ડ્રાઇવિંગ લાઇસન્સ માટે 8મી પાસ હોવું જરૂરી નથી, મોદી સરકારે લીધો મોટો નિર્ણય

રોડ પરિવહન તથા માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયએ ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. રોજગારની તકો વધારવા માટે સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે મિનિમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની ફરજને દૂર કરી દીધી છે. મંત્રાલય દ્વારા આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. મંત્રાલયના નોટિફિકેશન અનુસાર હવે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું અથવા રિન્યૂ કરવા માટે 8મું પાસ શૈક્ષણિક યોગ્યતા અનિવાર્યતા નહી રહે. 
ડ્રાઇવિંગ લાઇસન્સ માટે 8મી પાસ હોવું જરૂરી નથી, મોદી સરકારે લીધો મોટો નિર્ણય

નવી દિલ્હી: રોડ પરિવહન તથા માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયએ ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. રોજગારની તકો વધારવા માટે સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે મિનિમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની ફરજને દૂર કરી દીધી છે. મંત્રાલય દ્વારા આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. મંત્રાલયના નોટિફિકેશન અનુસાર હવે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું અથવા રિન્યૂ કરવા માટે 8મું પાસ શૈક્ષણિક યોગ્યતા અનિવાર્યતા નહી રહે. 

કેંદ્વીય મોટર વાહન નિયમ 1989 ના નિયમ 8 હેઠળ કોઇ વાહન ચાલક માટે ધોરણ 8 પાસ હોવું જરૂરી છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ગરીબ વર્ગના લોકોની આજીવિકાને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી તે લોકોને તાત્કાલિક ફાયદો થશે જે આઠમું પાસ ન હોવાની પોતાનું લાઇસન્સનું નવીનીકરણ કરાવી શકતા નથી. સરકારના આ નિર્ણયથી યુવાનો માટે રોજગારના અવસર ખુલશે અને આ નિર્ણય પરિવહન ક્ષેત્રનામાં લગભગ 22 લાખ ડ્રાઇવરોની ખોટને દૂર કરશે.

ટૂંક સમય ઇશ્યૂ થશે પરિપત્ર
મંત્રાલય દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એવા લોકો જે આઠમું પાસ નથી અને લાઇસન્સ બનાવવા માંગે છે, હવે તે પણ લાઇસન્સ બનાવી શકે છે. કેંદ્વીય મોટર વાહન 1989ના અનુચ્છેદ 8માં સંશોધન કરવા માટે એક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને આ સંબંધમાં એક ડ્રાફ તૈયાર કરી જલદી જ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. જોકે નિયમમાં ફેરફાર સાથે જ મંત્રાલયે એ પણ કહ્યું કે રોડ સુરક્ષાના નિયમોથી કોઇ સમાધાન કરવામાં આવશે નહી. ઓછું ભણેલા લોકોને ટ્રેનિંગ દ્વારા રોડ સુરક્ષાના નિયમો જણાવવામાં આવશે. 

હરિયાણા સરકારની ભલામણ
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રોડ પરિવહન મંત્રી નિતિન ગડકરીને ફરજિયાત શૈક્ષણિક યોગ્યતામાંથી છૂટ આપવાની ભલામણ કરી હતી. અનિવાર્ય યોગ્યતાના નિયમના લીધે મેવાત ક્ષેત્રના 20 હજારથી વધુ ચાલકો લાઇસન્સોનું નવીનીકરણ કરાવી શકતા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news