આ ગ્રીન બજેટ છે, આ ન્યૂ ઇન્ડીયાના નિર્માણમાં મહત્વપૂર્ણ કડી સાબિત થશે: PM મોદી
મોદી સરકારનું પૂર્ણકાલીન બજેટ શુક્રવારે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું. વડાપ્રધાન નરેંદ્ર મોદીએ આ બજેટને ગ્રીન બજેટ નામ આપ્યું છે. તેમના અનુસાર આ બજેટ દેશને સમૃદ્ધ બનાવનાર સાબિત થશે. આ બજેટથી દેશના વિકાસની રફતારને ગતિ મળશે. તેમણે કહ્યું કે આ બજેટ ન્યૂ ઇન્ડીયાના નિર્માણમાં મહત્વપૂર્ણ કડી સાબિત થશે.
નવી દિલ્હી: મોદી સરકારનું પૂર્ણકાલીન બજેટ શુક્રવારે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું. વડાપ્રધાન નરેંદ્ર મોદીએ આ બજેટને ગ્રીન બજેટ નામ આપ્યું છે. તેમના અનુસાર આ બજેટ દેશને સમૃદ્ધ બનાવનાર સાબિત થશે. આ બજેટથી દેશના વિકાસની રફતારને ગતિ મળશે. તેમણે કહ્યું કે આ બજેટ ન્યૂ ઇન્ડીયાના નિર્માણમાં મહત્વપૂર્ણ કડી સાબિત થશે.
Budget 2019: પેટ્રોલ-ડીઝલ થશે મોંઘુ, કસ્ટમ ડ્યૂટીમાં કર્યો વધારો
પીએમ મોદીએ કહ્યું કે આ દેશને સમૃદ્ધ અને જન-જનને સમર્થ બનાવનાર બજેટ છે. આ બજેટથી ગરીબોને બળ મળશે અને યુવાનોને સારું ભવિષ્ય મળશે. આ બજેટના માધ્યમથી મધ્યમ વર્ગને પ્રગતિ મળશે. વિકાસની રફતારને ગતિ મળશે. તેમણે કહ્યું કે આ બજેટથી ટેક્સ વ્યવસ્થામાં સરલીકરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકરણ થશે.
બજેટ 2019: ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, પણ અમીરોએ હવે ભરવો પડશે વધુ ટેક્સ, જાણો અન્ય જાહેરાતો
પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ ઉદ્યોગ અને ઉદ્યોગ સાહસિકોને મજબૂત બનાવશે. સાથે જ દેશમાં મહિલાઓની ભાગીદારીને વધારવામાં આવશે. આ એક ગ્રીન બજેટ છે, જેમાં પર્યાવરણ, ઇલેક્ટ્રિક મોબિલિટી અને સોલાર સેક્ટર પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. ગત 5 વર્ષમાં દેશ નિરાશાના વાતાવરણને છોડી ચૂક્યો છે. આજે દેશ આશાઓ અને આત્મવિશ્વાસથી ભરેલો છે.
BUDGET 2019 LIVE : ઘર ખરીદનારાઓ માટે ખુશખબર, મહિલા અને NRI માટે સરકારે કરી મોટી જાહેરાત
પીએમ મોદીએ કહ્યું કે આ બજેટમાં આર્થિક જગતના રિફોર્મ પણ છે. સામાન્ય નાગરિક માટે ઇઝ ઓફ લિવિંગ પણ છે અને સાથે જ ગામડા અને ગરીબોનું કલ્યાણ પણ છે. તેમણે કહ્યું કે આજે લોકોના જીવનમાં નવી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ છે. આ બજેટ દેશને વિશ્વાસ આપી રહ્યું છે કે તેને પુરો કરવામાં આવી રહ્યો છે. એ વિશ્વાસ આપી રહ્યો છે કે દિશા યોગ્ય છે, પ્રોસેસ ઠીક છે, ગતિ સાચી છે એટલા માટે લક્ષ્ય સુધી પહોંચવું નક્કી છે.
પીએમ મોદીએ કહ્યું કે ગત 5 વર્ષમાં અમારી સરકારે ગરીબ, શોષિત અને વંચિતોને સશક્ત બનાવવા માટે અનેક પગલાં ભર્યા છે. હવે આગામી 5 વર્ષમાં આ સશક્તિકરણ તેમને દેશના વિકાસ પર પાવર હાઉસ બનાવશે.