવા માટે અમે દૂર કરવામાં સફળ થયા છીએ. વિશ્વમાં ભારત તેજીથી આગળ વધતી અર્થવ્યવસ્થા છે. જો આપણે છેલ્લા પાંચ વર્ષમાં આ સરકાર આર્થિક રીતે આગળ રહી છે. વિશ્વમાં સારૂ સ્થાન મેળવ્યું છે. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને પરેશાન કરતા ફુગાવાને કંટ્રોલમાં રાખવામાં અમે સારી મહેનત કરી છે અને સફળ પણ રહ્યા છીએ.
તેમણે કહ્યું કે, પહેલા નાના ઉદ્યોગકારોની જ લોન પરત મેળવવા માટે દબાણ થતું હતું હવે મોટા ઉદ્યોગકારો સામે પણ દબાણ વધાર્યું છે અને સફળ રહ્યા છીએ જે અમારી સફળતા છે.