નવી દિલ્હી : કેન્દ્રિય કૃષિ મંત્રી રાધામોહન સિંહે કહ્યું કે, બજેટ દેશના ખેડૂતોને સમર્પિત હશે કારણ કે સરકારે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય રાખ્યો છે. ક્રોપ કેયર ફેડરેશન ઓફ ઇન્ડિયા (CCFI) દ્વારા આયોજિત એક સંમેલનમાં કૃષિ મંત્રીએ કહ્યું કે, ગર્વની વાત છે કે વિભિન્ન કૃષિ પરિયોજનાઓને લાગુ થવાથી ભારત કૃષિ ક્ષેત્રે અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં આવી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષિ ક્ષેત્રે રોકાણમાં થશે વધારો
કૃષિ મંત્રીએ કહ્યું કે, કૃષિ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે સરકારે કરેલા સુધારાથી આમૂલ પરિવર્તન આવ્યું છે અને આગામી બજેટ 2019 ખેડૂતોને સમર્પિત હશે. 


વેપારના લેટેસ્ટ સમાચાર જાણો એક ક્લિક પર