BUDGET 2019 LIVE : ઘર ખરીદનારાઓ માટે ખુશખબર, મહિલા અને NRI માટે સરકારે કરી મોટી જાહેરાત

મોદી સરકાર-2.0 નું પહેલું બજેટ છપાઇને તૈયાર છે. થોડીવારમાં સંસદમાં મંત્રી નિર્મલા સીતારમણનું બજેટ બ્રીફકેસ ખુલશે અને જનતા જર્નાદન પર ભેટનો વરસાદ કરશે? કારણ કે ટેક્સપેયર્સને આ બજેટ પાસે ઘણી આશાઓ છે. ટેક્સપેયર્સને બ્ચત પર વધુ ફાયદો અને કમાણી પર ઓછા ટેક્સની આશા છે. 

BUDGET 2019 LIVE : ઘર ખરીદનારાઓ માટે ખુશખબર, મહિલા અને NRI માટે સરકારે કરી મોટી જાહેરાત

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકાર 2.0 નું પ્રથમ પૂર્ણ બજેટ (Budget 2019) સંસદ ભવનમાં રજૂ કરી રહ્યા છે. નાણામંત્રીએ સવારે 11 વાગે બજેટ ભાષણ વાંચવાનું શરૂ કર્યું હતું. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે વિશ્વાસ હોય તો કોઇ રસ્તો નિકળે છે. આગામી થોડા વર્ષોમાં અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. બજેટમાં ન્યૂ ઇન્ડીય પર ભાર મુક્યો છે. દેશનો દરેક વ્યક્તિ પરિવર્તન અનુભવી રહ્યો છે. હાલમાં આ છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા છે, જોકે પહેલાં 11મા નંબર પર હતી. અમે અમારી યોજનાઓ પર અમલ કર્યો છે. ખાદ્ય સુરક્ષા પર ખર્ચ બમણો કરવામાં આવશે. વડાપ્રધાન નરેંદ્ર મોદીના નેતૃત્વમાં દરેક લક્ષ્યને પુરો કરશે.  

નાણા મંત્રીએ કહ્યું કે મુદ્વા લોન દ્વારા લોકોની જીંદગીમાં પરિવર્તન આવ્યું છે. સરકારી પ્રક્રિયાઓને વધુ સરળ બનાવીશું. દેશને પ્રદૂષણ બનાવવાનું લક્ષ્ય છે. 

સોનું, પેટ્રોલ, ડીઝલ, તમાકું બધુ મોંઘુ
સોના પર ચાર્જ વધીને 10 ટકા ટેક્સથી વધારીને 12.5 ટકા કરી દેવામાં આવ્યો છે. તમાકુ પર પણ વધારાનો ચાર્જ લગાવવામાં આવશે. પેટ્રોલ-ડીઝલ પર 1-1 રૂપિયાનો વધારાનો સેસ લગાવવામાં આવશે. 

જેટલી વધુ કમાણી, એટલો જ આપવો પડશે ટેક્સ
મોદી સરકારે વધુ કમાણી કરનારાને આંચકો આપ્યો છે. હવે 2 થી 5 કરોડ રૂપિયા વાર્ષિક કમાણી કરનારાઓ પર 3 ટકા વધારાનો ટેક્સ લાગશે અને સાથે જ 5 કરોડ રૂપિયાથી વધુની કમાણી પર 7 ટકા વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. 

વધુ પૈસા કાઢશો તો ચૂકવવો પડશે વધુ ટેક્સ
જો કોઇપણ વ્યક્તિ બેંકમાંથી એક વર્ષમાં એક કરોડથી વધુની રકમ કાઢે છે તો તેનાપર 2% ટીડીએસ લાગશે. એટલે કે વાર્ષિક 1 કરોડથી વધુ કાઢતાં 2 લાખ રૂપિયા ટેક્સમાં જ કપાઇ જશે. 

ઇનકમ ટેક્સ ચૂકવનારાઓ માટે મોટી જાહેરાત
ITR માટે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી હવે આધાર કાર્ડ વડે પણ લોકો પોતાનો ટેક્સ ભરી શકશે. એટલે કે હવે પાનકાર્ડ જરૂરી નથી. પેન અને આધાર કાર્ડ દ્વારા કામ થઇ જશે. 

મિડલ ક્લાસ માટે મોટી જાહેરાત
મિડલ ક્લાસ માટે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. હવે 45 લાખ રૂપિયાનું ઘર ખરીદવા પર વધારાની 1.5 લાખ રૂપિયાની છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત 2.5 લાખ રૂપિયા સુધીના ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા પર પણ છૂટ આપવામાં આવશે. 

કંપનીઓ માટે મોટી જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે 400 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવરવાળી કંપનીને 25 ટકા કોર્પોરેટ ટેક્સ ચૂકવવો પડશે. તેના હેઠળ દેશની 99 ટકા કંપનીઓ આવીજ અશે. ઇ વાહનો પર જીએસટીને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે. આ સાથે જ સ્ટાર્ટઅપ માટે મોટી છૂટની જાહેરાત છે. સ્ટાર્ટઅપને એન્જલ ટેક્સ ચૂકવવો નહી પડે, સાથે જ ઇનકમ ટેક્સ વિભાગ પણ તેની તપાસ કરશે. 

નવા સિક્કાઓની સીરીઝ લાવશે સરકાર
નાણામંત્રીએ જાહેરાત કરી છે કે રોકાણ માટે 1 લાખ કરોડ રૂપિયા એકઠા કરવામાં આવશે, જેમાં એર ઇન્ડીયામાં પણ ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. સાથે જ સરકારે જાહેરાત કરી છે કે લોન આપનાર કંપનીઓને હવે સીધી આરબીઆઇ કંટ્રોલ કરશે. 

રોકાણ અને વિદેશ પર કેંદ્વની નજર
નાણામંત્રીએ જાહેરાત કરી છે કે અમારી સરકાર વિદેશ નીતિ પર ભાર મુકી રહી છે તેના માટે સરકાર જ્યાં અત્યારે આપણા દૂતાવાસ નથી, તે દેશોમાં દૂતાવાસ ખોલવા પર ભાર મુકશે. સરકાર નાણાકીય વર્ષ 2019-20માં અન્ય ચાર નવા દૂતાવાસ ખોલવા માંગે છે. સરકારનું લક્ષ્ય માળખાકિય સુવિધાઓમાં અલગથી પાંચ વર્ષમાં 100 લાખ કરોડ રૂપિયાના રોકાણનું છે. 

NRI માટે સરકારે કરી મોટી જાહેરાત
વિદેશમાં વસતા ભારતીયો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. હવે NRI ને ભારત આવતાં જ આધાર કાર્ડ આપવાની સુવિધા મળશે. સાથે જ હવે તેમને 180 દિવસ સુધી ભારતમાં રહેવાની જરૂર નથી. અમારી સરકારો ટાર્ગેટ છે કે 17 પર્યટન સ્થળોને વિશ્વ સ્તરના બનાવવામાં આવશે. અત્યાર સુધી અમારી સરકારે 4 લાખ કરોડનું દેવૂ વસૂલ કર્યું છે. દેશમાં આર્થિક સુધારા પર ભાર મુકવામાં આવશે. સુધારા ભાવ પર NPA ને પરત લેવામાં આવ્યો છે. દેશમાં ક્રેબિટ ગ્રોથ 13 ટકાથી ઉપર ગયો છે. નાણામંત્રીએ જાહેરાત કરી કે ક્રેડિટને વધારવા માટે સાર્વજનિક ક્ષેત્રની બેંકોને 70 હજાર કરોડૅ રૂપિયા પુરા પાડવામાં આવશે. સુધારા દ્વારા બેંકોનો NPA છે. અમે બેંકિંગના બધા દરવાજા સુધી પહોંચડશે.  

મહિલાઓ માટે અલગથી જાહેરાત
મહિલાઓ માટે મોદી સરકારે અલગથી જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે મહિલાઓના વિકાસ વિના દેશનો વિકાસ થઇ ન શકે. નાણામંત્રીએ જાહેરાત કરી છે જે જનધન ખાતાધારક મહિલાઓને 5000 રૂપિયાના ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે. મહિલાઓ માટે અલગથી એક લાખ રૂપિયાની મુદ્વા લોનની વ્યવસ્થા કરવામાં આવશે. વિજળીને લઇને તેમણે કહ્યું કે અમારી સરકારે 36 કરોડ LED બલ્બ વહેંચ્યા છે, તેના દ્વારા દેશના 18431 કરોડ રૂપિયાની વાર્ષિક બચત થઇ છે. મોટાપાયે રેલવે સ્ટેશનોનું આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. 

સ્ટેન્ડ અપ ઇન્ડીયા હેઠળ દરેકને મળશે લાભ
નાણામંત્રીએ જાહેરાત કરી છે કે સ્ટેન્ડઅપ ઇન્ડીયા સ્કીમ હેઠળ મહિલાઓ, ST-ST ઉદ્યમીઓને લાભ આપવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે ટીવી ચેનલ પર પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. નાણામંત્રીએ જણાવુયં કે આગામી પાંચ વર્ષમાં 125000 કિમી રોડ બનાવવામાં આવશે, તેના માટે 80 હજાર 250 કરોડ રૂપિયા કરવામાં આવશે. 

અધ્યન કાર્યક્રમની જાહેરાત
રાજઘાટ પર રાષ્ટ્રીય સ્વચ્છતા કેંદ્વ બનાવવામાં આવશે. સાથે જ ખેલો ભારત યોજનાની જાહેરાત કરવામાં આવશે. અમારું લક્ષ્ય ઓનલાઇન કોર્સને પ્રોત્સાહન આપવા પર છે. દેશમાં 'અધ્યક્ષ' કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે, તેના હેઠળ વિદેશી વિદ્યાર્થીઓને ભારત બોલાવવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ માટે અલગથી કાયદાનો ડ્રાફ રજૂ કરવામાં આવશે. 

National Research Foundation ની જાહેરાત
સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અમે નવી શિક્ષણ નીતિ લાવીશું. શિક્ષણ નીતિ પર સંશોધન કેંદ્વ પણ બનાવવામાં આવશે. નેશનલ રિચર્સ ફાઉન્ડેશન (National Research Foundation) બનાવાની જાહેરાત કરવામાં આવી. આદર્શ ભાડા કાયદો પણ બનાવવામાં આવશે. સરકાર ઉચ્ચ શિક્ષણ માટે 400 કરોડ રૂપિયા ખર્ચ કરશે. દુનિયાની ટોપ 200 કોલેજમાં ભારતની ફક્ત 3 કોલેજ છે, એવામાં સરકાર આ સંખ્યાને વધારવા પર ભાર મુકશે, પાંચ વર્ષ પહેલાં આ લિસ્ટમાં એક પણ ભારતીય કોલેજનું નામ ન હતું. 

દરેકને મળશે ઘર
નાણામંત્રીએ કહ્યું કે અત્યાર સુધી 26 લાખ ઘરો બની ચૂક્યા છે, 24 લાખ ઘર આપવામાં આવ્યા છે. અમારો ટાર્ગેટ 2022 સુધી દરેકને ઘર આપવાનો છે. 95 ટકાથી વધુ શહેરોને ODF જાહેર કરવામાં આવ્યા છે. આજે એક કરોડ લોકોને ફોનમાં સ્વચ્છ ભારત એપ છે. દેશમાં 1.95 કરોડ ઘર આપવાનું લક્ષ્ય છે. 

સફાઇ અને ગામડાઓ પર સરકારનું જોર
નાણામંત્રીએ જાહેરાત કરી છે કે 2014 બાદ 9.6 કરોડ શૌચાલયનું નિર્માણ કર્યું છે. 5.6 લાખ ગામડા આજે દેશમાં ખુલ્લામાં શૌચથી મુક્ત થઇ ગયા છે. સ્વચ્છ ભારત મિશનના વિસ્તાર માટે સરકાર પ્રતિબદ્ધ છે. અત્યાર સુધી 2 કરોડ લોકોએ ડિજિટલ રૂપથી સાક્ષાર બનાવવામાં આવ્યું છે. ગ્રામીણ-શહેરી અંતરને ઘટાડવા માટે સરકાર ડિજિટલ ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહી છે.

જળના ક્ષેત્રમાં આવશે ક્રાંતિ...
અમારી સરકારે પાણી માટે જળશક્તિ મંત્રાલયની રચના કરી છે. પાણીના પુરવઠાના લક્ષ્યને લાગૂ કરવામાં આવી રહ્યો છે. 1500 બ્લોકની ઓળખ કરવામાં આવી છે. તેના દ્વારા દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે. સરકારનું લક્ષ્ય 2024 સુધી દરેક ઘરે પાણી પહોંચાડવાનો લક્ષ્ય છે. 

કૃષિ અને બિઝનેસ ક્ષેત્રમાં લાવશે ક્રાંતિ
પોતાના ભાષણમાં નાણા મંત્રીએ સ્ફૂર્તિ દ્વારા દેશમાં 100 નવા ક્લસ્ટર બનાવવામાં આવશે. 20  ટેક્નોલોજી બિઝનેસ ઇંક્યૂબેટર સ્થાપિત કરવામાં આવશે, તેના દ્વારા 20 હજાર લોકોને સ્કિલ આપવામાં આવશે. નાણામંત્રીએ જાહેરાત કરી કે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હવે રોકાણ વધારવામાં આવશે. 10 હજાર નવા ખેડૂત ઉત્પાદક સંઘ બનશે, દાળોના મામલે દેશ આત્મનિર્ભર બન્યો છે. અમારો લક્ષ્ય આયાત પર ઓછો ખર્ચ કરવાનો છે. આ સાથે જ ડેરીના કામોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. અન્નદાતા હવે ઉર્જાદાતા પણ હોઇ શકે છે. ખેડૂતોને તેના પાકના યોગ્ય ભાવ આપવાનું અમારું લક્ષ્ય છે. 

ગ્રામીણ ભારત પર રહેશે સરકારનું ફોકસ
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મહાત્મા ગાંધીનો વિચાર હતો કે ભારતની આત્મા ગામડાઓમાં વસે છે, અમારી સરકાર પોતાની દરેક યોજનામાં અંતોદયને પ્રોત્સાહન આપવા જઇ રહી છે. અમારી સરકારનું કેંદ્વ બિંદુ ગામડા, ખેડૂત અને ગરીબ છે. અમારો ટાર્ગેટ છે કે 2022 સુધી દરેક ગામમાં વિજળી પહોંચાડીશું. ઉજ્જવલા યોજના અને સૌભાગ્ય યોજના દ્વારા દેશમાં મોટું પરિવર્તન આવ્યું છે.

FDI ને લઇને મોટી જાહેરાત
નાણામંત્રીએ ભાષણમાં કહ્યું કે મીડિયામાં પણ વિદેશી રોકાણની સીમા વધારવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વીમા સેક્ટરમાં 100 ટકા FDI પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. ભારત અંતરિક્ષના ક્ષેત્રમાં એક મોટી તાકાતના રૂપમાં વિકસ્યો છે. અમારી સરકાર આ તાકાતને વધારવા માંગે છે અને સેટેલાઇટ લોન્ચ કરવાને ક્ષમતાને વધારવામાં આવશે. 

નાના દુકાનદારોને મળશે પેંશન
નાણામંત્રીએ જાહેરાત કરી કે નાના દુકાનદારોને પેંશન આપવામાં આવશે, સાથે જ માત્ર 59 મિનિટમાં દુકાનદારોને લોન આપવાની યોજના છે. તેનો લાભ 3 કરોડથી વધુ નાના દુકાનદારોને મળી શકશે. અમારી સરકાર આ સાથે જ દરેકને ઘર આપવાની યોજના પર પણ આગળ વધી શકે છે. 

નેશનલ ટ્રાંસપોર્ટ કાર્ડની જાહેરાત
સરકાર દ્વારા નેશનલ ટ્રાંસપોર્ટ કાર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેનો ઉપયોગ રેલવે અને બસોમાં કરવામાં આવશે. તેને રૂપે કાર્ડની મદદથી ઉપયોગ કરી શકાશે, જેમાં બસની ટિકિટ, પાર્કિંગ ખર્ચ, રેલવેની ટિકિટ બધુ એકસાથે કરી શકાશે. આ સાથે જ સરકારે MRO ફોર્મૂલાને અપનાવવાની વાત કહી છે. જેમાં મેન્યૂફેક્ચરિંગ, રિપેરિંગ અને ઓપરેટરનો ફોર્મૂલા લાગૂ કરવામાં આવશે. 

રેલવેના વિકાસ માટે લાગૂ થશે PPP મોડલ
નાણામંત્રીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે લક્ષ્ય રિફોર્મ, પરફોર્મ અને ટ્રાંસફોર્મનું છે. અમારી સરકારનું આગામી મોટું લક્ષ્ય જળમાર્ગને પ્રોત્સાહન આપવાનું છે. સાથે જ વન નેશન, વન ગ્રિડ માટે અમે આગળ વધી રહ્યા છીએ, જેની બ્લ્યૂપ્રિંટ તૈયાર કરવામાં આવી રહી છે. તેમણે સાથે જ જાહેરાત કરવામાં આવી કે સરકાર રેલવેમાં ખાનગી ભાગીદારી પર ભાર મુકી રહી છે. રેલવેના વિકાસ માટે PPP મોડલ લાગૂ કરવામાં આવશે. રેલવેના માળખા માટે 50 લાખ કરોડ રૂપિયાના રોકાણની જરૂર છે. 

ઓટો સેક્ટર માટે મોટી જાહેરાત
- ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર મોટી છૂટની જાહેરાત
- ઇલેક્ટ્રિક વાહની ખરીદી પર છૂટ મળશે
- ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર ઇંસેંટિવ પણ આપવામાં આવશે. 

- તેમણે કહ્યું કે અનાજ એક્સપોર્ટ માટે 10 સૂત્રીય યોજના બની છે. તેમાં આયુષ્માન ભારત, વોટર મેનેજમેંટ, સ્વચ્છ ભારત, નદીઓની સફાઇ સામેલ છે. સ્પેસ પ્રોગ્રામ અને લોકોની સુરક્ષા માટે પણ કાર્યક્રમ બનાવવામાં આવ્યા છે. 

- નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતમાલા પ્રોજેક્ટ સાથે જોડાયેલા રસ્તાઓનો સારી રીતે વિકાસ થશે- ઉડાન સ્કીમ દ્વારા નાના શહેરોને જોડવામાં આવી રહ્યા છે. ભારતમાલા પ્રોજેક્ટથી કારોબારમાં વધારો થશે. 

- નાણામંત્રીએ કહ્યું કે અમે આર્થિક વિકાસ વધારવાનું કામ કરી રહ્યા છીએ. અમારો ભાર રિફોર્મ, પરફોર્મ અને ટ્રાંસફોર્મ પર છે. અમે ન્યૂ ઇન્ડીયા તરફ આગળ વધી રહ્યા છીએ.

- નાણામંત્રીએ કહ્યું કે નોકરી માટે પણ  વધુ રોકાણની જરૂર છે. 

- તેમણે કહ્યું કે પરચેંજિંગ પાવર અનુસાર ભારત વર્લ્ડની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા છે. અમે 5 વર્ષમાં 1 લાખ કરોડ ડોલર ઇકોનોમીમાં ઉમેરી રહ્યા છીએ. સાથે જ ઇંફ્રા, ડિજિટલ ઇકોનોમી પર વધુ રોકાણની જરૂર પર ભાર મુક્યો. 

- નાણામંત્રીએ કહ્યું કે FY20 સુધી 3 લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થા હશે. અમે 2025 સુધી 5 લાખ કરોડ ડોલરની ઇકોનોમી બની જશે અને પીએમ મોદીના નેતૃત્વમાં લક્ષ્ય પ્રાપ્ત કરશે. 

- નાણામંત્રીએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય સાર્થક છે. અમે મજબૂત દેશ માટે મજબૂત નાગરિકના ઉદ્દેશ્ય પર ચાલી રહ્યા છીએ, જે સાચી સાબિત થશે.

- નાણામંત્રીએ કહ્યું કે અમારી સરકારે 'પરફોર્મ, રિફોર્મ અને ટ્રાંસફોર્મ' માટે સિદ્ધાંત મેળવી લીધા છે. હવે નવા ભારતની તસવીર સાચી થશે. 

11.02 વાગે
નાણામંત્રીનું બજેટ ભાષણ શરૂ

11.00 વાગે
લોકસભાની કાર્યવાહી શરૂ. નાણામંત્રીના બજેટ ભાષણની શરૂઆત.

10.50 વાગે
કેંદ્વીય કેબિનેટે Budget 2019 ને મંજૂરી આપી. નાણામંત્રી નિર્મલા સીતારમણ હવે પોતાનું પ્રથમ બજેટ રજૂ કરવા માટે તૈયાર છે.  

10.45 વાગે
Budget 2019 ની કોપી સંસદ ભવન લાવવામાં આવી.
Budget Copy

10.41 વાગે
લોકસભામાં કામકાજ શરૂ થતાં પહેલાં નિર્મલા સીતારમણના અભિભાવક સંસદ ભવન પહોંચ્યા. 

10.37 વાગે
બજેટ રજૂ થતાં પહેલાં નિફ્ટી પર PSU બેંકો ઇંડેક્સ પર મિશ્ર બિઝનેસ થઇ રહ્યો છે. વિશ્લેષકોને આશા છે કે બેંકના પૂંજીકરણ માટે 35 થી 40 હજાર કરોડની ફાળવણી થઇ શકે છે.

10.34 વાગે 
Budget 2019: ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન મળ્યુ તો આ શેરો પર થશે નેગેટિવ અસર

10.26 વાગે
કેબિનેટ બેઠક શરૂ. બજેટ ડોક્યુમેંટ પર ચર્ચા. 11 વાગે લોકસભાનું સત્ર શરૂ થશે. 

10.14 વાગે
સામાન્ય બજેટ 2019: આખા વર્ષ માટે નહી હોય આ બજેટ, જાણો ક્યાં સુધી મળશે પૈસા

10.05 વાગે
સમાચાર એજન્સી ANI ના અનુસાર મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમે કહ્યું કે આ વખતે બજેટ ભારતીય પરંપરાના અનુસાર રજૂ થશે. હવે અંગ્રેજોના બ્રીફકેસમાં બજેટ રજૂ કરવાની પરંપરા ખતમ થશે. 

10.00 વાગે
નાણા મંત્રી સંસદ ભવન પહોંચ્યા. કેંદ્વીય બજેટની બેઠકમાં બજેટ 2019 ને મંજૂરી માટે રાખવામાં આવ્યું. 

09.51 વાગે
Budget 2019: નિર્મલા સીતારમણે બદલી પેટર્ન, બ્રીફકેસના બદલે લાલ રંગની બેગમાં લાવ્યા બજેટના દસ્તાવેજ

09.41 વાગે
Budget 2019: બજેટમાં ગ્રાહકોને મળી શકે છે હોમ ઇંશ્યોરન્સ સાથે સંકળાયેલી મોટી રાહત

09.33 વાગે
Budget Expectations : કિસાન સન્માન નિધિની રકમ રૂપિયા 6000 થી વધી શકે છે.

09.29 વાગે
Budget 2019: હેલ્થ કેર સેક્ટર પર બજેટમાં કરવામાં આવશે ફોકસ, વધી શકે છે ફાળવણી

09.23 વાગે
સેંસેક્સે 11 જૂન પછી ફરી 40 હજારના સ્તરને ટચ કર્યો

09.16 વાગે
નાણામંત્રી રાષ્ટ્રપતિ ભવન પહોંચીને કેંદ્વીય બજેટની કોપ રામનાથ કોવિંદને સોંપી.
budget 2019

09.08 વાગે
નવી વાત એ છે કે આ વખતે બજેટ ડોક્યૂમેંટને બ્રીફકેસમાં નહી પરંતુ લાલ રંગના કપડામાં રાખવામાં આવ્યા છે.
budget

09.03 વાગે
નિર્મલા સીતારમણે બજેટ ડોક્યુમેંટ શોકેસ કર્યા. તેમની સાથે નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર તથા નાણા મંત્રાલયના અન્ય ઓફિસરો પણ હાજર હતા. 

— Zee Business (@ZeeBusiness) July 5, 2019

8.52 વાગે
નાણા મંત્રી નોર્થ બ્લોક સ્થિત નાણા મંત્રાલયની ઓફિસ પહોંચ્યા. અહીંથી તે રાષ્ટ્રપતિ ભવન જશે. 

08.41વાગે
નાણામંત્રી દિલ્હી સ્થિત પોતાના આવાસથી નાણા મંત્રાલયની ઓફસ માટે રવાના. અહીં થશે બજેટ બ્રીફકેશ શોકેસ.

08.33 વાગે
વડાપ્રધાન નરેંદ્ર મોદીની મહત્વાકાંક્ષી આયુષ્માન યોજનાને લઇને પણ ચર્ચા છે કે પ્રાઇવેટ હોસ્પિટલો માટે મેડિકલ ખર્ચની મર્યાદા વધારી શકે છે. પ્રાઇવેટ હોસ્પિટલ દેશના 70 ટકા ભાગમાં સારવાર પુરી પાડી રહ્યા છે. 

08.23 વાગે
ભારતમાં જળ સંકટ વધી રહ્યું છે. એવામાં નજર જળ શક્તિ મંત્રાલ્ય પર પણ છે, જે પાણીની સમસ્યાને દૂર કરવા માટે મોટો પ્લાન રજૂ કરી શકે છે. 

08.18 વાગે
લોકસભા ચૂંટણી દરમિયાન BJP વાયદો કર્યો હતો કે તે ખેડૂતોની આવક વધારવા માટે સાર્થક પ્રયત્ન કરશે.

08.13 વાગે
સાથે જ મિડલ ક્લાસને ટેક્સમાં રાહત આપવામાં આવી શકે છે જેથી બજારમાં કંઝ્મશન વધે. 

08.04 વાગે
સૂત્રોના અનુસાર બજેટ રજૂ થયા બાદ લોકસભાનું કામકાજ સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી શકે છે.

07.52 વાગે
નાણામંત્રી લોકસભામાં સરકારી પૂંજીગત આવક અને પૂંજીગત ખર્ચનું વિવરણ રજૂ કરશે. 

07.35 વાગે
સૂત્રોનું માનીએ તો ખેડૂતોને ખાસ ભેટની જાહેરાત થઇ શકે છે. ખેડૂત સન્માન નિધિ રકમ બમણી થઇ શકે છે. 

07.26 વાગે
બજેટ બ્રીફકેસ શોકેસ બાદ નાણામંત્રી કેબિનેટ બેઠકમાં ભાગ લેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવન જઇને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે બજેટ રજૂ કરવાની મંજૂરી લેશે.

07.08 વાગે
નાણામંત્રી થોડીવારમાં પોતાના ઘરેથી નોર્થ બ્લોક માટે નિકળશે. ત્યાં બ્રીફકેસનું શોકેસ હશે. આ પરંપરા છે. આ વર્ષે બજેટમાં રજૂ થનાર પહેલાં નાણામંત્રી બજેટ બ્રીફકેસનું શોકેસ કરે છે. 

07.05 વાગે
નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ બજેટ છે. તેમણે વિભિન્ન ક્ષેત્રના વિશેષજ્ઞો સાથે ચર્ચા બાદ આ બજેટ તૈયાર કર્યું છે. 

ટેક્સ પેયરને આશા
બજેટ પહેલાં ટેક્સપેયરને આશા છે કે ટેક્સમાં છૂટ વધારવામાં આવે, ટેક્સ સ્લેબ બદલાઇ, સેક્શન 80C ની લિમિટ વધે, LTCG ટેક્સ દૂર થાય, રોકાણ પર ટેક્સ છૂટ મળે, હોમ લોનનો બોજો ઓછો થાય, કોર્પોરેટ ટેક્સ ઘટાડવામાં આવે અને બિઝનેસ કરવો સરળ બનાવવામાં આવે.

80C ની રોકાણ પર છૂટ સીમા વધશે
સૂત્રોના અનુસાર સરકાર ટેક્સપેયર્સ માટે મોટી જાહેરાત કરી શકે છે. સૂત્રોનું માનીએ તો સરકાર ઇનકમ ટેક્સ અધિનિયમની સેક્શન 80C ની રોકાણ સીમાને વધારી શકે છે. અત્યાર સુધી 80C હેઠળ 1 લાખ 50 હજાર રૂપિયાના રોકાન પર ટેક્સ છૂટ મળે છે. તેને વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. 

રેલવેને ભેટ
આ બજેટ 2019માં ટ્રેનોની ગતિ અને વધારવાની મોટી જાહેરાત થઇ શકે છે. જોકે Railway મિનિસ્ટ્રી 'મિશન રફતાર' હેઠળ રેલગાડીઓની ગતિને વધારવા પર કામ કરી રહી છે. રેલવેનો પ્રયત્ન છે કે મુખ્ય રેલ માર્ગો પર રેલગાડીઓની ગતિને 160 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારવામાં આવે. બજેટમાં આ પ્રોજેક્ટ માટે સારા પૈસા આપવાની આશા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news