નવી દિલ્હી: નરેંદ્ર મોદી સરકાર પહેલાંથી ચાલી રહેલી પરંપરાનું પાલન કરતાં 1 ફેબ્રુઆરી 2019ના રોજ વચગાળાનું બજેટ રજૂ કરશે. માનવામાં આવી રહ્યું છે કે આ બજેટમાં ખેડૂતો અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખતાં કેટલીક જાહેરાતો થઇ શકે છે. વચગાળાનું બજેટ આ પહેલાં આ પહેલાં આર્થિક સર્વેક્ષન રજૂ કરવાની આશા નહી. જોકે બજેટ સત્ર દરમિયાન નવી સરકાર સંભાળે ત્યાં સુધી ચાર મહિનાના ખર્ચ માટે લેખાનુદાનને જ મંજૂરી આપવામાં આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Budget પહેલાં સેંસેક્સમાં 665 પોઈન્ટનો ઉછાળો, શું બજેટમાં કંઇક સારું થવાનું છે?


આ 3 જાહેરાતો સંભવ


ઇનકમ ટેક્સ છૂટ વધારવાની


ગરીબો માટે ન્યૂનતમ આવક યોજના


ખેડૂતો માટે સહાયતા પેકેજ


જેટલીએ 5 બજેટ રજૂ કર્યા
સામાન્ય ચૂંટણી બાદ મે મહિનામાં ચૂંટાનાર નવી સરકાર જુલાઇ મહિનામાં પૂર્ણ બજેટ રજૂ કરશે અને તે પહેલાં આર્થિક સર્વેક્ષણ સંસદમાં રજૂ કરવામાં આવશે. એનડીએ સરકારના હાલના કાર્યકાળનું આ અંતિમ બજેટ હશે. નાણા મંત્રાલયનું કામકાજ જોતાં વચગાળાનું બજેટ નાણા મંત્રી પીયૂષ ગોયલ આ બજેટ રજૂ કરશે. અરૂન જેટલી સારવાર માટે અમેરિકા ગયા બાદ ગત સપ્તાહથી જ મંત્રી પીયૂષ ગોયલને નાણા મંત્રાલયનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તે પહેલાં નાણામંત્રી રહેતાં અરૂણ જેટલીએ 5 વખત બજેટ રજૂ કર્યું છે. 

Share Market LIVE: બજેટ પહેલાં શેરબજારમાં તેજી, Sensex માં 400 પોઈન્ટનો ઉછાળો


મોદી સરકારનું વચગાળાનું  બજેટ
બજેટને લઇને તે પહેલાં તે સમય ભ્રમની સ્થિતિ બની ગઇ હતી જ્યારે વાણિજ્ય મંત્રાલયે મીડિયાને મોકલેલા એક વોટ્સઅપ સંદેશમાં ''2019 ના બજેટને અંતરિમ બજેટ ન ગણાવીને તેને 2019-20 સુધી સામાન્ય બજેટ તરીકે ગણાવ્યું.'' જોકે નાણા મંત્રાલય બાદમાં સ્પષ્ટ કરતાં કહ્યું કે આ વચગાળાનું બજેટ જ હશે. 


કોંગ્રેસ પૂર્ણ બજેટનો વિરોધ કરશે
રાજકીય વર્તુળમાં પણ તેને લઇને ભ્રમની સ્થિતિ બનેલી છે સરકાર સામાન્ય ચૂંટણી પહેલાં વચગાળાનું બજેટ રજૂ કરવાની પરંપરાને હટાવીને પૂર્ણ બજેટ રજૂ કરી શકે છે. મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે તેનો વિરોધ કરતાં કહ્યું કે ભાજપ નેતૃત્વવાળી એનડીએ સરકાર દ્વારા ''પૂર્ણ બજેટ'' રજૂ કરવા સંસદની અંદર અને બહાર બંને સ્તર પર વિરોધ કરશે કારણ કે આ સંસદીય પરંપરા વિરૂદ્ધ હશે. 

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં બીજા દિવસે પણ ઘટાડો, જાણો આજનો ભાવ


13 ફેબ્રુઆરી સુધી ચાલશે બજેટ સત્ર
બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઇને 13 ફેબ્રુઆરી સુધી ચાલવાની આશા છે. એપ્રિલ, મે મહિનામાં ચૂંટણી યોજાવવાની છે. મે મહિનાના અંત સુધી નવી સરકારની રચના થઇ શકે છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે રાજકોષીય નુકસાનનું બજેટ અનુમાન જીડીપી 3.3 ટકા રાખ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે પરોક્ષ કર વસૂલી આશાને અનુરૂપ ન થવી અને ડિસઇન્વેસ્ટમેન્ટ ના લીધે નુકસાન લક્ષ્યથી વધુ રહી શકે છે. 

ન વચગાળા ન પૂર્ણ, 1 ફ્રેબુઆરીએ ફક્ત 4 મહિના માટે બજેટ રજૂ કરશે સરકાર: નાણા મંત્રાલય


4 મહિનાના લેખાજોખા રજૂ થશે
સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે વચગાળાના બજેટમાં પણ બધા બજેટ દસ્તાવેજ હશે, જેમાં આગામી નાણાકીય વર્ષ માટે મહેસૂલ અને વ્યવના બજેટનું અનુમાન રજૂ કરવામાં આવશે. પરંતુ સંસદ દ્વારા આગામી 4 મહિનાના ખર્ચને મંજૂરી આપવામાં આવશે.