Budget પહેલાં સેંસેક્સમાં 665 પોઈન્ટનો ઉછાળો, શું બજેટમાં કંઇક સારું થવાનું છે?

મહિનાની પહેલી તારીખ નોકરીયાત લોકો માટે ખાસ હોય છે, કારણ કે આ દિવસે તેમના ખાતામાં સેલરી ક્રેડિટ થાય છે. પરંતુ શું આવતીકાલે 1 ફેબ્રુઆરીના રોજ શેરબજાર સાથે સંકળાયેલા લોકોને કોઇ ભેટ મળવાની છે. આ વાતનું અનુમાન એટલા માટે લગાવવામાં આવી રહ્યું છે કે કારણ કે બજેટ પહેલાં આજે ગુરૂવારે સેંસેક્સમાં 665 પોઈન્ટની તેજી જોવા મળી. આ પ્રકારે નિફ્ટી પણ લગભગ 180 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. તો શું બજારને કેટલાક સારા નિર્ણયોનો અણસાર આવી રહ્યો છે. આમ તો કોઇ સરકાર નહી ઇચ્છે કે અંતિમ બજેટને શેર બજારની સલામી ન મળે. એટલા માટે પુરી આશા છે કે બજેટ બજાર માટે સકારાત્મક રહેશે. 

Updated By: Jan 31, 2019, 04:39 PM IST
Budget પહેલાં સેંસેક્સમાં 665 પોઈન્ટનો ઉછાળો, શું બજેટમાં કંઇક સારું થવાનું છે?
ફાઇલ તસવીર

અમિત પાંડેય: મહિનાની પહેલી તારીખ નોકરીયાત લોકો માટે ખાસ હોય છે, કારણ કે આ દિવસે તેમના ખાતામાં સેલરી ક્રેડિટ થાય છે. પરંતુ શું આવતીકાલે 1 ફેબ્રુઆરીના રોજ શેરબજાર સાથે સંકળાયેલા લોકોને કોઇ ભેટ મળવાની છે. આ વાતનું અનુમાન એટલા માટે લગાવવામાં આવી રહ્યું છે કે કારણ કે બજેટ પહેલાં આજે ગુરૂવારે સેંસેક્સમાં 665 પોઈન્ટની તેજી જોવા મળી. આ પ્રકારે નિફ્ટી પણ લગભગ 180 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. તો શું બજારને કેટલાક સારા નિર્ણયોનો અણસાર આવી રહ્યો છે. આમ તો કોઇ સરકાર નહી ઇચ્છે કે અંતિમ બજેટને શેર બજારની સલામી ન મળે. એટલા માટે પુરી આશા છે કે બજેટ બજાર માટે સકારાત્મક રહેશે. 

Share Market LIVE: બજેટ પહેલાં શેરબજારમાં તેજી, Sensex માં 400 પોઈન્ટનો ઉછાળો

ખતમ થઇ શકે છે એલટીસીજી
બજેટ પહેલાં બજારની સકારાત્મક પ્રતિક્રિયાનું સૌથી મોટું કારણ તે મોટી આશા સાથે જોડાયેલું છે કે સરકાર આ વખતે લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ (LTCG) ખતમ કરી શકે છે. ઝી બિઝનેસના ટ્વિટર પેજ પર એક પોલ કરવામાં આવ્યો હતો કે શું સરકારને લોન્ગ ટર્મ કેપિટલ ગેન (#LTCG) ટેક્સ હટાવવો જોઇએ? આ પોલ પર 4610 લોકોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા અને 90 ટકા લોકોનું કહેવું હતું કે એલટીસીજી ખતમ થવું જોઇએ. બજારના જાણકારોનું કહેવું છે કે આ ટેક્સના લીધે બજારમાં તેજીનો દૌર ખતમ થઇ ગયો. આ પ્રકારે આ ટેક્સ કેપિટલ ગેનના લીધે કેપિટલ લોસનું કારણ બની ગયો. 

શું છે એલટીસીજી
ગત વર્ષના બજેટમાં સરકારે એલટીસીજી ટેક્સને લાગૂ કર્યો હતો. તેના હેઠળ એક વર્ષ અથવા તેનાથી વધુ સમય બાદ શેર વેચતાં જો તેનાથી એક લાખ રૂપિયાથી વધુનો ફાયદો થાય છે, તો તેના પર 10% ટેક્સ લાગશે. 

બજેટ 2019: ફક્ત થોડા મહિના માટે મળશે ટેક્સમાં રાહત! આ છે મોદી સરકારનો પ્લાન

ગ્રામીણ માંગમાં તેજીની આશા
ચૂંટણી વર્ષ હોવાના લીધે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર ખેડૂત અને ગામડાઓ માટે કોઇ મોટી રાહતની જાહેરાત આ બજેટમાં કરી શકે છે. જો આમ થાય છે તો ગ્રામીણ ભારતમાં કેશનો પ્રવાહ વધશે. જો ગામડાના લોકો પાસે ખર્ચ કરવા માટે વધારાના પૈસા હશે અને તેનાથી રૂરલ ડિમાંડને પ્રોત્સાહન મળશે. 

એફએમસીજી ક્ષેત્રની આશાઓ
આ ઉપરાંત એ પણ આશા છે કે સરકાર ઇનકમ ટેક્સ સ્લેબમાં રાહત આપી શકે છે. તેને મીડલ ક્લાસ પાસે ખર્ચ કરવા માટે વધુ પૈસા મળશે. તેના લીધે એફએમસીજી, કંઝ્યૂમર, ડ્યુરેબલ્સ અને રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં માંગ વધી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ કારણોથી બજારમાં ગુરૂવારે તેજી રહી અને જોરદાર તેજી જોવા મળશે.
 

12:30 PM: દિવસના ઉપરી સ્તરો પર કારોબાર, નિફ્ટી 10,700ની ઉપર
બજારમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. આજે કારોબારમાં રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ, ઇંફોસિસ, એચડીએફસી અને ICICI બેંકના દમ પર બજારમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. નેશનલ સ્ટોક એક્સચેંજના 11માંથી 8 સેક્ટરમાં ખરીદી થઇ રહી છે. બજારમાં ખરીદી હાવી છે. 
 
12:15 PM:
DHFLના શેરમાં ઘટાડો યથાવત, 5 વર્ષના નીચલા સ્તર પર પહોંચ્યો. શેરબજારમાં લગભગ 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સમાચાર છે કે રજિસ્ટાર ઓફ કંપનીઝ DHFL ની તપાસ કરી રહી છે. 

11:47 AM:
અલેરા સિક્યોરિટીઝના એક્સપર્ટે ઇન્ડિયન ઓઇલના શેરમાં ખરીદીની સલાહ આપી છે. શેરમાં 24 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. 

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં બીજા દિવસે પણ ઘટાડો, જાણો આજનો ભાવ

10:40 AM:
નિફ્ટી 100 ઈંડેક્સમાં 60 ટકા અથવા 0.55 ટકાની તેજી જોવા મળી છે. નિફ્ટી 100 હાલમાં 10,891ના સ્તર પર ટ્રેંડ કરી રહ્યો છે. BSE મિડકેપમાં પણ 32 પોઈન્ટની રિકવરી જોવા મળી છે. આ 14,469 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. BSE સ્મોલકેપમાં પણ 37 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. આ 13,852 ના સ્તર પર પહોંચી ચૂક્યો છે. 

10: 07 AM:
રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના શેરમાં ગુરૂવારે તેજી યથાવત છે. RIL ના શેરમાં લગભગ 1.4 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તો બીજી તરફ રિલાયન્સ કોમ્યુનિકેશન્સની વાત કરીએ તો તેમાં 1 ટકાની નબળાઇ જોવા મળી રહી છે. 

ન વચગાળા ન પૂર્ણ, 1 ફ્રેબુઆરીએ ફક્ત 4 મહિના માટે બજેટ રજૂ કરશે સરકાર: નાણા મંત્રાલય

10: 05 AM: 
ચંદા કોચરની સ્પષ્ટતા બાદ ICICI બેંકના શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે.

#BudgetSession | उम्मीद है कि संसद अच्छे से चलने दी जाएगी: पीएम #NarendraModi #Budget2019 #Budget2019WithZEEBusiness pic.twitter.com/jvBmBD0rg4

— Zee Business (@ZeeBusiness) January 31, 2019

9.30 AM: બજારની તેજ શરૂઆત, Sensex માં 200 પોઈન્ટનો ઉછાળો
ગુરૂવારે બજારની તેજી સાથે શરૂઆત થઇ છે. બજારમાં ખરીદી હાવી છે. નેશનલ સ્ટોક એક્સચેંજ પર 993 શેરોમાં ખરીદી થઇ રહી છે તો બીજી તરફ 465 શેરોમાં વેચાવલી જોવા મળી હતી.