નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણએ બજેટ ભાષણમાં સરકારી વિમા કંપની ભારતીય જીવન વિમા નિગમને શેરબજારમાં રજિસ્ટર્ડ કરવાની જાહેરાત કરી છે. તેના માટે સરકાર એલઆઇસીનો આઇપીઓ લઇને આવશે. તેમણે કહ્યું કે આગામી વર્ષે ઘણી કંપનીઓનું વિનિવેશ (Disinvestment) થશે. નાણાકીય વર્ષ 2021-22 માટે સરકારે પોતાના વિનિવેશ યોજનાઓને 2021-22 માં પુરી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણામંત્રીએ કહ્યું કે બેડ લોન માટે અસેટ મેનેજમેંટ કંપની બનશે. ઉજ્જવલા યોજનામાં 1 કરોડ નવા કનેક્શન આપવામાં આવશે. 2 સરકારી કંપની, 1 વિમા કંપનીઓનું વિનિવેશ થશે. એલઆઇસીનો આઇપીઓ આવશે, શેર બજારમાં રજિસ્ટ્રેશન થશે. 100 નવા શહેરોમાં રસોઇ ગેસ પાઇપ દ્રારા પહોંચાડવામાં આવશે. વિમા કંપનીઓમાં હવે 74 ટકા સુધી ખાનગી, વિદેશી રોકાણ પહેલાં 49 ટકા હતું. સરકારી બે6કોને 20000 કરોડ રૂપિયા આપવામાં આવશે. રોકાણકારોના સંરક્ષણ માટે ઇન્વેસ્ટમેંટ ચાર્ટર લાગૂ થશે.  


ગત વર્ષનો ટાર્ગેટ ચૂક્યા 
સરકારે કેન્દ્રીય ઉપક્રમોમાં વિનિવેશ અને શેરોની પુનખરીદી દ્રારા ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી 19,499 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. જોકે સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં વિનિવેશ અને પુનખરીદીમાંથી 2.10 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. કોરોના વાયરસ મહામારીના લીધે વિનિવેશની ઘણી મોટી યોજનાઓ તથા શેરબજારમાં સૂચીબદ્ધતા ટળી ગઇ. તેનાથી લાગે છે કે સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં વિનિવેશના લક્ષ્યથી લાંબા અંતરથી ચૂકશે.   


બજેટના તમામ સમાચાર જાણવા માટે કરો ક્લિક...


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube