નવી દિલ્હી: ભારતીય રેલવે (Indian Railways) હવે હાઇ સ્પીડ અને સેમી-હાઇ સ્પીડ ટ્રેનો ચલાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે અને તેના માટે કવાયત તેજ કરી દીધી છે. રેલવેએ હાઇ સ્પીડ અને સેમી-હાઇ સ્પીડ કોરિડોર માટે છ વિભાગોની ઓળખ પણ કરી છે. રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે બજેટ 2020 (Budget 2020)થી પહેલા એક પ્રેસ બ્રીફિંગમાં આ જાણકારી આપી. સાથે જ તેમણે કહ્યું કે આ સેક્શન્સ પર એક વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ એક વર્ષની અંદર તૈયાર થઇ જશે. નવા કોરિડોર નિર્માણાધીન મુંબઇ-અમદાવાદ હાઇ-સ્પીડ માર્ગ સાથે જોડાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે હાઇ-સ્પીડ કોરિડોર પર ટ્રેનો વધુમાં વધુ 300 કિમી પ્રતિ કલાક, સેમી-હાઇસ્પીડ કોરિડોર પર અધિકત્તમ 160 પ્રતિ કલાકની ગતિએ દોડી શકે છે. 


આ 6 વિભાગોની થઇ છે ઓળખ
દિલ્હી-નોઇડા-આગરા-લખનઉ-વારાણસી (865 કિલોમીટર)
દિલ્હી-જયપુર-ઉદયપુર-અમદાવાદ (866 કિમી)
મુંબઇ-નાસિક-નાગપુર (753 કિમી)
મુંબઇ-પૂણે-હૈદ્બાબાદ (711 કિમી)
ચેન્નઇ-બેંગ્લોર-મૈસૂર (435 કિમી)
દિલ્હી-ચંદીગઢ-લુધિયાણા-જલંધર-અમૃતસર (459 કિમી)


યાદવે જણાવ્યું કે 'અમે આ છ ગલીઓની ઓળખ કરી છે અને તેમની વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) વર્ષની અંદર તૈયાર કરવામાં આવશે. ડીઆરપી આ માર્ગોની વ્યવહારતાનું અધ્યન કરશે, જેમાં ભૂમિની ઉપલબ્ધતા એલિમેન્ટ અને ત્યાં ટ્રાફિક ક્ષમતાનું અધ્યયન સામેલ છે. આ વસ્તુઓ બાદ અમે નક્કી કરીશું કે શું તે યોગ્ય ગતિ અથવા અર્ધ-ઉચ્ચ ગતિ ગલીઓ થશે.


તેમણે કહ્યું કે દેશનો પ્રથમ હાઇ-સ્પીડ કોરિડોર મુંબઇ અને અમદાવાદ વચ્ચે ભારતની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ડિસેમ્બર 2023 સુધી પુરો થઇ જશે. સાથે જ જણાવ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 90 ટકા જમીન અધિગ્રહનનું કામ આગામી છ મહિનામાં પુરૂ થઇ જશે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube