નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર શરૂ થઇ ચૂક્યું છે. 26 જુલાઇ સુધી બજેટ સત્ર ચાલશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ 5 જુલાઇના રોજ રજૂ થશે. તેને નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે. આ વખતે બજેટ પર બધાની નજર રહેશે. લોકસભા ચૂંટણી પહેલાં રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં સરકારે ટેક્સપેયર્સ માટે થોડી રાહત આપતાં 5 લાખ રૂપિયાની આવકવાળા રિબેટની જાહેરાત કરી દીધી છે. હવે 4 જુલાઇના રજૂ થનાર પૂર્ણ બજેટથી ટેક્સપેયર્સને મોટી આશા છે. નાણામંત્રાલયના સૂત્રોના અનુસાર બજેટમાં ટેક્સપેયર્સને મોટી રાહત મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

80C નો દાયરો વધારી શકે છે સરકાર
નાણા મંત્રાલયના સૂત્રોના અનુસાર સરકાર ટેક્સપેયર્સ માટે મોટી જાહેરાત કરી શકે છે. સૂત્રોનું માનીએ તો સરકાર ઇનકમ ટેક્સ અધિનિયમના સેક્શન 80C ના રોકાણ પર છૂટ સીમાને વધારી શકે છે. અત્યાર સુધી 80C હેઠળ 1 લાખ 50 હજાર રૂપિયાના રોકાણ પર ટેક્સ છૂટ મળે છે. તેને વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી શકે ચે. તેમાં ટેક્સપેયર્સની પાસે ટેક્સ બચાવવાનો વિકલ્પ ખુલી શકે છે. આ ઉપરાંત બીજા ઘણા પ્રકારની છૂટ આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

આ દેશમાં 3 લાખ રૂપિયે કિલો વેચાઇ રહ્યું છે મીટ, રાષ્ટ્રપતિએ ચોરીથી બચવા આપ્યું 7 ટન સોનું


વધી શકે છે ટેક્સ સ્લેબની મર્યાદા
સૂત્રોનું માનીએ તો ઇનકમ ટેક્સ સ્લેબમાં પણ વધુ ફેરફાર કરવામાં આવી શકે છે. જોકે તેના માટે સરકાર પોતાના તે નિર્ણયને પરત લઇ શકે છે, જે ફેબ્રુઆરીમાં બચગાળાના બજેટ દરમિયાન લીધો હતો. તેમાં ટેક્સપેયર્સને 5 લાખની આવક પર રિબેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે નવા ટેક્સ સ્લેબ આવતાં રિવોક કરીને ટેક્સ છૂટની મર્યાદા વધારી શકે છે. એટલે કે આ નવો ટેક્સ સ્લેબ તૈયાર કરવામાં આવશે. 

આગામી સમયમાં સસ્તા થઇ શકે છે ઇલેક્ટ્રિક વ્હીકલ, GST દર ઘટાડી શકે છે સરકાર


શું હોઇ શકે છે નવો ટેક્સ સ્લેબ?
ઇનકમ ટેક્સ નિયમ અનુસાર ટેક્સપેયર્સને 2 લાખ 50 હજાર રૂપિયાની આવક પર કોઇ ટેક્સ ચૂકવવો નહી પડે. પરંતુ હવે તેને સીધો વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. જો આમ થાય છે કે તો કલમ 80Cમાં રોકાણ સાથે ટેક્સપેયર્સને કુલ 5 લાખ રૂપિયા સુધી આવક પર કોઇ ટેક્સ ચૂકવવો નહી પડે.

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે 8મી પાસ હોવું જરૂરી નથી, મોદી સરકારે લીધો મોટો નિર્ણય


કેમ છે ટેક્સ સ્લેબ વધારવાની સંભાવના?
સૂત્રોનું માનીએ તો ટેક્સ સ્લેબમાં ફેરફારની સંભાવના એટલા માટે પણ છે કારણ કે GDP ગ્રોથ પાંચ વર્ષના નિચલા સ્તર પર છે. નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 5.8 ટકા રહી હતી. જો ટેક્સ છૂટની મર્યાદા વધારવામાં આવે છે તો તેનાથી ઇકોનોમીને બૂસ્ટ મળશે. સાથે કરોડો ટેક્સપેયર્સને મોટો ફાયદો મળશે. જોકે આમ કરવાથી સરકાર પર વધારાના બોજની સંભાવના છે. સરકાર બજેટ ડેફિસિટ પર સીધી અસર જોવા મળી શકે છે.